Book Title: Jambuswami Acharya Ardrakumar
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 31
________________ આર્દ્રકુમાર પછી આર્દ્રમુનિએ અભયકુમારને કહ્યું: ‘હે મહાનુભાવ ! તમે જ મારા ગુરુ છો. તમે મારા પર મોટો ઉપકાર કર્યો છે. તમે મોકલેલી તીર્થંકરની પ્રતિમાથી જ મને જ્ઞાન થયું અને આર્યભૂમિમાં આવવાની પ્રબળ ઇચ્છા થઈ. એટલે એક વખત સહુથી છાનોમાનો અહીં નાસી આવ્યો. એ વખતે આપણે મળવાનું ઘણું મન હતું, પણ આ ભૂમિનો પ્રતાપ જ કાંઈ એવો કે મને વૈરાગ્ય થયો ને દીક્ષા લીધી. પછી શું બન્યું તે બધું આપને મેં કહ્યું છે.' અભયકુમા૨ને આ સાંભળી ખૂબ આનંદ થયો. છેવટે આર્દ્રકુમાર પોતાના જીવનને પૂરેપૂરું પવિત્ર બનાવી નિર્વાણ પામ્યા. Jain Education International For Personal & Private Use Only ૨૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36