Book Title: Katha Manjusha Author(s): Kumarpal Desai Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 4
________________ 1 શ્રી મહાવીર વાણી 11 શ્રદ્ધાહીનને જ્ઞાન હોતું નથી. જ્ઞાનહીનને આચરણ હોતું નથી. આચરણહીનને મોક્ષ પ્રાપ્ત થતો નથી અને મોક્ષ મેળવ્યા વિના નિર્વાણ-પૂર્ણ શાંતિ મળતી નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર પ્રસ્તાવના જૈન કથાઓની વિશેષતા એ છે કે એમાં જૈનદર્શનના સિદ્ધાંતો અને જૈન આચાર-વિચાર તાણાવાણાની માફક ગૂંથાયેલા છે. આ વાર્તાઓ ધર્મજિજ્ઞાસુઓને કલ્પના પણ ન આવે, તે રીતે વાર્તારસના પ્યાલામાં સંસ્કાર-વારિનું પાન કરાવતી રહી છે. જૈનસાહિત્યમાં વિપુલ પ્રમાણમાં કથાસાહિત્ય પ્રાપ્ત થાય છે. કથા પ્રવાહમાં જ પોતાને અભિપ્રેત સિદ્ધાંત વહેતો હોય છે. છેક આગમગ્રંથોથી માંડીને અત્યાર સુધીના ગ્રંથોમાં જૈન કથાઓનો મહિમા જોવા મળે છે. આ કથાઓ દ્વારા જૈનદર્શનના મર્મને ઉજાગર કરવામાં આવ્યો છે. ‘કથામંજૂષા’માં આલેખાયેલા પ્રસંગો જૈન સિદ્ધાંતની પશ્ચાદ્ભૂમાં જીવન સાર્થક્યની વાત કરતાં હોવા છતાં એ જૈન-જૈનેતર સહુ કોઈને સ્પર્શી જાય તેવા છે. જૈન ધર્મ એ જ્ઞાતિ, વાદ, વાડા કે સંપ્રદાયથી પર છે અને એનું સ્વ-રૂપ આ પુસ્તકની કથાઓમાં વાચકોને મળશે. આ કથાઓનું કેન્દ્રબિંદુ માનવતા છે. એમાં માનવજીવનને ગુણોથી સુરભિત કરવાની ખેવના છે અને એ વિશે વ્યક્તિની અંતરયાત્રામાં આ કથાઓ ઉપયોગી બને તેમ છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ જેવી સંસ્થાએ આ કથા-પ્રસંગો પ્રકાશિત કરવાનું સ્વીકાર્યું તે માટે એના સર્વ હોદ્દેદારોનો આભારી છું. આના વિતરણના સંદર્ભમાં ગુર્જર એજન્સી અને શ્રી મનુભાઈ શાહનો આભાર માનું છું. ઘણી વાર આ કથાઓનું આલેખન પરંપરાગત અને રૂઢિગત રીતે થયું હોય છે તેને બદલે અહીં આજની શૈલીમાં આ કથાઓ આલેખી છે. વળી બીજી બાબત એ છે કે પારિભાષિક શબ્દોનો અતિ વપરાશ ટાળ્યો છે જેથી સહુ કોઈ આ વાર્તાઓને આત્મસાત્ કરી શકે. આમાંથી જૈન ધર્મની આગવી વિચારણાનો અને વ્યાપકતાની થોડીય ઝાંખી મળી રહેશે તો મારો પ્રયત્ન સાર્થક માનીશ. - કુમારપાળ દેસાઈ ૩-૪-૨૦૧૭ અમદાવાદPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 82