Book Title: Khambhatna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi
View full book text
________________
ખંભાતનાં જિનાલયો
૪૩૭ સાહેબના રાજ્યમાં આ શ્રી જિનમંદિરની જમણી બાજુ ઉત્તર દિશામાં ન્યાયાંભોનિધિ જૈનાચાર્ય ૧૦૦૮ શ્રીમદ્ વિજયાનંદસૂરિ આત્મારામજી મહારાજનું અને ડાબી બાજુ દક્ષિણ દિશામાં તપગચ્છ અધિષ્ઠાયક શ્રી મણિભદ્ર યક્ષનું મંદિર પણ શા. ભાઈચંદ કશચંદની પેઢીવાલા શાકાંતિલાલ વખતચંદ તથા શાબાલચંદ ખૂબચંદ પોરવાડ શ્રાવકોએ જ કરાવ્યું છે. ઈતિ શુભમ્
તથા શ્રી મણિભદ્ર યક્ષની દેહરીની સાથે જ શ્રી આદીશ્વર ભગવાનની રાયણ સહિત ચરણપાદુકાની દેહરી પણ એમના તરફથી કરાવેલ છે.
માંડવીની પોળ
આદિનાથ સ્તવન કરજો કસોટી, કસોટી આદિ દેવા, શ્રદ્ધા ધરીને કરુ, ભુજ પદ સેવા, સ્તંભનમંડન, કરો સ્તંભ તાશા, મોહ તિમિર હર, દેજો પ્રકાશા........કરજો કસોટી...૧ . ધર્મઘોષસૂરિ, પ્રવચન સુણતાં, ભીમ શ્રાવક મિત્ર, મનડાં મલકતાં, કસોટી પાષાણે, આદિનાથ પડિમા, ભાવે ભરાવે નર, પાવે તે ગરિમા........કરજો કસોટી...૨ ત્રીજે ભવે તે ભવિ, મોક્ષમાં જાવે, અવિરત આતમ આનંદ પાવે, નિસુણી આલિગ દ્વિજ, પડિમા ભરાવે, નિજ પર સહુના, મોહ હરાવે....., કરજો કસોટી...૩ પ્રમકોત વાસિત, વિપ્રની શ્રદ્ધા, હો જો હૃદયમાં, મુજ પ્રવૃદ્ધા, એક એ ઇચ્છા, હૃદયમાં ધારો, તુજ પડિમા, અંતર અવધારો......, કરજો કસોટી....૪ સન્મતિ યોગે, સંતતિ છોડો, કરચો સમર્પણ, કામના તોડી, તિમ હો પરીક્ષા, પ્રભુ મુજ હો જો, તારા પ્રભાવે મને સફળતા મળજો....., કરજો કસોટી..૫ જબલગ નાવે, ભવનો કિનારો, તબલગ રહો, દિલ પ્રેમ તુમ્હારો, ભુવનભાનું તુજ, ધર્મસેવનથી, જગવલ્લભ ઉગરે, ભવવનથી....., કરજો કસોટી...૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 468 469 470 471 472 473 474 475 476