________________
૯૪
ખંભાતનાં જિનાલયો
સં. ૨૦૧૦ દરમ્યાન આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયો હોવાનો પૂરો સંભવ છે. તે સમયે જિનાલયનો વહીવટ શેઠ કેશવલાલ ચુનીલાલ હસ્તક હતો. આજે આ જિનાલયનો વહીવટ નટવરલાલ ચુનીલાલ અને ભુપેન્દ્રભાઈ નગીનદાસ હસ્તક છે. તેઓ બોરપીપળામાં જ રહે છે.
મૂળનાયક શ્રી સંભવનાથજીની પ્રતિમા પરના લેખમાં નીચે મુજબનું લખાણ વાંચી શકાય છે:
સં. ૧૬૪૪ વર્ષે જેઠ સુદ પૂનમ. સંઘના શ્રેયાર્થે પ્રતિષ્ઠિત સંભવનાથ બિબ... વિજયસેન સૂરીશ્વરજી'
મૂળનાયક સંભવનાથજી અને મૂળનાયક ચંદ્રપ્રભસ્વામીના ગભારાની વચ્ચે ભીંત છે. બંને ગભારાનો રંગમંડપ એક અને સળંગ છે. અહીં દીવાલો પર રંગીન ટાઈલ્સ જડેલા છે. જિનાલયમાં સુંદર કોતરણીવાળા સીસમનાં સ્નાત્ર માટેનાં ત્રિગડાં છે. ગભારાની બારસાખ ઉપર સુંદર રંગીન કોતરણી છે. રંગમંડપમાં પ્રવેશતાં જ જમણી બાજુ પાષાણની ચૌમુખજીની પ્રતિમાજી છે.
સંભવનાથજીના ગભારામાં પાષાણની ચૌદ પ્રતિમાજીઓ અને ચંદ્રપ્રભુના ગભારામાં પાષાણની ત્રણ પ્રતિમાજીઓ બિરાજમાન છે.
ચંદ્રપ્રભ સ્વામીની પ્રતિષ્ઠા સં૨૦૩૦માં થઈ હતી. ચંદ્રપ્રભસ્વામીની પ્રતિમાજી શ્રી નટવરલાલ વાડીલાલના મકાનમાં ખોદકામ કરતાં સં૨૦૧૬માં નીકળ્યા હતા. સં. ૨૦૩૦માં ચંદ્રપ્રભસ્વામીની પ્રતિષ્ઠા શ્રીમદ્ વિજયનંદનસૂરીશ્વરજી મ. સા. ના હસ્તે થઈ હતી.
શ્રી ચંદ્રપ્રભ સ્વામીની પ્રતિમાના સંદર્ભમાં જિનાલયના વહીવટકર્તા તરફથી માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ આ પ્રતિમા ભાઈશ્રી નટવરલાલના મકાનમાં ખોદકામ કરતાં નીકળેલ છે. ત્યાર પછી પણ ખોદકામ કરતાં પુરૂષાદાનીય પાર્શ્વનાથની પ્રતિમાજી નીકળેલ, જે હાલ અમદાવાદના દેવકીનંદન સોસાયટીના જિનાલયમાં બિરાજમાન છે. આ જ સમયે ખોદકામમાં વારાફરતી લગભગ ૧૧ પ્રતિમાજીઓ પણ નીકળ્યા હતા. પછી કેટલાક સામાજિક કારણોસર ખોદકામ બંધ કરાવવામાં આવ્યું. ત્યારપછી કોઈ પ્રતિમાજી નીકળ્યા નથી. તેમાંથી જે આરસની શેઠ-શેઠાણીની પ્રતિમાજી નીકળી હતી તેના પર લેખ લખેલ છે. શબ્દો ઘસાઈ ગયેલ હોવાથી માત્ર “શેઠ સોમા” વંચાય છે.
ટૂંકમાં આ જિનાલય સં૧૯૪૪ના સમયનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org