Book Title: Kalyan 1952 03 04 Ank 01 02
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 55
________________ ૩ ૫૮ : પાટણથી જેસલમેર, વરકાણાથી ફરી વિહાર કરી અમે પાલી આવ્યા, પાર્ટીમાં નવલખા પાર્શ્વનાથજીનું બાવન જિનાલય છે, અને તેને ફરતી ધશાળા છે, આ ગામમાં ઘણા ઝઘડા છે, તેથી અમે ચાર દિવસ તેઓના ઝઘડા પતાવવા રહ્યા, પણ પથ્થર પર પાણી. પાલીથી આગળ અલીએ એટલે મારવાડની શરૂઆત થાય છે. તા. ૨–૧-૫૦ ના રાજ અમે પાલીથી ખારલા આવ્યા, ખારલામાં એકે જૈનનુ ઘર નથી, ખારલાથી ખીજે દિવસે કાકાણી થઈ મેગરા આવ્યા, મેગરામાં આહાર-પાણી કરી ફરી નિહાર શરૂ કર્યો અને સાંજે છ વાગે અમે જોધપુર આવ્યા. જોધપુર એક જોવાલાયક શહેર છે, અત્રે માઠ [૮] જૈન મંદિર છે અને તે દરેક એકબીજાથી ચડિયાતાં છે, આશ્ચયની વાત લ એ છે, કે અહિં દરેક મકાન લાલ પથ્થરમાં જ અનેલાં છે, ઈંટાનું તેા નામ-નિશાન જૈ ન મળે, જોધપુરના મહારાજાના બંગલા એક ટેકરી પર આવેલા છે, દૂરથી જોતાં તે ઘણેાજ સુંદર લાગે છે, જોધપુરના દહેરાસરાનાં દન કરી અમે જોધપુરથી આગળ વિહાર શરૂ કર્યા. જોધપુરમાં એડ્રામ ત્રણ છે, અહિયાં લાલ પથ્થરના ભંડાર હોવાથી તે મેઘા પડતાં નથી, જોધપુરથી અમે મડાર આવ્યા, મડાર પહેલાં રાજધાનીનું શહેર હતુ, મડારમાં એક બહુજ સુ ંદર બગીચા છે, તેમાં લગભગ હિંદુઓના દરેક દેવની પ્રતિમા છે, તથા મડારમાં થઇ ગયેલા શૂરવીર રાજાએની પાષાણુની ઘેાડેસ્વારી મૂર્તિએ છે, તે દરેક મૂર્તિએ નાના-નાના દેશમાં છે. સૈથી માટું મંદિર મહારાજા અજીત સિંહજીનુ છે, અને તે પણ કેવળ લાલ પૃથ્થરમાંથી જ બનાવેલું' છે, જોધપુરથી અમે છ માઈલ વિહાર કરી માણેલાવ નામના જંગલમાં આન્યા, ત્યાં સ્ટેશનના નાનકડા રૂમમાં અમે ચાર સાધુઓએ રાતવાસો કર્યાં, ખીજે દિવસે આર માઇલ વિહાર કરી તીવરી આવ્યા, તીવરીમાં જૈાનાં સાત ઘર છે અને એ દહેરાસર છે, તેમાંનું માટુ' દહેરાસર જમીનમાંથી નીકળ્યું છે એમ કહેવાય છે, તીવરીમાં ધાડા બહુ પડે છે, તેથી ગામ ઉજ્જડ જેવું થઈ ગયું છે, એ દિવસ પહેલાં જ નજીકના ગામમાં ધાડ પાડી, ધાડપાડુએ એ માણસાનાં ખૂન કરી ૪૦ હજારના માલ લુટી ગયા હતા. તીવરીમાંથી ખીજે દિવસે ફ્રી આગળ વિહાર શરૂ કર્યાં. રેતીના ઢગલા અને ઠેર ઠેર પડેલા કાંટામાંથી માગ કરવા અમારે માટે અકારા થઈ પડયા, જેમતેમ કરી સાંજે ચાર વાગે અત્રે આસિયા તીર્થ આવી પહોંચ્યા. એસિયામાં શ્રી મહાવીર સ્વામીનું દેરાસર છે, તેમાં વેળુની મૂર્તિ છે. આ મૂર્તિને સેનેરી લેપ કરેલ હાવાથી દેખાવમાં ઘણીજ સુદર લાગે છે. અહિં એસવાલેાની કુળદેવીનુ પણ મેાટું મદિર છે. મંદિર ઘણું જુનુ અને વિશાળ છે. દેવી પાસે પહોંચતાં સુધી ૧૨૫ પગથિઓ ચડવા પડે છે. મંદિરની આસપાસ કેટલાક ખડેરા પડયાં છે. આસવાલેા મૂળ અહિંના રજપૂતે જ છે. પહેલાંના વખતમાં એક જૈનાચાર્યના ઉપદેશથી સવાકરાડ રજપૂતા જેના બન્યા હતા, અને તેજ આજના આશ વાલેા, પણ હાલ અહિં એકે જૈનનુ ઘર નથી. એસિયામાં એક છાત્રાલય છે, તેથી યાત્રાડુંએને ઉતરવાની તથા ભોજનની અગવડ પડતી નથી. આ છાત્રાલયમાં ૧૫૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104