Book Title: Khambhatna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 461
________________ ૪૨૮ ખંભાતનાં જિનાલયો માણેક ચોક ધર્મનાથ ભગવાન શ્રી ધર્મનાથ સ્વામિને નમઃ દેવવિમાન સમાન અનેક શ્રી જિનમંદિરોથી પાવન શ્રી સ્તસ્માનપુર (ખંભાત) નગરમાં આવેલ માણેકચોકમાં શ્રી ધર્મનાથ ભટ ના જિનાલયે પૂજ્યપાદ સુવિશાલ ગચ્છાધિપતિ ધર્મદાતા પરમ ગુરુદેવ આચાર્ય ભગવંત તપસ્વી પ્રશાંત મૂર્તિ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયરાજતિલક સૂરીશ્વર મઠ અને પ. પૂ. સ્વ. આ. ભ. શ્રીમદ્ રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પરમ જયોતિર્ધર સુવિશાલ ગચ્છાધિપતિ પૂજય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયમહોદયસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સુવિશાલ ચતુર્વિધ સંઘ સાનિધ્યમાં શ્રી આદીશ્વર ગણધર ભગવંતોના બિંબોની પ્રતિષ્ઠા વિક્રમ સં. ૨૦૫૧ વીર સં૨૫૨૧ વૈશાખ સુદિ ૧૦ને બુધવાર તા. ૧૦-૫૧૯૯૫ના રોજ સવારે ૯ ક. ૬ મિ. એ શુભ લગ્નેસ મહોત્સવ શ્રેષ્ઠિવર્ય સ્વ. અંબાલાલ. હેમચંદ્ર શાહ (ખંભાત નિવાસી હાલ મુંબઈ)ના પરિવારે હર્ષોલ્લાસપૂર્વક કરી છે. સંભવતઃ હજાર વર્ષથી અધિક પ્રાચીન આ જિનાલયની પ્રતિષ્ઠા શ્રી હીરવિજયસૂરીશ્વર મહારાજાના પટ્ટધર શ્રી વિજયસેન સૂરીશ્વર મા એ કરેલ છે. બાકીનાં શ્રી જિનબિંબો શ્રી સંપ્રતિ મહારાજાએ ભરાવેલ છે. આ જિનાલયમાં શ્રી લક્ષ્મીસૂરિ મહારાજ અને વિજયસેનસૂરિ મ. ના પ્રતિષ્ઠિત ચરણપાદુકાઓ છે. આ શ્રી જિનમંદિર ભવ્ય જીવોના સંસારતાપને હરનારું અને મુક્તિપ્રાપ્તિના શુભ ભવન પેદા કરનારું છે. શુભ ભવતુ શ્રી ચતુર્વિધિ સંઘસ્ય - શાંતિનાથ પુણ્યશાળીની ખડકી (જિનાલયના જીર્ણોદ્ધાર અંગેનો શિલાલેખ) સંવત ૨૦૦૧ના માગશર સુદ સાતમ બુધવારે તીર્થસ્વરૂપ આ સ્તંભતીર્થ કે જ્યાં પૂર્વે ૧૦૮ શ્રી જિનપ્રાસાદો હતા કાળક્રમે કેટલાક જીર્ણ થતાં જેમ જીરાવલા પાડામાં જુદે જુદે સ્થળે આવેલા ૧૯ દેરાઓ ઊઠાવી તેના પ્રતિમાઓ જુદા જુદા ગભારે મૂળનાયક સ્વરૂપે સં. ૧૯૬૩ના જેઠ સુદ છઠના શુભ મુહૂર્ત આ૦ મશ્રી વિજયનેમિસૂરિના સદુપદેશથી તથા તેઓશ્રીના વરદહસ્તે સુમંત્રિત વાસક્ષેપપૂર્વક પ્રતિષ્ઠા કરી એક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનો પ્રસાદ બંધાયો છે તેવી રીતે બીજા દહેરાઓ ભેગા કરવાથી હાલ ૬૫ જિનપ્રાસાદો વિદ્યમાન છે. તે પૈકીના દંતારવાડાના આ પ્રાસાદનો પુણ્યશાળી કુટુંબના વીશા પોરવાડ જ્ઞાતીય તપાગચ્છીય શેઠ હરીલાલ લાલચંદભાઈના પ્રયત્નથી જીર્ણોદ્ધાર થયો છે. તેમાં શેઠશ્રી હરીલાલ તથા તેમના ભત્રીજા શેઠ શ્રી જેસીંગભાઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476