Book Title: Jambuswami Acharya Ardrakumar
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 24
________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૩ . . ن. ت .ن. જોવાનો ચાહ વધે છે. પિતાજીને એક દહાડો કહે છે: “પિતાજી, મારે એ પવિત્ર ભૂમિમાં જવું છે. એ મહાત્માઓનાં દર્શન કરવા છે.' “બેટા, એ અભયકુમારના પિતા સાથે મારે મિત્રતા છે, પણ એ ચોર્યાશીના ફેરામાં પડવાની જરૂર નથી. એ લોકો તો આ સંસારના સુખ છાંડવાનું કહે છે, સ્વર્ગની લાલચ બતાવે છે. નરકની બીક બતાવે છે. હાથમાંનો કાળિયો છોડાવી પરભવમાં મળનાર એવામીઠાઈની વાત કરે છે. કાંઈક આતમા-આતમાં કરે છે, પણ હું તો એટલું સમજ્યો છું કે આંખે દેખાય એ સાચું. ખાધે ગળ્યો લાગે તે ગોળ હાથમાં રહેલો એક લાડવો, દૂર રહેલા દસ લાડવા કરતાં ઉત્તમ.' “પિતાજી, આપણે જીવનને સમજ્યા નથી, આપણે જે જીવન જીવીએ છીએ, તેમાં કેટલી અશાંતિ છે ! આપણે ત્યાં બધા પેટ ભરવામાં સમજે છે. એકબીજાને ઉપાડી જવામાં ધર્મ માને છે. સાચું તો બોલતા જ નથી. અને મોત આવે ત્યારે કેવા હાથપગ પછાડે છે? પિતાજી, હું તો એ અદ્ભુત ભૂમિ જોવો જવાનો.” નહીં, બેટા ! આપણા કોઈ પૂર્વજ ત્યાં ગયા નથી.' હું જઈશ.' તો આ રાજપાટથી હાથ ધોવા પડશે.' “પિતાજી, ભલે, પણ એક વખત તો એ ભૂમિમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36