Book Title: Khambhatna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 473
________________ ४४० ખંભાતનાં જિનાલયો એક આમંત્રણ પત્રિકા ખંભાતમાં માણેકચોકમાં આવેલા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના જિનાલયની પ્રતિષ્ઠાનો મહોત્સવ તા. ૩-૬-૮૭થી તા. ૧૩-૬-૮૭ દરમિયાન ધામધૂમપૂર્વક ઊજવામાં આવ્યો હતો. સુવિખ્યાત કવિ શ્રી ઋષભદાસ શેઠ ખંભાતના વતની હતા અને માણેકચોકમાં તેમનું નિવાસસ્થાન હતું. તેઓ જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના પરમ શ્રાવક હતા. તેમણે પોતાના ઘરમાં કાષ્ઠ શિલ્પ-કલાથી ખચિત એવું મનમોહક ઘરદેરાસર પણ રાખ્યું હતું. તે ઘરદેરાસરની વિગતો પ્રસ્તુત આમંત્રણ પત્રિકામાં રજૂ થઈ છે. આ આમંત્રણ પત્રિકાનું દસ્તાવેજી મૂલ્ય વિશેષ હોવાથી તે આમંત્રણ પત્રિકા અક્ષરશઃ પરિશિષ્ટમાં સમાવિષ્ટ કરી છે. શ્રી ગૌતમસ્વામિને નમઃ | શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | નમોનમઃ શ્રી ગુરુનેમિસૂરયે || - શ્રી સ્તંભતીર્થ નગરે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ-જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે શ્રી અષ્ટોત્તરી સ્નાત્રાદિસમેત અષ્ટાલિંકા મહોત્સવ નિમિત્તે શ્રી સકલ સંઘને ભાવભર્યું આમંત્રણ સુજ્ઞ સાધર્મિક બંધુ, સવિનય જણાવવાનું કે જૈન ઇતિહાસમાં સુવિખ્યાત શ્રાવક કવિ શ્રી ઋષભદાસ શેઠ ખંભાતના વતની હતા અને માણેકચોકમાં તેમનું નિવાસસ્થાન હતું. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી દાદાના પરમ શ્રાવક હોવાને કારણે તેઓ અજોડ ધર્મારાધક હતા અને તેમણે પોતાના ઘરમાં કાષ્ઠશિલ્પ-કલાથી ખચિત એવું મનમોહક ઘરદેરાસર પણ રાખ્યું હતું, જે આજે પણ ખંભાતમાં મોજૂદ છે. આ ઘરદેરાસરમાં બિરાજમાન શ્રી જિનબિંબો આજે ક્યાં છે તે અજ્ઞાત છે. તેથી હાલ આ દેરાસરને માણેકચોકના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ-જિનાલયના ભોંયરામાં પધરાવી રાખેલ છે. આ ઘરદેરાસરમાં પ્રભુજીની પ્રતિષ્ઠા કરવી તેવી ભાવના અમોને વર્ષોથી થયા કરતી હતી, પરંતુ બધા સંયોગો અનુકૂળ થયે જ આવાં કાર્યો થઈ શકે છે. યોગાનુયોગ આ વર્ષે તે અનુકૂળતા પ્રાપ્ત થઈ અને અમારા પુણ્યોદયે માણેકચોકમાં જ નાનું પણ નૂતન જિનાલય નિર્માણ કરવાનો અમોને લાભ મળી ગયો છે. એ જિનાલયમાં ગર્ભગૃહમાં શ્રી ઋષભદાસ શેઠનું આ ઘરદેરાસર પધરાવવાનું અને તેમાં પ્રગટપ્રભાવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ સહિત ત્રણ જિનબિંબોની તથા શાસનાધિષ્ઠાયિકા શ્રી પદ્માવતીદેવીની પ્રતિષ્ઠા કરવાનું અમોએ નિર્ધાર્યું છે. આ જિનાલયની પ્રતિષ્ઠાનો મહોત્સવ અમારી વિનંતીથી અત્રે સ્થિરતા કરનાર પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ તથા તેમના શિષ્યો પં. શ્રી શીલચંદ્રવિજયજી ગણિ, પં. શ્રી ભદ્રસેનવિજય ગણિ આદિ ગુરુ ભગવંતોની શુભનિશ્રામાં ઊજવાશે. દેરાસરજીને લગતા તમામ શુભમુહૂર્તો પણ તેઓશ્રીએ ફરમાવીને અમોને ઉપકૃત કરેલ છે. આ શુભ પ્રસંગે પાર્થચંદ્રગચ્છના પૂજયપાદ મુનિરાજ શ્રી રામચંદ્રજી મહારાજને પધારવાની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 471 472 473 474 475 476