Book Title: Kalyan 1952 05 Ank 03
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 10
________________ ટંકશાળી વચનામૃતા પાપી કરતાં પાપના પ્રચારક વધુ ભયંકર છે. પાપી પેાતાના આત્માને ડુબાડે છે, જ્યારે પાપના પ્રચારક અનેક આત્માએને દુર્ગતિના કુપમાં પટકે છે ! મૂર્તિને તાડનારા કરતાં મૂર્તિ પ્રત્યેની ભાવનાને તાડનારા વધુ ભયંકર છે. પાપના સ્થાનામાં કાઈને વૈરાગ્ય થતા હાય તે તેમાં ભવિતવ્યતા, અને સમ્યગ્ જ્ઞાનજ કારણ છે, પરન્તુ પાપનાં સ્થાન તે એકાંતે ત્યાજ્યજ છે. નાથવાળા બળદ કહેવાય છે, અને નાથ વિનાના સાંઢ કહેવાય છે, નાયક વિનાનુ ટાળુ પણ સાંઢ જેવું છે. કોઈ પણ ગચ્છ, પક્ષ, કે વાડાના અમાને મેહ નથી, ખ ધન નથી, એમ ખેલનારાએ પણ એક જાતના વાડામાં પુરાયેલાજ છે. ધર્મી દુનિયાને નુકશાન પહોંચડનારી ચીજ છે, એમ ખેલનારા અને લખનારા કેવળ મિથ્યાત્વરૂપ સન્નિપાતમાં ઘેરાયેલા ભયંકર દર્દીઓ છે. જે જમાનામાં સ્વચ્છન્નતા અને શિથીલતાને પ્રચારનારાં સાધના વધુ હોય તે જમાનામાં ધર્માંના નિયમેાને ખૂબ મજબુત બનાવવાની જરૂર છે. જીના જુના ઇતિહાસની શેાધખાળ કરનારાઓએ, હું કયાં હતા ? અને કયાં આવ્યા ? એ પેાતાના ઇતિહાસ પણ જાણવાની જરૂર છે. કોઈ ચીજની અછતના અને ગરજાળુ ઘરાકની ગરજના લાભ ઉઠાવી તે વસ્તુના મેાં માંગ્યા દામ લેવા એ પણ એક જાતની અનીતિજ છે. નટ ભવન,આરિસા ભવન, અને હસ્તિસ્કન્ધ આરાહણ', એ મેાક્ષ માર્ગનાં સાધના પૂ. પંન્યાસ શ્રી પ્રવીણવિજયજી ગણિવર નથી, પણ તેનાં સાધના સમ્યગ્દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રજ છે. મુનિના નામને અને વેષના મેહ રાખ નારાએ તેને અનુકૂળ ચારિત્ર પાલનને પણ મેહ રાખવા જરૂરી છે. પર પંચાતની પટલાઈ કરવામાં આજ સુધી આત્માએ ઘણું ગુમાવ્યુ, હવે તે પોતાના આત્માની પંચાત કરવામાં મળેલી સુંદર તકના ઉપયાગ કરવા, એજ ડહાપણ ભરેલુ છે. રામરાજ્યની સ્થાપના કરવાની ભાવનાવાલાએ લાખ્ખા વર્ષો પહેલાંની સંસ્કૃતિને અપનાવવી પડશે અને આજની સસ્કૃતિને ભગાડવી પડશે. ચૌદ વર્ષની છેકરી કાઇ કેલેજીયનના પ્રેમપાસમાં પડી ભાગી જવાનું સમજી શકે પણ તેજ ઉમ્મરની છેાકરી દીક્ષા લેવા તૈયાર થાય તેા તે પેાતાના હિતને સમજી શકતી નથી, એવા ન્યાય તેાલનારા ભેજા માટે હિન્દુસ્તાને મગરૂર બનવાની જરૂર છે. આલાકથી પરલેાકમાં અને પરલેાકમાંથી આલાકમાં પરિભ્રમણ કરી રહેલા લેાકની તે પરિભ્રમણ બંધ કરવા માટેના ઉપાયે ખતલાવનારાજ સાચી લાકસેવા બજાવી રહ્યા છે. તમારૂં અને તમારા બાળકનું ભાગ્યક કેવું છે, જાણવા માટે મંગાવેા: જૈન (જ્યાતિષ) નક્ષત્ર શાસ્ત્ર કીંમત એ ભાગના ખાર આના. પેલ્ટેજ અલગ. પ્રેમચંદ મ. મહેતા C/o. જશવંતલાલ એન્ડ કુાં, ૭૧૬/૩ સાકરબજાર અમદાવાદ.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46