Book Title: Khambhatna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 472
________________ ખંભાતનાં જિનાલયો શ્રી શકરપુરનાં પ્રાચીન તીર્થ સ્વરૂપ જિનમંદિરોનો ઇતિહાસ આ તીર્થના મધ્યભાગમાં ભવ્યજિનાલયો આવેલાં છે. તેમાં શ્રી ચિંતામણિપાર્શ્વનાથ અને સીમંધર સ્વામીનાં બે મોટાં દેવાલયો છે. બાજુમાં શ્રી ગૌતમ સ્વામી ભગવાનની સાધુવેશની મૂર્તિ તથા બીજા પ્રસિદ્ધ પૂર્વાચાર્યોની તેવી જ મૂર્તિઓ હારબંધ બેસાડેલ છે. મુખ્ય મંદિરમાં એક ગુપ્ત ભોંયરું છે. તેમાં ત્રણ વાંક છે. છેલ્લી જગ્યામાં પવાસણની ગોઠવણ છે, રચના જોતાં સહેજે કારીગરની બુદ્ધિ માટે માન ઊપજે છે અગમબુદ્ધિ વાપરનારા વણિકોના બુદ્ધિચાતુર્યની પ્રતીતિ થાય છે. મંદિરમાં સં. ૧૭૮૪માં શ્રી જ્ઞાનવિમલસૂરિ તથા સં ૧૮૪૮માં શ્રી મહિમા વિમલસૂરિની પાદુકાઓ આવેલી છે. શ્રેષ્ઠીવર્ય શ્રીમલ્લ કીકા અને વાઘજીએ બંધાવેલ આ મંદિરોના જીર્ણોદ્ધાર અનુક્રમે શ્રી માણેકલાલ મનસુખભાઈ, અમદાવાદ તથા પુનઃ જીર્ણોદ્ધાર તથા પ્રતિષ્ઠા, ગુરુમંદિરનું નિર્માણ પ પૂ શાસનસમ્રાટ્ આ દેવ વિજયનેમિસૂરીશ્વરજી મ. સાહેબની નિશ્રામાં તેમના ઉપદેશથી કરવામાં આવે છે. Jain Education International ૪૩૯ (વિ. સં. ૧૯૭૮-૭૯) —(ખંભાત જૈન ઇતિહાસ પાના નં-૧૬૦) For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 470 471 472 473 474 475 476