Book Title: Jambuswami Acharya Ardrakumar
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 7
________________ આચાર્ય શ્રી જંબુસ્વામી : .ن.ت. . ". પાસે આવ્યા ત્યાં લશ્કરની ઠઠ, હાથીઘોડા ને પાયદળનો પાર નહિ. આવી ભીડમાં તે શું જવાય ? આટલું લશ્કર પસાર થાય ત્યાં સુધી અહીં થોભાય પણ કેમ ? એટલે તે બીજા દરવાજે ચાલ્યા. બીજા દરવાજાની પાસે આવ્યા ત્યાં તો એક જબરદસ્ત લોઢાનો ગોળો ધબ લઈને પાસે પડ્યો. સિપાઈઓ લડાઈની તાલીમ લેતા હતા, ત્યાંથી તે આવ્યો હતો. આ જોઈ જંબુકુમાર વિચારવા લાગ્યા : “અહો ! આ લોઢાનો ગોળો મારા પર પડ્યો હોત તો શી વલે થાત? મનના વિચાર મનમાં જ રહેત ને હું મરણ પામત. માટે ચાલ અત્યારે જ ગુરુ આગળ જઈ પ્રતિજ્ઞા લઈ આવું.” તે સુધર્માસ્વામી આગળ આવ્યા. હાથ જોડીને બોલ્યા : સ્વામી ! જીવું ત્યાં સુધી બ્રહ્મચર્ય પાળવાનું વ્રત ઊચરાવો.' સુધર્માસ્વામીએ વ્રત આપ્યું. આ વ્રત લઈ મનમાં હરખ પામતા જંબુકુમાર ઘેર આવ્યા. માતાપિતા આગળ દીક્ષા લેવાની રજા માગી. માબાપ બોલ્યાં : “બેટા, ચારિત્ર લેવું ખૂબ દોહ્યલું છે. વ્રત ખાંડાની ધાર જેવું છે. તું તો હજી બાળારાજા કહેવાય. તારાથી સાધુનાં આકરાં વ્રતો કેમ પળાશે? વળી તું અમારે એકનો એક લાડકવાયો દીકરો છે. તારા વિના અમને ઘડીયે ગોઠે નહિ.' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36