Book Title: Kalyan 1952 03 04 Ank 01 02
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 69
________________ હું હરે : છંદગી નકામી ગઇ, મા શું છે? એ કહે આપણે પવનના તફાનમાં ભૂલ્યા છીએ. આ હોડલું કાષ્ટ જુદીજ દિશામાં ચાલે છે. અને તે એવી દિશામાં જાય છે,કે જ્યાં મેટામેટા વમળ આવે છે અને તે વમળમાં કેટલાએ મોટાં જહાજ ફસાયા અને સાગરના તળીએ પહોંચ્યાં, તે આ આપણી ટચુકડી હોડીની શી કિંમત ? . આ વચન સાંભળતાં શેઠ કહે, પેમલા ! હલેસાં મારી હોડી પાછી લઈ જઈએ તો ઠીક થાય. આમ વિચાર અને વાતા કરતાં તો વમળના નજીક જઈ પહોંચ્યા. દરીનું પાણી ગાળગાળ કરે છે અને વચ્ચ માંથી એક મોટુ મેાજી ઉછળતાં પાછુ શાંત થાય છે. આ વખતે વચમાં જે કાઇ આવે તે સીધા એ સાગરના ભાગ અને. શેઠે કહે, ભાઈ! કાંઇ ઉપાય છે ? જો એ તે તને ધન આપુ` કે બીજી કોઇ પણ જરૂરીઆતવાળી વસ્તુ આપું, પણ મને કઇ રીતે બચાવ. આમ ખેલતાં તા પાણીનું કુંડાળુ હાડીના ચારે તરફ ફરી વળ્યું. શેઠ અકળાયા. છાતીફાટ રૂદન કરવા માંડયા. પેલાએ કહ્યું, શેઠ ! હવે ભરદરએ ઝ ંપલાવા નહિ તા સાગરના ભાગ થયા સમજો, પણ ભાઇ મને... તરતાએ આવડતું નથી. શું કરૂ ? મને હાથ ઝાલી પાર ઉતાર ! આમ ખેલતાં-ખેલતાં હોડી નીચી વળી, પેમલે હાડીમાંથી કુદી પડયા. પાણીના મગરમચ્છ જેવા તર ંગાની સામેા પડયા. પાછળ શેઠ ખૂમા પાડે છે કે, પેમલા ! બચાવ તરત પેમલાએ જવાબ વાળ્યા કે શેઠ, જ્ઞાન, પૈસા અને ખૈરી વગર મારી । પાણી જીંદગી નકામી ગઈ. પણ તમાને તતા ન આવડતાં આખીએ જીંદગી નકામી ગઇ. આટલુ ખેલતાં શેઠને છેલ્લી સલામ ભરી પેમલે તે। કીનારે પહેોંચ્યા, ત્યારે શે સાગરમાં ડુબકી ખાતાં મરણ પામ્યા. આ કાનકથી સાર એ લેવાના કે, જન્મ, જરા અને મરણથી ખચિત ભવસમુદ્રમાં દુર્લભ મનુષ્યભવ રૂપ હોડી પામી જો ધર્મની આરાધના ન કરીએ તો જરૂર તે હોડી તોફાની દરિયાના તાકાનમાં ટીચાને સાગરતળોએ જઇ બેસશે. તે સજ્જતા ! તમારે પેલા વ્યવહારૂ જ્ઞાન વગરના પૈસા કે સ્ત્રી વગરના નાવિક જેવા થવું છે કે એક કળામાં અધુરા સમગ્ર સામગ્રીથી પૂણ એવા શેઠીઆ જેવા થવું છે, તે જરૂર વિચારજો ! બધું મળે કે ન મળે પણ તરતાં ન આવડે તે થાય શું ? તે જરૂર ધર્મની આરાધના કરી હેાડીને પેલે પાર પહાંચાડવા પ્રયત્ન કરશે. આજના અનિષ્ટાનું મૂળ સદાચાર અને સંતોષ રૂપી સંપત્તિના આપણે જેમ જેમ ત્યાગ કરતા જઇએ છીએ તેમ તેમ આપણા ખજાનામાં દુરાચાર અને અસંતોષના અગ્નિકણા ઉભ રાતાં જાય છે. ભારતીય જનતાના લોહીમાં સદાચાર અને સતાષનાં તત્ત્વ એટલાં આતપ્રેાત બની ગયેલાં હતાં કે એ તત્વને ન વિધર્મી શાસન ઉખેડી શકયુ` કે ન વિદેશી શાસન નષ્ટ કરી શકયુ, પરંતુ સ્વરાજ પ્રાપ્ત થયા પછી આપણાં આ બંને તત્ત્વ ધીરે ધીરે વિદાય લેવા માંડયાં છે ! ચેાગ્ય શિક્ષણનાં અભાવે અને ક્ષુદ્ર વિચારધારાઓના પરિણામે આજ આપણા બાળકમાં પણ સદાચારનાં તત્વોના વિકાસ થઇ શકતા નથી. ૨૬-૩-પર —જયહિન્દ

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104