________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સદગુરૂએ જ ઉદયચિહું ” એ કાવ્યમાં યુગપ્રધાનના ઉદયચિની દિશા સૂચવી છે. નદી, બાગ, વગેરે કાવ્યમાંથી જ્ઞાનરસને પ્રવાહ વહ્યા કરે છે. છેવટે અનહદ ધ્વનિરૂપ વીણાનું આધ્યાત્મિક દ્રષ્ટિથી વિવેચન કરી સાતમા ભાગની સમાપ્તિ કરવામાં આવી છે. આ રીતે પરમગુરૂ મહારાજશ્રીએ અમારા જેવાઓને જ્ઞાન આપવા નિવૃત્તિ માર્ગમાં પરાયણ છતાં જે પરિશ્રમ લેઈ બોધ આપે છે તેને ઉપકાર કદિ પાછો વળી શકે તેમ નથી. દુઃખી જેને દુઃખના વખતમાં
:તું દીન બન ના દુઃખથીરે, દુઃખ દહાડા વહી જશે.
એ પણ ગયું ! આ પણ જશે! આ જીવની ઘટમાળમાં ઈત્યાદિ વાકેથી જે બોધ આપે છે તે સચોટ અસર કરનાર છે. સાતમા ભાગની ખુબી એર પ્રકારની વાચક વર્ગને લાગશે. મુનિવરોના એકેક શબ્દ સૂત્ર જેવા હોય છે. વર્તમાનકાળના મનુષ્ય કરતાં ભવિષ્યના મનુષ્ય ઉપર વર્તમાનકાળના કાવ્યની ઘણું અસર થશે. શ્રીમદ્ આનન્દઘનજી અને શ્રીમદ્ યશેવિ. જય ઉપાધ્યાયની ખરી કિસ્મત તે પાછળની દુનિયા આંકવા સમર્થ થઈ છે. ઉલ્કાન્તિના ક્રમમાં સામાન્ય મનુષ્ય કરતાં વિદ્વાને પચાસ વર્ષ આગળ છે અને વિદ્વાન કરતાં ખરા સુધારકે સે વર્ષ આગળ હોય છે અને તેમના કરતાં જ્ઞાની મહાત્માઓ તે પરાર્ધ વર્ષ આગળ હોય છે. જે દુનિયાને પરાર્ધ વર્ષે મેળવવાનું હોય છે તેને જ્ઞાનીઓ હાલ જણાવી શકે છે. આત્માની પરમાત્મ દશા કરવી એ પરાર્ધ વર્ષ પછીની અને હાલની પણ એક સરખી સ્થિતિ છે અને તે સ્થિતિને પૂજ્ય સદગુરૂ મુનિવર વર્તમાનમાં કાર્ય તરીકે જણાવે છે, માટે તેઓનાં ઉપર્યુક્ત વચને પરાર્ધ વર્ષ આગળ છે એમ કહેવામાં કઈ જાતને દોષ આવતું નથી. શ્રી વીરપ્રભુએ કેવલજ્ઞાનથી અસંખ્ય વર્ષ વા અનન્ત વર્ષ આગળને હેવાલ પણ વર્તમાનમાં જણાવ્યું છે. મુનિવરેને ઉપદેશ શ્રીસર્વજ્ઞના વચનાનુસારે હોય છે તેથી તેઓ જગતના ખરેખર ઉપકારક છે.
For Private And Personal Use Only