Book Title: Khambhatna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 471
________________ ૪૩૮ ખંભાતનાં જિનાલયો સ્તુતિ હે નાથ જિમ ઉપકાર કીધો, ટાળીને ભવની રતિ આલિગદ્વિજને આપી તિમ દો, દેવ મુજને સન્મતિ, સંસારની સહુ કામનાઓ, શિવગતિ દ્વતે જુ મુજ રોમ રોમ વસો પ્રભુ, જેથી ખરુ પામું ગજુ... શકરપુર ચિંતામણિ પાર્શ્વનાથ-સીમંધરસ્વામી પ્રાચીન તીર્થ શકરપુરનો ભવ્ય ઇતિહાસ જૈન ગ્રંથોના આધારે શ્રી સ્થંભન પાર્શ્વનાથ પ્રભુના નામ ઉપરથી પ્રસિદ્ધ પામેલ શ્રી સ્તંભનપુર(ખંભાત)ની પૂર્વ દિશાએ એક માઇલના નજીકના અંતરે આ શકરપુર જૈન તીર્થ આવેલું છે. શકરપુરને શક્રપુર ગણી તેને ઇન્દ્ર મહારાજાના નામ ઉપરથી પાડેલું ગણે છે અને એક મત એવો છે કે અકબર બાદશાહે તે વસાવ્યું હતું. ખંભાતના શ્રેષ્ઠી કવિ ઋષભદાસે વિ. સં. ૧૬૭૦માં કુમારપાલરાસ રચ્યો. તેમાં તેઓ જણાવે છે કે ઉધ્ય ગામ તણી વિષય રહઈ સાજણ દે શેઠ. કમિ તે નિધન થયો દુઃખિ ભરાઈ પેટ, કુલદેવી તસ ઈમ કહાઈ તુઝ નઈ સુખ ખંભાતિ. ' ઋદ્ધિ સિદ્ધિ સુખ સંપદા વાઘઈ તારિ ખાતિ, દેવી વચને વાણીયો ચાલ્યો તેણી વાર શકરપુરમાં જઈ રહ્યો તિહાં રંગાઈ ભાવસાર. (કુમારપાલરાસ પાના નં. ૧૯૯,૨૦૦, ૨૦૧) ઉપરના કાવ્ય ઉપરથી જણાય છે કે ઉધ્ય ગામની અંદર એક સાજણ નામનો વણિક હતો. કર્મયોગે તેની નિર્ધન અવસ્થા થઈ. તેને કુલદેવી સ્વપ્નમાં કહી ગઈ કે તું ખંભાત જા. તે પ્રમાણે તે કેટલોક સમય શકરપુર ભાડાના ઘરમાં રહ્યો. પુણ્યયોગે તેને જમીનમાંથી ધન પ્રાપ્ત થયું. પોતાની નિર્ધન અવસ્થા હોવા છતાં બુદ્ધિના કારણે મળેલ સોનાના કડા મુખીને ધરી દીધા. આ રંગી ભાવસાર નામના મુખીએ કહ્યું કે મારા શેઠ ! આ ધન તો તમને દેવે ભેટ આપ્યું છે. માટે તમે જ રાખો. મુખીના આગ્રહથી સાજણે તે દ્રવ્ય રાખ્યું અને સત્કર્મો અને પરાક્રમોથી શ્રી સિદ્ધરાજના મંત્રી બન્યા. આખો સોરઠ દેશ સંભાળ્યો અને ગીરનાર તીર્થ ઉપર શ્રી નેમિનાથ ભગવાનનું જિનાલય બંધાવ્યું અને ઇતિહાસમાં નામના કરી અને પોતાના ગામ શકરપુરને ગૌરવાન્વિત કર્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 469 470 471 472 473 474 475 476