________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લારા, દેશાંતર થઈ ઇડરમાં અમથારામ ગુલાબચંદના ઉજમણુ પર માગશર માસમાં જવાનું થયું. ઇડરથી વડાલીન સંધના આગ્રહથી પોષ માસમાં વડાલીમાં પ્રવેશ કર્યો. વડાલીમાં અમારા મનમાં જે સંકલ્પ હતો તે પ્રમાણે કર્મયોગ વિવેચન લખવાના અ ર ભાર્થે વિવરણ મંગલ કર્યું; પરંતુ યાત્રાના કારણથી ત્યાં એક માસ કરતાં વિશેષ ન રહેવાયું. ત્યાંથી ખેડબ્રહ્મા, દેરોલ, ગરાડિયા, મટર, હડાદ થઈ કુંભારીયા જવાનું થયું. કુંભારીઆથી આબુજી થઈ હyદ્રા, વરમાણ, રેવદર, મદાર, પાંથાવાડા, દાંતિવાડા અને ભૂતિવાડા થઈ પાલણપુરના સંધના આગ્રહથી પાલણપુરમાં પ્રવેશ કર્યો. ત્યાં વીસ દિવસ લગભગની સ્થિતિ થઈ પરંતુ ત્યાં કર્મયોગ વિવેચન લખવાની પ્રવૃત્તિ ન થઈ ત્યાંથી ફાગણ વદમાં સિદ્ધપુરમાં મુકામ કર્યો. કર્મયોગના કેટલાક શ્લેકાનું ત્યાં વિવેચન લખાયું. ત્યાંથી ઉંઝામાં મુકામ થતાં કેટલાક પ્લે કાનું વિવેચન લખાયું; ત્યાંથી સં. ૧૯૭૧ ના ચૈત્ર સુદિ એકમે મહેસાણામાં પ્રવેશ કર્યો. ત્યાં કેટલાક શ્લેકાનું વિવેચન લખાયું. પન્યાસ ત્રી આનંદસાગરગણિ તથા પન્યાસ શ્રી મણુવિજયજીગણ ત્યાં હોવાથી તેમની સાથે જ્ઞાનવાર્તાલાપ થયો. મહેસાણાથી ચૈત્ર સુદિ પૂર્ણિમા પર જોવણીમાં શ્રી મલ્લિનાથની યાત્રા આવવાનું થયું. ત્યાં વિવેચન લખવાનું શરૂ હતું. ત્યાંથી રામપુરા આવતાં ત્યાં પણ વિવેચન લખવાની પ્રવૃત્તિ શરૂ હતી. રામપુરાથી વિરમગામ આવવાનું થયું. વિરમગામમાં કમલેગનું વિવેચન લખાયું. વીરમગામમાં મુનિરાજ શ્રી ખાંતિવિજયજીના શિષ્ય શ્રીયુત મેહનવિજયજી સાથે અને ઈતિહાસત્ત શ્રી જિનવિજયજી સાથે સાધુગુરુકુલ-નગુરુકુલ સ્થાપના વગેરે સંબંધી અનેક વિચારોને પરામર્શ થૉ. વીરમગામથી જ ખવાડા થઈ શ્રી સાબુદ જૈનસંઘના આગ્રહથી તથા ભક્તિથી બીજા ચિત્રમાં સાણંદમાં પ્રવેશ કર્યો. કર્મવેગનું ત્યાં બસે પાનાનું વિવેચન લખાયું ત્યાંથી ગોધાવીમાં વીસ દિવસ લગભગ સ્થિતિ થઈ. ગેધાવીમાં ૧૫૦ દેઢ પાના લગભગનું વિવેચન લખાયું. પરંતુ ત્યાં અત્યંત તાપમાં મહેનતના કારથી
જવર લાગુ પો ગેધાવીથી સેરીયા, કલોલ, પાનસર થઈ સં. ૧૯૭૧ ના જેઠ માસમાં પેથાપુરમાં ચોમાસા માટે વિહાર થયો. પેથાપુરમાં ડું વિવેચન લખાયું પરંતુ જીર્ણજવરની ઉપાધિથી ૧૦૮ શ્લોક સુધીના પ્લે કાનું વિવેચન લખાયા બાદ વિવેચન લખવાનું કાર્ય બંધ થયું. સ. ૧૯૭૧ ના જેઠ માસથી કર્મયોગ લખવાનું વિવેચન બંધ રહ્યું. તે પાછું સંt૯૭૩ ના માગસર માસથી માણસામાં વિવેચન લખાણું શરૂ કર્યું. ૧૦૯ માં શ્વેકથી માણસામાં વિવેચન લખવાનો આરંભ થયો. માણસાથી લીબેદર, ઉનાવા થઈ પેથાપુરમાં જવાનું થયું. દરેક ગામમાં વિવેચન લખાવાની પ્રવૃતિ શરૂ હતી, અમદાવાદવાળા શેઠ મણિભાઈ દલપતભાઈને ત્યાં મા હમાસમાં ઉજમણું હોવાથી તેમના અનેક પત્ર આવ્યાથી પોષ માસમાં અમદાવાદ જવાનું થયું, અને અમદાવાદમાં સંપૂર્ણ વિવેચન લખવાનું કાર્ય પૂર્ણ થયું. એકંદર આઠ નવ માસમાં કર્મવેગનું સંપૂર્ણ વિવેચન લખાયું તેમ કહીએ તે કહી શકાય. સં. ૧૯૭૨ ની સાલમાં લોકમાન્ય તિલક કૃત ભગવદ્ગીતાપર કમંગ નામનું પુસ્તક મ; પરંતુ તે મરાઠી હોવાથી તેમના ભાવ બરાબર સમજાયો નહીં; સં. ૧૯૭૩ ને ચૈત્ર વદી અગિયારસના રોજ માસે આવવાનું થયું. ત્યારે શેઠ હુકમચંદ ઈશ્વર પાસે લે તિલકકત ભગવદ્ગીતા કમલેગનું હિદુતાની ભાષાનું પુસ્તક હતું તે અમોએ વાંચ્યું તેથી કર્મચાગ સંબંધી લે. મા. તિલકના વિચારોનું પરિશીલન થયું, પરંતુ તેથી અમોએ કમંગ સંબંધી વિચારોનું વિવેચન કર્યું હતું તેથી વિશેષ કંઈ જાણવા મળ્યું નહીં. પણ તેથી અમારા વિચારોની પુષ્ટિ થાય છે એમ સમજાયું. સં. ૧૯૬૬-૬૭ ની સાલથી કર્મચાગના વિચારોની તરફ અમારું મન પ્રવર્તતું હતું તેમાં ગુરુમહારાજના મૃત્યુ સમયના ઉપદેશથી પુષ્ટ થઈ અને તેના ફલ તરીકે કર્મયામ નામનું પુસ્તક લખાયું. હાલમાં પાશ્ચાત્યોની પ્રવૃત્તિથી પાંવી યુનિવૃત્તિપરાયણ લેકમાં પ્રવૃત્તિની આવશ્યક્તાએ અમને તથા લોક માત્ર તિલક વગેરેને
For Private And Personal Use Only