Book Title: Katha Ratna Kosa Part 2
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 10
________________ કે રહેતી નથી, કારણ કે પરમપૂજ્ય આ૦ પ્ર. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીએ પ્રતાકારે પ્રસિદ્ધ થયેલ ગ્રંથમાં સુંદર અને સર્વગ્રાહ્યા પ્રસ્તાવના લખેલી તે શ્રી કથા રત્નકેશ-અનુવાદના પ્રથમ ભાગમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે. તે પ્રસ્તાવનામાં આ ગ્રંથના હાર્દ તેમજ રહસ્યને સમજાવવા માટે પૂરતે પ્રયાસ કરવામાં આવ્યું છે, જેથી આ ભાગમાં તેની પુનરુક્તિ કરવામાં આવી નથી. અનાદિઅનંત આ ભવસમુદ્રમાં છવને ચારાશી લાખ નિમાં અનેક વાર પરિભ્રમણ કરવું પડે છે, છતાં ભવની ગણત્રી સમકિતબે ધિબીજની પ્રાપ્તિ થયા બાદ જ ગણત્રીમાં આવે છે ? સમ્યક્ત્વની પ્રાપ્તિ તે માટે જ અતિ દુર્લભ ગણવેલ છે. ધર્મ-બીજને વિકસિત કરવામાં સમકિત જ નિમિત્તભૂત છે. એ સમ્યકત્વના વિશિષ્ટ ગુણનું આ ગ્રંથમાં વર્ણન કરવામાં આવેલ છે, જેથી આ ગ્રંથને પ્રથમ ભાગ પ્રગટ થતાં જ ઘણે કાદર પામ્યું હતું. આ ગ્રંથની બીજી વિશિષ્ટતા એ છે કે તેમાં ઋતુવર્ણન, ઉપવનવર્ણન, સામુદ્રિક, રત્નપરીક્ષા, ધાર્મિક અનુષ્ઠાને તેમજ તેને લગતાં ઉઘાપને વિગેરેને અંગે જે જે વર્ણને આપવામાં આવ્યાં છે, તે સામાન્ય જનસમૂહને તે શું પણ વિદ્વાનોને પણ મુધ બનાવે તેવાં છે. તદુપરાંત કથાને પ્રવાહ એવી રીતે આગળ વધે છે કે જાણે એક પિતા પિતાના પુત્રને ધીમે ધીમે સૌમ્ય ભાષામાં સમજાવતે હાય. વ્રતનું વરૂપ અને તેને લગતા અતિચારેનું એવી હળવી ભાષામાં વર્ણન કરવામાં આવ્યું છે કે-સામાન્ય બુદ્ધિવાળે પ્રાણી પણ તેને ગ્રાહ્ય કરી શકે. તદુપરાંત નૈતિક, સામાજિક અને રાજકીય બાબતેનું સુંદર સ્પષ્ટીકરણ આ ગ્રંથ જેવું ભાગ્યે જ અન્યત્ર પ્રાપ્ત થશે. આ ગ્રંથને સિરીઝના ગ્રંથ તરીકે પ્રકાશિત કરવા માટે દાનવીર સ્વ. કમળાબહેન પુરુષોત્તમદાસના સ્મરણુ આર્થિક સહાય તેમના ટ્રસ્ટીઓ તરફથી મળી છે જે માટે તેમને ખાસ આભાર માનવામાં આવે છે. દ્રવ્ય સહાયકે જ આગમ-સમુદ્રમાં રહેલા આવા મેતીએ જનતાને ચરણે ધરે છે. અથાક પરિશ્રમ લઈને આ ગ્રંથનું સુંદર ભાષાંતર કરી આપવા માટે પંડિત બેચરદાસ જીવરાજ દેશીને અમે ખાસ આભાર માનીએ છીએ. "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 230