Book Title: Jambuswami Acharya Ardrakumar
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
Catalog link: https://jainqq.org/explore/005438/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 'જૈન બાલગ્રંથાવલિ શ્રેણી - ૧ આચાર્ય શ્રી જંબુસ્વામી આદ્રકુમાર Ill! હOOOO VMV T જયભિખ Page #2 -------------------------------------------------------------------------- ________________ 1 ' જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ [કુલ પુસ્તક ૧૦] ૧. તીર્થંકર શ્રી ઋષભદેવ, ભરત – બાહુબલી ૨. તીર્થંકર શ્રી મહાવીર, તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ૩. આચાર્ય શ્રી જંબુસ્વામી, આર્દ્રકુમાર ૪. મહાસતી અંજના, સતી ચંદનબાળા ૫. કાન કઠિયારો, અક્ષયતૃતીયા, સત્યનો જય ૬. રાજા શ્રીપાળ, શેઠ જગડુશાહ ૭. મુનિશ્રી હરિકેશ, આચાર્ય શ્રી સ્થૂલિભદ્ર ૮. રાણી ચેલ્લણા, અમરકુમાર ૯. અર્જુનમાળી, ચંદનમલયાગિરિ ૧૦. મહારાજા કુમારપાળ, વસ્તુપાળ-તેજપાળ, મહાત્મા દૃઢપ્રહારી For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ જયભિખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ જૈન બાલગ્રંથાવલિઃ શ્રેણી ૧ - પુ.૩ આચાર્ય શ્રી જંબુસ્વામી આદ્રકુમાર સંપાદક જયભિખ્ખ , સાહિ. ભ ૯ Re શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Jain Balgranthavali Shreni-1 Ed. by Jaybhikhkhu Published by Jaybhikhkhu Sahitya Trust, Ahmedabad-380 007 આવૃત્તિ : જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ, ૨૦૦૮ ISBN : 978-81-89160-94-4 કિંમત : રૂ. ૧૫ ૧૦ પુસ્તિકાના સેટની કિંમત રૂ. ૧૫૦ પ્રકાશક કુમારપાળ દેસાઈ (માનદ્ મંત્રી) શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ, ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ મુખ્ય વિક્તા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ | ગૂર્જર એજન્સીઝ. ૫૧-૨, રમેશપાર્ક સોસાયટી, | રતનપોળ નાક સામે, ઉસ્માનપુરા, | ગાંધી માર્ગ, અમદાવાદ -૩૮૦૦૧૩ અમદાવાદ -૩૮૦ ૦૦૧ ફોન : ૨૭૫૫ ૧૭૦૩ ફોન : ૨૨૧૪ ૯૬૬૦ મુદ્રક ગ્નિા ગ્રાફિક્સ, નારણપુરા ગામ, અમદાવાદ-૩૮૦૦૧૩ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી જંબુસ્વામી સોળ વરસનો કેલૈયો કુંવર છે. તેમની હિંડોળાખાટે બેઠો છે. હાથમાં હીરની દોરી છે. કચૂડ કિચૂડ હીંચકા ખાય છે. એનું નામ જંબુ. ક્રોડાધિપતિ ઋષભદેવનો તે પુત્ર છે. તેની માતાનું નામ ધારિણી. એકનો એક પુત્ર છે. મોટી ઉંમરે થયેલો છે, એટલે લાડકોડમાં મણા રાખી નથી. એક નહીં, પણ આઠ આઠ કન્યાઓ સાથે થોડા વખત પહેલાં જ તેનું સગપણ થયું છે. એવામાં ત્યાં વનપાળે આવી વધામણી ખાધી, શેઠજી ! ભગવાન મહાવીરના પટધર સુધર્માસ્વામી વૈભારગિરિ ઉપર પધાર્યા છે. સમતાના સરોવર ને જ્ઞાનના સાગર ગુરુરાજની For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણી ૧૩ પધરામણીથી કોને આનંદ ન થાય? જંબુકુમારનું હૈયું હરખે ઊભરાયું. હિંડોળો બંધ રાખ્યો. ગુરુ આવ્યાની વધામણી બદલ ગળામાંથી મોતીની કંઠી કાઢી વનપાળને આપી. વનપાળ રાજી થઈ ચાલ્યો ગયો. જંબુકુમાર બોલ્યા : “સારથિ ! સારથિ ! રથ જોડ. વૈભારગિરિ પર ગુરુરાજ પધાર્યા છે. તેમનાં દર્શને જવું છે.” સુંદર રથ જોડાયો. ધોળા ઈંડા જેવા બે બળદ જોડ્યા. જંબુકુમાર વૈભારગિરિ તરફ ચાલ્યા. તે રાજગૃહીની તદ્દન નજીક એટલે થોડા વખતમાં ત્યાં પહોંચ્યા. સુધર્માસ્વામી પ્રભુ મહાવીરના ગણધર. આખા જૈન સંઘના તે વખતના નેતા. એમના ઉપદેશમાં અમૃતના વરસાદ સિવાય બીજું શું હોય? મોહમાયાના ત્યાગ સિવાય બીજું શું હોય? દેહનું સાર્થક કરવાની વાતો વિના શું હોય? જંબુકુમાર એમને વંદન કરી ઉપદેશ સાંભળવા લાગ્યા. જેમ જેમ ઉપદેશ સાંભળતા ગયા તેમ તેમ મન પલટાવા લાગ્યું. ઉપદેશ પૂરો થતાં તો જંબુકુમારનું હૈયું વૈરાગ્યથી ભરાઈ ગયુ. તે હાથ જોડીને બોલ્યા : “પ્રભુ ! મારે દીક્ષા લેવી છે. માતાપિતાની રજા લઈને આવું ત્યાં સુધી રોકાવા કૃપા કરો સુધર્માસ્વામીએ તે સ્વીકાર્યું. રથમાં બેસી જંબુકુમાર પાછા ફર્યા. જ્યાં નગરના દરવાજા For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી જંબુસ્વામી : .ن.ت. . ". પાસે આવ્યા ત્યાં લશ્કરની ઠઠ, હાથીઘોડા ને પાયદળનો પાર નહિ. આવી ભીડમાં તે શું જવાય ? આટલું લશ્કર પસાર થાય ત્યાં સુધી અહીં થોભાય પણ કેમ ? એટલે તે બીજા દરવાજે ચાલ્યા. બીજા દરવાજાની પાસે આવ્યા ત્યાં તો એક જબરદસ્ત લોઢાનો ગોળો ધબ લઈને પાસે પડ્યો. સિપાઈઓ લડાઈની તાલીમ લેતા હતા, ત્યાંથી તે આવ્યો હતો. આ જોઈ જંબુકુમાર વિચારવા લાગ્યા : “અહો ! આ લોઢાનો ગોળો મારા પર પડ્યો હોત તો શી વલે થાત? મનના વિચાર મનમાં જ રહેત ને હું મરણ પામત. માટે ચાલ અત્યારે જ ગુરુ આગળ જઈ પ્રતિજ્ઞા લઈ આવું.” તે સુધર્માસ્વામી આગળ આવ્યા. હાથ જોડીને બોલ્યા : સ્વામી ! જીવું ત્યાં સુધી બ્રહ્મચર્ય પાળવાનું વ્રત ઊચરાવો.' સુધર્માસ્વામીએ વ્રત આપ્યું. આ વ્રત લઈ મનમાં હરખ પામતા જંબુકુમાર ઘેર આવ્યા. માતાપિતા આગળ દીક્ષા લેવાની રજા માગી. માબાપ બોલ્યાં : “બેટા, ચારિત્ર લેવું ખૂબ દોહ્યલું છે. વ્રત ખાંડાની ધાર જેવું છે. તું તો હજી બાળારાજા કહેવાય. તારાથી સાધુનાં આકરાં વ્રતો કેમ પળાશે? વળી તું અમારે એકનો એક લાડકવાયો દીકરો છે. તારા વિના અમને ઘડીયે ગોઠે નહિ.' For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧- ૩ જંબુકુમાર બોલ્યા : “પૂજ્ય માતાપિતા ! ચારિત્ર બહુ દોહ્યલું છે એ વાત ખરી, પણ તેનાથી તો કાયર જ ડરે. હું તમારી કૂખે ઉપન્યો છું. વ્રત લઈને જીવ જતાં પણ ભાંગીશ નહિ.” માબાપ કહે, “પુત્ર ! જો તને સંજમ લેવાની ખૂબ ઇચ્છા હોય તો પણ અમારું માન રાખ. અમે પણ તારા વડીલો છીએ. તારા માટે જે કન્યાઓ અમે સ્વીકારી છે તેની સાથે લગ્ન કર. પછી તારી ઇચ્છા હોય તો સુખેથી દીક્ષા લેજે.' જંબુકુમારે કહ્યું : “આપની આજ્ઞા હું માથે ચડાવીશ, પણ પછી મને દીક્ષાથી આપ રોકશો નહિ.” માબાપે કહ્યું : “બહુ સારું.' ઋષભદત્તે આ કન્યાઓના પિતાને બોલાવ્યા અને કહ્યું : ‘અમારો જંબુ પરણીને તરત દીક્ષા લેવાનો છે. પરણે છે તે પણ અમારા આગ્રહથી જ. માટે આપને જે વિચાર કરવો હોય તે કરો. પાછળથી અમને કાંઈ કહેશો નહિ.” પોતાના પિતાને વિચારમાં પડેલા જોઈ તે કન્યાઓએ કહ્યું : “પિતાજી ! આપને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અમે તો જંબુકુમારને વરી ચૂકી છીએ. હવે જેમ તે કરશે તેમ અમે પણ કરીશું.” કન્યાઓનો આવો નિશ્ચય થયો એટલે સાત દિવસની For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ અન્ય આચાર્ય શ્રી જંબુસ્વામી અને વરધે લગ્ન છપાયાં. જંબુકુમારના વિવાહમાં શી મણા હોય ? વિશાળ મંડપ બંધાયો. તેને અનેક જાતનાં ચિત્રો ને તોરણ વગેરેથી શણગાર્યો. સાતમે દિવસ જંબુકુમાર ત્યાં ખૂબ ધામધૂમથી આઠે કન્યાઓને પરણ્યા. રાજગૃહી નગરીમાં આટલા ઠાઠથી બીજાં લગ્ન બહુ ઓછાં થયાં હશે. પરણ્યાની પહેલી જ રાત. જંબુકુમાર પોતાની સ્ત્રીઓ સાથે રંગશાળામાં બેઠા છે. રંગશાળનો ભપકો કીધો કહેવાય નહિ. ભલભલાનાં તે ચિત્ત ચળાવી દે. શું ત્યાંનાં ચિત્રો ! શું ત્યાંની મોજશોખની સામગ્રી ! જુવાન વય, રાત્રિનો એકાંત ને પોતાની પરણેલી જુવાન સ્ત્રીઓ પાસે પણ જંબુકુમારનું ચિત્ત ચળતું નથી. પાણીમાં કમળ રહે એમ રહે છે. * - રાજગૃહીથી થોડે છેટે એક મોટો વડલો છે. ઘનઘોર તેની છાયા છે. વડવાઈનો ત્યાં પાર નથી. તેની છાયામાં બરાબર સાંજ પડતાં એક પછી એક માણસો આવવા લાગ્યા. બધાએ બુકાનીઓ બાંધેલી. શરીર પર રાખોડી રંગનાં કપડાં ઓઢેલાં. આ બધામાં કદાવર કાયાનો એક જુવાન. કરડી તેની For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧. ૩ . . . . . . આંખો. વિકરાળ તેનું મોં. બધા માણસો ભેગા થયા એટલે તે બોલ્યો : “દોસ્તો ! આજ એક જબ્બર લાગ મળ્યો છે.” રાજગૃહીના નગરશેઠ ઋષભદત્તને ત્યાં લગ્ન છે. ઘણા શેઠ શાહુકાર ત્યાં એકઠા થયા છે. રોજ રોજ શા પાપના ધંધા કરવા ! આજે જો બરાબર હાથ પડી જાય તો જિંદગીભરનું દુઃખ ટળે, માટે આજે બરાબર તૈયાર રહેજો, બધા બોલ્યા : ‘તૈયાર છીએ ! તૈયાર છીએ !” આ બોલનારનું નામ પ્રભવ. મૂળ તો તે રાજાનો પુત્ર, પણ બાપે નાના ભાઈને ગાદી આપી એટલે રિસાઈને ઘેરથી ચાલી નીકળેલો. પછી ચડ્યો ચોરી ને લૂંટના રસ્તે. તે એટલો જબરો થયો કે તેનું નામ સાંભળતાં માણસોના હોશકોશ ઊડી જતા. એક એકને આંટે એવા પાંચસો ઝંઝાર જોધને એકઠા કર્યા. આવા પોતાના પાંચસો સાથીદારોને લઈ તૈયાર થયો. બરાબર અંધારું થતાં શહેરમાં દાખલ થયો, ને જંબુકુમારના મકાન આગળ આવ્યો. તેની પાસે બે વિદ્યાઓ હતી. એક ઊંઘ મૂકવાની ને બીજી ગમે તેવાં તાળાં ઉઘાડવાની. તેણે આવીને પોતાની વિદ્યાઓ અજમાવી. તરત જ બધાં ઊંઘમાં પડ્યાં. તિજોરીનાં તાળાં ટપોટપ ઊઘડવા લાગ્યાં. લૂંટારાઓએ તેમાંથી જોઈએ તેટલું ધન લઈ ગાંસડીઓ બાંધી. For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી જંબુસ્વામી . . . . . . જ્યાં તેઓ ગાંસડીઓ લઈ બહાર જવા જાય છે ત્યાં એકાએક થંભી ગયા. પ્રભવ ચારે તરફ જોવા લાગ્યો. આ શું? ત્યાં તેણે જંબુકુમારને જાગતો જોયો. તે ભારે વિચારમાં પડ્યો : અરે આને ઊંઘ કેમ નહિ ચડી હોય ! શું મારી વિદ્યા એળે ગઈ ! જંબુકુમારનું મન ઘણું મજબૂત હતું તેથી વિદ્યાની અસર ન થઈ. લૂંટારાઓ લૂંટ કરતા હતા ત્યારે તેઓ વિચારતા હતા : “મને ધન પર કાંઈ મમતા નથી, પણ જો આજે મોટી ચોરી થશે ને કાલે દીક્ષા લઈશ તો લોકો શું કહેશે ? ધન બધું ઊપડી ગયું એટલે લીધી દીક્ષા.' માટે આ લોકોને આમ ને આમ જવા તો ન જ દેવા. એથી એમણે પવિત્ર મંત્રનો જાપ કર્યો. લૂંટારા બધા થંભી ગયા. પ્રભવ ગભરાયો, હાથ જોડીને બોલ્યો : “શેઠજી, મને જીવતદાન દ્યો. મને અહીંથી પકડીને રાજદરબારમાં મોકલશો તો કોણિકરાજા ગરદન મારશે. લ્યો આપને હું બે વિદ્યા આપું, બદલામાં તમે મને જીવતદાન આપો ને એક સ્તંભના વિદ્યા (બધા અટકાવી રાખે તેવી) આપો.' જંબુ કહે, “અરે ભાઈ ! ગભરાઈશ નહિ. તને જીવતદાન છે. મારી પાસે વિદ્યા કાંઈ નથી. એક ધર્મરૂપી વિદ્યા છે, તે તને આપું.” એમ કહી પ્રભવને તેમણે ધર્મ સમજાવ્યો. પ્રભવને જિંદગીમાં આવી વાતો સાંભળવાનો પહેલો જ પ્રસંગ હતો. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧- ૩ પ્રભવે ધનની ગાંસડીઓ ઊતરાવી નાખી, ઊંઘ પાછી ખેંચી લીધી અને હાથ જોડી બોલ્યો, “જંબુકુમાર ! ધન્ય છે તમને કે ધનના ઢગલા છોડી, અપ્સરા જેવી સ્ત્રીઓ છોડી દીક્ષા લો છો. હું તો મહાપાપી છું. ધન મેળવવા નીચમાં નીચ ધંધા કરું છું, પણ આજે મને મારા જીવનનું ભાન થયું. સવારે હું પણ બધા મારા સાથીઓ સહિત તમારી સાથે દીક્ષા લઈશ.' આ વખતે બધી સ્ત્રીઓ જાગી ઊઠી હતી. તે જંબુકુમારને દીક્ષા ન લેવા સમજાવવા લાગી. - એક સ્ત્રી કહે, “સ્વામીનાથ ! આપ દીક્ષા લેવા તૈયાર થયા છો, પણ પાછળથી બક ખેડૂતની માફક પસ્તાશો.” પ્રભવ કહે, “બક ખેડૂતની શી વાત છે? તે મને જણાવો.” તે સ્ત્રીએ વાત કહી, “મારવાડમાં એક ખેડૂતે ધાન્યની ખેતી કરી. પાક બહુ સારો થયો. પછી એક વખત પોતાની દીકરીને ત્યાં ગયો. ત્યાં મળ્યા માલપૂડા. તે બહુ મીઠા લાગ્યા. એટલે પૂછયું, “આ વસ્તુ શી રીતે બને ?' જવાબ મળ્યો કે “ઘઉંનો લોટ ને ગોળ હોય તો બને.” તેણે ઘેર આવી ખેતરમાં થયેલું બધું ધાન્ય ઉખેડીને ઘઉં તથા શેરડી વાવ્યાં, પણ પાણી વિના બંને સુકાઈ ગયાં. મારવાડમાં તે એટલું પાણી ક્યાંથી મળે ? બિચારો તે ખૂબ પસ્તાયો. એ પ્રમાણે મળેલું ગુમાવીને, ન મળે એવા માટે મહેનત કરે તેને પસ્તાવાનો વખત આવે.” For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી જંબુસ્વામી આ સાંભળી જંબુકુમારે જવાબ આપ્યો : “હું પર્વતના વાનર જેવો નથી કે ભૂલ કરીને બંધનમાં સપડાઉં.' પ્રભવ કહે, “પર્વતના વાનરની શી વાત છે?” જંબુકુમાર કહે, “એ તો એક પર્વતમાં ઘરડો વાનર હતો. તે ઘણી વાનરીઓ સાથે રહેતો ને આનંદ કરતો, પણ એક દિવસ ત્યાં કોઈ જુવાન વાનર આવ્યો ને બંનેને લડાઈ થઈ. તેમાં ઘરડો વાનર હાર્યો ને નાઠો.” “બિચારાને જંગલમાં ફરતાં ખૂબ તરસ લાગી. એવામાં તેણે શીલારસ ઝરતો જોયો. તે સમજ્યો કે એ પાણી છે, એટલે તેમાં મોં નાખ્યું, પણ તે તો મોં સાથે ચોંટી ગયું. હવે શું કરવું ? પોતાનું મોટું ઉખાડવા બે હાથ પેલા રસ પર દાવ્યા અને મોં ખેંચવા લાગ્યો. એટલે મોં તો ઊખડ્યું નહિ, પણ હાથ ચોંટી ગયા. એ પ્રમાણે પગ મૂક્યો ને પગ પણ ચોંટી ગયા. એથી તે બિચારો દુઃખ ભોગવતો મરણ પામ્યો. આ પ્રમાણે બધા મોજશોખ શીલારસ જેવા છે. એટલે તેમાં ચોંટી જનાર જરૂર નાશ પામે છે.” આ વાત સાંભળી એક સ્ત્રીએ કહ્યું : “સ્વામીનાથ ! આપ આપનો લીધેલો વિચાર છોડતા નથી. પછી ગદ્ધાપૂંછ પકડનારની માફક દુઃખી થશો.' પ્રભવ કહે, “વળી ગદ્ધાપૂછ પકડનારની શી વાત છે ? For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧. ૩ તે સ્ત્રી બોલી: “એક ગામમાં એક બ્રાહ્મણનો પુત્ર હતો. તે ઘણો મૂર્ખ. તેને તેની માએ કહ્યું કે પકડેલું છોડી દેવું નહિ, એ પંડિતનું લક્ષણ છે. મૂર્નાએ પોતાની માનું વચન મનમાં પકડી રાખ્યું. એક દિવસ કોઈ કુંભારનો ગધેડો તેના ઘરમાંથી ભાગ્યો. કુંભાર તેની પછવાડે દોડ્યો. કુંભારે પેલા બ્રાહ્મણના છોકરાને કહ્યું કે અરે ! આ ગધેડાને પકડજો ! તે મૂર્માએ ગધેડાનું પૂછડું પકડ્યું. ગધેડો પગની લાતો મારવા લાગ્યો તો પણ તેણે પૂછડું મૂક્યું નહિ. એ જોઈ લોકો કહેવા લાગ્યા : અરે મૂર્ખ ! પૂછડું છોડી દે.' ત્યારે પેલા છોકરાએ કહ્યું : મારી માએ મને એવી શિખામણ આપી છે કે પકડેલું છોડવું નહિ.' આ પ્રમાણે તે મૂર્મો ખૂબ દુઃખ પામ્યો.' જંબુકુમાર આ સાંભળી બોલ્યા: “બરાબર, તમે બધી તે ગધેડા સમાન છો. તમને પકડી રાખવી એ ગદ્ધાપૂછ પકડી રાખવા બરાબર છે, પણ તમે કુળવાન થઈને આવું બોલો છો તે ઠીક નથી.' આ પ્રમાણે પોતાની સ્ત્રીઓ સાથે ઘણી વાતો થઈ. તેમાં જંબુકુમાર સફળ થયા. બધી સ્ત્રીઓ પણ તેમની સાથે દીક્ષા લેવા તૈયાર થઈ. વહાણું વાયું. જંબુકુમારે માબાપની આગળ રજા માગી. માબાપે વચન આપ્યું હતું એટલે તેમણે રજા આપી. પોતે પણ દીક્ષા લેવાને તૈયાર થયાં. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી જંબુસ્વામી - ૧૩ જંબુકુમારની સ્ત્રીઓ પોતપોતાનાં માબાપ પાસે ગઈ અને દીક્ષા લેવા માટે તેમની રજા લીધી. માબાપોએ તેમને રજા આપી. તે બધાં પણ દીક્ષા લેવા તૈયાર થયાં. રાજા કોણિકને ખબર પડી કે જંબુકુમાર દીક્ષા લે છે એટલે તેણે તેને ખૂબ સમજાવ્યો. પણ જંબુકુમાર પોતાના નિશ્ચયમાંથી ડગ્યા નહિ. પ્રભવ પણ પોતાના પાંચસો સાથીઓ સાથે દીક્ષા લેવાને તત્પર થયો. દીક્ષાનો મોટો ઓચ્છવ થયો. તેમાં જંબુકુમારે પાંચસો ને સત્તાવીસ જણ સાથે દીક્ષા લીધી. આવા ઓચ્છવો ધરતીના પડમાંયે બહુ ઓછા થયા હશે. જંબુકુમાર સોળ વરસની ઉંમરે સુધર્માસ્વામીના શિષ્ય થયા. સંજમ ને તપથી પોતાનાં મન, વચન ને કાયાને પવિત્ર કરવા લાગ્યા. ગુરુ આગળ તેમણે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો ને થોડા વખતમાં તો તે બધાં શાસ્ત્રોમાં પારંગત થયા. સુધર્માસ્વામીનું નિર્વાણ થતાં તેઓ તેમની પાટે આવ્યા. બધાં જૈન સંઘના આગેવાન થયા. તેમણે પ્રભુ મહાવીરના ઉપદેશનો ખૂબ પ્રચાર કર્યો. તપ ને ત્યાગનું વાતાવરણ ફેલાવ્યું. અનેકનાં કલ્યાણ કર્યા. જંબુસ્વામીને પોતાનું જીવન પૂરેપૂરું પવિત્ર થતાં કેવળજ્ઞાન થયું અને કેટલાંક વર્ષ પછી તેઓ નિર્વાણ પામ્યા. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૧.૩ هههههه કહેવાય છે કે જંબુસ્વામી આ કાળમાં છેલ્લા કેવળજ્ઞાની હતા. એમની પછી કોઈ કેવળજ્ઞાની થયું નથી. ધન્ય છે અઢળક રિદ્ધિસિદ્ધિ તથા ભોગવિલાસોને તજી સાચા સંત થનાર જંબુસ્વામીને ! For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ આદ્રકુમાર ચારે બાજુ સાગર ગરજે. વચ્ચે લીલુડો બેટ. તેનું નામ આદન. ત્યાં અનાર્ય લોકો વાસ કરે. નહીં તેમને ધર્મની ખબર. નહીં તેમને પ્રભુની ખબર, એ તો દિવસભર દરિયામાં ડુબકી મારે ને મોતી કાઢે. પરદેશના વેપારીઓ મોટાં વહાણો લઈને ત્યાં આવે. તેઓ આ મોતી લઈને બીજી વસ્તુઓ બદલામાં આપી જાય. આમ ત્યાં મોટો વેપાર ચાલે. આ દેશના રાજાનું નામ આદન. તેમને સાત ખોટનો એક દીકરો. તેનું નામ આર્ટ. રાજાને એ કુંવર જીવથી પણ વહાલો. એક વખત હિંદના કિનારેથી વહાણ આવ્યાં. મહામોંઘા માલ લાવ્યાં. શાલ ને દુશાલા, કશબી પીતાંબર ને અનેક જાતનાં કરિયાણાં. તેમાંથી સુંદર વસ્તુઓ રાજાને ભેટ મોકલી, રાજા કહે, “કયો તમારો દેશ? શું તમારા રાજાનું નામ ?” વેપારીઓ કહે, “હિંદુસ્તાનમાં મગધ નામનો અમારો For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૩ . . ن. ت .ن. દેશ.શ્રેણિક અમારા રાજાનું નામ.” આદન રાજા બોલી ઊઠ્યા: એ તો અમારા મિત્ર. લાંબા વખતના અમારા દોસ્ત. બધી રીતે એ કુશળ તો છે ને? વેપારી કહે, ‘હા મહારાજ ! પ્રભુની પરમ કૃપાથી એ કુશળ છે.” આદ્રકુમાર સભામાં બેઠા હતા. તેમણે વેપારીઓને પૂછયું ભલા વેપારીઓ ! એ રાજાને કુંવર છે કે ?” વેપારીઓ કહે, એમને ઘણા કુંવર છે. એકને જુઓ એકને ભૂલો. તેમાં અભયકુમાર બુદ્ધિનો ભંડાર છે, ગુણનો નિધાન છે. વળી રાજા શ્રેણિકના પાંચસો પ્રધાનોમાં તે વડો છે.' વાહ ! ત્યારે તો બહુ મજાની વાત. તેમને હું દોસ્ત બનાવીશ. શ્રેણિક મારા પિતાના દોસ્ત. અભયકુમાર મારા દોસ્ત :' આદન રાજા આ સાંભળી ખુશ થયા. કુંવરને આ વિચાર માટે શાબાશી આપી. આદ્રકુમાર કહે, ‘તમે બધા જાવ ત્યારે મારો સંદેશો લેતા જજો.’ વેપારીઓ માલ વેચી રહ્યા. નવો માલ ખરીદી રહ્યા. સ્વદેશ જવા તૈયાર થયા. આદ્રકુમાર પાસે મળવા આવ્યા. કુમારે મોતી ને પરવાળાંનો દાભડો તૈયાર કર્યો. પછી વેપારીઓને કહ્યું: ‘અભયકુમારને આ આપજો ને કહેજો કે આદ્રકુમાર તમારા મિત્ર થવા ઇચ્છે છે. મિત્રની આ નજીવી For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ આર્દ્રકુમાર ભેટ સ્વીકારશો.’ વેપારીઓ વિદાય થયા. * અભયકુમારને ભેટ પહોંચી છે. સંદેશો મળ્યો છે. તે વિચાર કરે છેઃ કયાં આદન ! ક્યાં ભરતભૂમિ! ક્યાં તે ! ક્યાં હું ! છતાં મારું નામ સાંભળીને તેણે આટલી કીમતી વસ્તુઓ ભેટ મોકલી ! ખરેખર ! તેને મારા પર પૂર્વભવનો સ્નેહ હોવો જોઈએ. આવા સાચા સ્નેહી માટે મારે શી ભેટ મોકલવી ? ધન અને અન્નની એને ત્યાં કમી નથી. કમી એક વાતની છે, ધર્મની. મારે તો કાંઈ એવી વસ્તુ મોકલવી કે જેથી તેના આત્માનું કલ્યાણ થાય. ૧૭ આમ વિચાર કરી તેણે એક અદ્ભુત કોતરણીવાળી સુખડની પેટી લીધી. તેની અંદર ભગવાન શ્રી રિખવદેવની મનોહારી મૂર્તિ મૂકી. ઘંટ, ધૂપદાન ને ઓરસિયો મૂક્યાં. સુખડ અને પૂજાનાં સાધન મૂક્યાં. પછી વેપારીઓને બોલાવ્યા. કહ્યું, ભાઈઓ. મારા તરફની પ્રેમ-ભેટ તરીકે આ પેટી આર્દ્રકુમારને આપજો અને કહેજો કે એકાંતમાં જઈને ઉઘાડે. તેમાંથી જે વસ્તુઓ નીકળે તે પોતે એકલા જ ધારી ધારીને જુએ.’ ‘જેવી આજ્ઞા’ કહી વેપા૨ીઓ વહાણ ભરી આદન બેટના રસ્તે પડ્યા. આદ્રકુમારને વેપારીઓએ જઈને પેટી આપી. ચંદનની સુવાસ ને ધૂપની ખુશબો મહેકી રહી હતી. એમ જ એ બધું For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૩ જોતાં સ૨લ સ્વભાવના આર્દ્રકુમારનું હૈયું મહેકી રહ્યું. અરે, ઠેઠ ભરતભૂમિથી મારે માટે ભેટ ! ચાલ, જાઉં એકાંતમાં, જોઉં તો ખરો કે કઈ અમૂલખ ચીજ એમાં છે. ૧૮ રાજમહેલના સુંદર ભાગમાં જઈને કુમારે પેટી ખોલી. નાની એવી ઘંટી મધુર સ્વરે રણઝણી રહી. કુમા૨ની સર્વ નસોમાં પણ કોઈ રણઝણાટ વ્યાપી રહ્યો. અંદરથી હળવે હાથે પ્રતિમાજીને બહાર કાઢ્યાં. અહાહા, કેવી સુંદર મુખમુદ્રા! હમણાં જાણે બોલી કે બોલશે ! કેવો શાંત ચહેરો, અરે, વેરીને પણ વહાલ આવે. દેહ પર કેવી કાન્તિ છે? નયનોમાં કેવી મીઠાશ છે ! અરે, આ કોણ હશે ને કોણ નહીં ! લાવ, તપાસ કરું. એણે વેપારીને કહેવરાવ્યું કે, ‘મારી પાસે એક મૂર્તિ છે. જે ઓળખતા હોય તે આવે, અને જે મને ઓળખાવશે એને ન્યાલ કરી દઈશ.' વેપારીઓએ માન્યું કે રાજાના કુંવરને વળી કેવી મૂર્તિ ને કેવી ઓળખાણ ? હશે કોઈ રાજકુંવરીની કે સુંદર કન્યાની છબી ! ઓળખાણ આપીશું, તો કહેશે, જાઓ લાવી દો ! અરે, વગર મફતની ઉપાધિ શા માટે માથે વહોરવી ! પણ એક વિવેકી વેપારી તૈયાર થયો. પહોંચ્યો રાજદરવાજે. કહો, ‘કુંવરજી, કોની ઓળખાણ પાળખાણ જોઈએ છે?” For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ આર્દ્રકુમાર આ મૂર્તિની ! અરે, એને નીરખું છું, ને મને કાંઈનું કાંઈ થઈ જાય છે. કોની છે એ મૂર્તિ ! કયા ગામનો એ રાજા છે ? શી છે એની ધનદોલત !' વિવેકી વેપા૨ી કહે : ‘વાહ કુંવરજી વાહ ! ધન્ય ભાગ્ય, ધન્ય ઘડી. તમારા દેશમાં કોઈ ધર્મ નહીં, કોઈ વ્રત નહીં, કોઈ ભગવાન નહીં : એટલે તમે શું જાણો ? તમને આ પૃથ્વી સિવાય બીજાની ખબર નથી. આ દેહ સિવાય બીજા દેહની ખબર નથી. તમારે ત્યાં પાપ-પુણ્યની વાતો કરીએ, તો લોક ગાંડામાં ગણે. ધર્મ અને ભગવાનમાં તો કોઈ ન સમજે !’ ૧૯ મને એ સમજાવો. ધર્મ એટલે શું ?’ પુણ્ય એટલે શું ? ભગવાન એટલે શું ?’ વેપારી કહે, “ભાઈ, એ તો ગોળ ખાવ તો જ ગળ્યો લાગે. ભરતભૂમિમાં આવો તો સમજાય. અરે, આ મૂર્તિ તો ભગવાન ઋષભદેવની છે. એમણે સહુ પહેલાં લોકોને ખેતી કરતાં શીખવ્યાં, ને માંસ ખાતાં બંધ કર્યાં. એમણે જ પહેલું લોકોમાં રાજતંત્ર પ્રસાર્યું. એમણે લગ્નપ્રથા સ્થાપી. આ બધું કરીને તેમણે લોકોને કહ્યું કે સાચું બોલો, કોઈની ચોરી ન કરો, કોઈ જીવને દુઃખ ન દો. સુખે જીવો ને કોઈના સુખમાં વિઘ્ન ન કરો. અને એટલું પણ નહીં, આ દેહમાં રહેલા આત્માને પિછાણો. તમારો દેહ મરે છે. આત્મા મરતો નથી, માટે દુઃખ સહન કરો, તો તમને આપોઆપ બીજાના સુખ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણી ૧- ૩ સુખ મળશે. સારું કરવું તેનું નામ પુણ્ય. ખોટું કરવું તેનું નામ પાપ !” પોતાના કાન વેપારી તરફ રાખીને, નેત્રો મૂર્તિ પર ઠેરવીને કુમાર ઊંડા વિચારમાં ઊતરી ગયો. એને કાંઈ યાદ આવી રહ્યું હતું. મન જાણે દરિયામાં ડૂબકી મારી રહ્યું હતું. એમ વિચાર કરતાં તો કુમાર બેભાન બની ગયો. કેટલીક પળો એમ ને એમ વીતી. થોડી વારે કુમારે આંખો ખોલી. એણે કહ્યું: “શું માણસને પૂર્વભવ હોતો હશે? અને એ એને આ ભવમાં યાદ આવતો હશે?” હા, ભાઈ ! આ આત્માએ તો અનેક ભવ કર્યા છે, ને હજી કરશે. અમારે ત્યાં કોઈને એવું જ્ઞાન થાય તો એ જાતિસ્મરણ જ્ઞાન કહેવાય છે. શું ભલા, તમને એ થયું છે? તો તો તમે ભારે પુણ્યાશાળી ને ભદ્રિક કહેવાવ.” “મને એ જ્ઞાન થયું છે. સાંભળો મારી વાત : પુરા કાળમાં મગધ દેશમાં વસતપુર નામે નગર હતું. ત્યાં એક સામાયિક નામનો કણબી હતો. તેને બંધુમતી નામે સુંદર ને કહ્યાગરી સ્ત્રી હતી. એક વખત બંનેને સંસારી જીવન પર વૈરાગ્ય થયો. તેમણે ઘર છોડી દીક્ષા લીધી. એક વખતની વાત છે. વિહાર કરતાં એક શહેરમાં તેઓ એકઠાં થયાં. બંધુમતીને જોતાં સામાયિકને પૂર્વનો સ્નેહ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ * * * * * * યાદ આવ્યો. તેની સાથે ફરી સંસારની વાંછા જાગી. તેણે તેના મનની આ વાત એક સાધુને કહી. તેણે એક સાધ્વીને કહી ને તે સાધ્વીએ બંધુમતીને કહી. આથી બંધુમતી ખેદ પામી, તે વિચારવા લાગી. જો મુનિ મારા પર મોહ પામી મર્યાદા તોડે તો જગતમાં ઊભા રહેવાનું ઠેકાણું ક્યાં ? હવે જો અહીંથી હું ચાલી જઈશ તો મારામાં મોહ પામીને એ મારી પાછળ આવશે. અહીં રહીશ તો વ્રત ભાંગશે. એટલે અણશણ કરીને પ્રાણ છોડી દેવા તે જ ઉત્તમ છે આમ વિચારી તેણે અણશણ કર્યું ને થોડા વખતમાં મરણ પામી. - “આથી સામાયિકને વિચાર થયો,” હા ! હું કેવો દુષ્ટ ! મારી સ્ત્રી મને બચાવવા મરણ પામી, ને હું જીવતો રહ્યો. તેણે પણ અણશણ કર્યું ને મરીને અનાર્ય દેશમાં ઉત્પન્ન થયો. તે જ હું આદ્રકુમાર.' ‘ભાઈ, તમે ભારે પુણ્યશાળી છો. અરે, ભગવાન ઋષભદેવ પછી તો તેવીસ તીર્થકર થઈ ગયા. સહુએ ભરતભૂમિને ધર્મ-કર્મથી પાવન કરી. આજે ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી પોતાની અમૃત વાણીથી પૃથ્વીને પવિત્ર કરતા વિચરી રહ્યા છે.' અરે, હું જરૂર એ પવિત્ર ભૂમિમાં આવીશ. અભયકુમાર, ધન્ય તારી ભેટ ! તેં મારો ભવ સુધાર્યો.' કુમાર રોજ પ્રતિમાજીને પૂજે છે. પૂજે છે તેમ ભરતભૂમિ For Personal & Private Use Only FOT Page #24 -------------------------------------------------------------------------- ________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૩ . . ن. ت .ن. જોવાનો ચાહ વધે છે. પિતાજીને એક દહાડો કહે છે: “પિતાજી, મારે એ પવિત્ર ભૂમિમાં જવું છે. એ મહાત્માઓનાં દર્શન કરવા છે.' “બેટા, એ અભયકુમારના પિતા સાથે મારે મિત્રતા છે, પણ એ ચોર્યાશીના ફેરામાં પડવાની જરૂર નથી. એ લોકો તો આ સંસારના સુખ છાંડવાનું કહે છે, સ્વર્ગની લાલચ બતાવે છે. નરકની બીક બતાવે છે. હાથમાંનો કાળિયો છોડાવી પરભવમાં મળનાર એવામીઠાઈની વાત કરે છે. કાંઈક આતમા-આતમાં કરે છે, પણ હું તો એટલું સમજ્યો છું કે આંખે દેખાય એ સાચું. ખાધે ગળ્યો લાગે તે ગોળ હાથમાં રહેલો એક લાડવો, દૂર રહેલા દસ લાડવા કરતાં ઉત્તમ.' “પિતાજી, આપણે જીવનને સમજ્યા નથી, આપણે જે જીવન જીવીએ છીએ, તેમાં કેટલી અશાંતિ છે ! આપણે ત્યાં બધા પેટ ભરવામાં સમજે છે. એકબીજાને ઉપાડી જવામાં ધર્મ માને છે. સાચું તો બોલતા જ નથી. અને મોત આવે ત્યારે કેવા હાથપગ પછાડે છે? પિતાજી, હું તો એ અદ્ભુત ભૂમિ જોવો જવાનો.” નહીં, બેટા ! આપણા કોઈ પૂર્વજ ત્યાં ગયા નથી.' હું જઈશ.' તો આ રાજપાટથી હાથ ધોવા પડશે.' “પિતાજી, ભલે, પણ એક વખત તો એ ભૂમિમાં For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ આર્દ્રકુમાર જવાનો !’ પણ પિતા માને ? એણે પુત્ર પર ચોકીપહેરો મૂક્યો. આર્દ્રકુમારે ખાવું-પીવું મૂકી દીધું. ખેલન કે સવારી છાંડી દીધી. એને તો એક જ રઢ લાગી. એક દિવસે આર્દ્રકુમારે રાજપાટ છોડી ધનદોલત મૂકી, પહેરેલે કપડે પ્રસ્થાન કર્યું. ભયંકર મુસીબતો વેઠતો, આખરે એ ભરતભૂમિ પર આવ્યો, આવીને એને પ્રણામ કર્યા. વાહ ભૂમિ વાહ ! ૨૩ તેનું હૈયું ભક્તિ ને વેરાગ્યથી ઊભરાવા લાગ્યું. તે બોલી ઊઠ્યો. અનેક મહાપુરુષોને જન્મ દેનારી હે ભૂમિ! તને મારા હજારો વંદન હો. હા ! આ ભૂમિ કેટલી પવિત્ર છે ! સંયમ ને તપથી પવિત્ર થયેલા અનેક મુનિરાજો અહીંયાં વિચરે છે. ધન્ય ઓ ભૂમિ! ધન્ય ઓ મહાત્માઓ ! પોતે ગુરુની શોધમાં નીકળ્યા, પણ એમ ગુરુ મળે ? આખરે પોતાના હાથે જ મુનિનો વેશ પહેરી લીધો. આર્દ્રકુમાર તપ સંયમનું આરાધન કરે છે. દુ:ખિયાંના દુઃખ હરે છે. મન, વચન, કાય પારકા કલ્યાણ માટે વાપરે છે. તેમના લાંબા વખતના દુઃખી મનને શાંતિ થઈ છે. તેઓ ફરતાં ફરતાં મગધ દેશના વસંતપુરમાં આવ્યા. ત્યાં એક મંદિરમાં ધ્યાન ધરી ઊભા. જોગાનુજોગની વાત ભારે છે. થોડી વારે શ્રીમતી નામે એક કન્યા દર્શને આવી. સાથે For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૩ • જાલાવલિ કેલી ; સાહેલીનું ટોળું. દર્શન કરીને મંડપમાં ફરવા લાગી. ત્યાં ધ્યાનમગ્ન મુનિ દેખ્યા. સહુએ તેમને ભક્તિથી વંદન કર્યું પણ શ્રીમીતીની આંખ તેમના પરથી ખસી શકી નહીં. જાણે પૂર્વ ભવના સ્નેહી મળ્યા હોય તેમ હૃદય તેમના તરફ ખેંચાવા લાગ્યું. આખા રસ્તે તેને આ મુનિના વિચારો આવ્યા. તેમની છબી જ તેના હૃદયમાં કોતરાઈ ગઈ. રાત્રી પડી. સૂવાનો સમય થયો, પણ આજે શ્રીમતીને ચેન પડ્યું નહીં. ખૂબ પડખાં ફેરવતાં ઘણા વખતે તે સૂઈ ગઈ, પણ સ્વપ્નમાં તે જ મૂર્તિ દેખાઈ. ઊંઘ પૂરી થઈ ને જાગી. સુંદર સ્વપ્ન ચાલ્યું ગયું, એટલે દિલગીર થઈ, પણ તે પોતે જ અહીં છે તો દિલગીરી શા માટે ? ચાલ તેમનાં ફરીથી દર્શન કરું. આ વિચાર આવતાં શ્રીમતી ચાલી. ધીમે ધીમે પો ફાટે છે. ઊગતા પ્રકાશમાં તે મંદિરમાં આવી ને આર્દમુનિના ચરણે પડી. આર્દમુનિએ આંખ ખોલીને જોયું તો એક નવજુવાન બાળા. ઘણા વખત સુધી કાબૂમાં રાખેલી આંખો આજે કાબૂમાં ન રહી. તેમણે ધાર્યું નહોતું કે સંયમમાં આવાં સંકટ આવશે. મહામહેનતે આંખને પાછી ખેંચી મનને કાબૂમાં રાખ્યું. અને નિશ્ચય કર્યો કે આ સ્થળે હવે રહેવું નહીં. તે તરત જ ત્યાંથી ચાલવા લાગ્યા. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ت ن .ن.ت.ث. શ્રીમતી ઊંડા વિચામાં પડી. તેણે મનમાં નિશ્ચય કર્યો, પરણું તો આ મુનિને જ પરણું. - શ્રીમતી પરણવાને યોગ્ય થઈ છે. તેના માટે ઘણાં ઘણાં મામાં આવે છે. તેના પિતાએ શ્રીમતીને પૂછયું, “શ્રીમતી ! આમાંથી તને કોણ પસંદ છે ?” શ્રીમતીએ જવાબ દીધો: “પિતાજી ! હું તો થોડા દિવસ પહેલાં અહીં આવેલા મુનિને મનથી વરી ચૂકી છું.' આ સાંભળી તેના પિતાએ કહ્યું: “બેટા ! તને આવો વિચાર ક્યાંથી સૂઝયો? શ્રીમતીએ કહ્યું : “પિતાજી! મેં જે વિચાર કર્યો છે તે બરાબર છે. એ મારા પરભવનો પ્રેમી લાગે છે. બીજી વાત ન બોલશો. મને દાનશાળા ખોલી દો, જેથી જતા-આવતા સાધુઓને જોઈ શકું.' તેના પિતાએ કહ્યું: “અહીંયાં જે કોઈ મુનિ આવે તેને તારા હાથે જ દાન દેવું.' - શ્રીમતી હવે પોતાના હાથે જ મુનિઓને દાન આપે છે. એમ કરતાં બાર વરસ વીતી ગયાં. આદ્રમુનિ ફરતાં ફરતાં વસંતપુર આવ્યા. ફરતાં ફરતાં તેઓ શ્રીમતીને ઘેર આવ્યા. એટલે શ્રીમતીએ ઓળખ્યા. “મારા હૃદયના નાથ આ જ મુનિરાજ.” For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૬ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૩ તેણે કહ્યું: “કૃપાળુ ! આપનાં દર્શનની આશાએ આજ સુધી જીવી છું. બાર બાર વરસનાં તપ આજે ફળ્યાં. ઘણી મહેનત આપ ફરીથી મળ્યા. શું હવે આપ મને છોડીને જશો ! જો આપ જશો તો હું આપઘાત કરીશ.' આદ્રમુનિ વિચારમાં પડી ગયા કેવું આશ્ચર્ય, કેવો નિર્મળ સ્નેહ ! બાર બાર વરસ મારા નામનો જપ કરતી આ બાળા બેસી રહી છે ! તેના અથાગ સ્નેહથી તેમનું હૃદય ખેંચાવા લાગ્યું. એવામાં શ્રીમતીના પિતા આવ્યા. તેણે બધી હકીકત જાણી એટલે મુનિને ખૂબ આગ્રહ કર્યો. આદ્રકુમારે વિચાર્યું : મારે ભોગ ભોગવવાના બાકી લાગે છે. નહીંતર આવો બનાવ ક્યાંથી બને ! આ શ્રીમતી એ જ મારી પૂર્વજન્મની પત્ની બંધુમતી ! આદ્રકુમાર ને શ્રીમતીનાં ઘડિયાં લગન લેવાયાં. સુખના દિવસો ઝટ ઝટ સરી જાય છે. શ્રીમતીને એક પુત્ર થયો છે. તે કાલુ કાલું બોલે છે. આદ્રકુમારે શ્રીમતીને કહ્યું: ‘પ્રિયા ! આ પુત્ર મોટો થયે તને મદદ કરશે. હું હવે દીક્ષા લઈશ.” શ્રીમતીએ તેનો જવાબ ન આપ્યો, પણ પોતાના પુત્રને તે હકીકત જણાવવા રેંટિયો લઈને બેઠી. રૂની પૂણી લઈ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ આર્દ્રકુમાર કાંતવા લાગી. આ જોઈ તેના નાનુડા બાળકે પૂછ્યું : “બા ! બા ! આ રેંટિયો કેમ ?' તેણે જવાબ આપ્યો : “બેટા ! તારા પિતા ઘર છોડી ચાલ્યા જવાના છે. એટલે આજથી મારે રેંટિયે જ બેસવાનું છે.” આ સાંભળી બાળક કાલીઘેલી વાણીમાં બોલ્યો પણ એમને હું બાંધી રાખીશ. પછી શી રીતે જશે?’ એમ કહી પાસે પડેલું કાચું સૂતર લીધું ને આર્દ્રકુમાર બેઠા હતા ત્યાં આવ્યો. તેમને તે સૂતર વીંટવા લાગ્યો. પછી શ્રીમતીને કહેવા લાગ્યોઃ “બા ! હવે મારા બાપાને બાંધી લીધા છે. જાઉં કેવી રીતે જાય છે?” આદ્રકુમાર પોતાના બાળકનું આ વર્તન જોઈ સ્નેહથી ભીંજાયા. તેમણે સૂતરના આંટા ગણ્યા તો બાર થયા, એટલે બીજા બાર વર્ષ સુધી સંસારમાં રહેવા વિચાર કર્યો. સ્નેહના તાંતણે આદ્રકુમાર બીજા બાર વરસ બંધાઈ ગયા. ખરેખર! સ્નેહના તાંતણામાં અજબ શક્તિ છે. બાર વરસ જોતજોતામાં વીતી ગયાં. આદ્રકુમારે શ્રીમતીને સમજાવી દીક્ષા લીધી. વાદળું દૂર જતાં જેમ સૂરજ ફરી પ્રકાશે તેમ તેમનો વૈરાગ્ય ફરી પ્રકાશવા લાગ્યો. તે તપ, ત્યાગ ને સંયમની મૂર્તિ બન્યા. એક વખત તેઓ તાપસીના આશ્રમે ગયા. ત્યાં સહુ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૩ તેમને ભક્તિભાવથી વંદન કરવા લાગ્યા. એટલામા હાય બાપ રે, ગાંડો હાથી ! સાંકળેથી છૂટ્યો છે. નક્કી સત્યાનાશ વળી જશે' એમ બૂમ પડી. બધા તો નાઠા. ભયંકર ભૈરવશો હાથી આર્દ્રમુનિ તરફ ધસ્યો. મુનિ તો શાંત ઊભા હતા, ન હલ્યા કે ચલ્યા. હાથ લાંબો કરી ઊલટો હાથીને પ્રેમથી બોલાવ્યો. તરત આગ જેવો હાથી શાંત બની ગયો. લોકો તો મહામુનિ આર્દ્રની જય બોલાવવા લાગ્યા. ૨૮ મુનિરાજ વિહાર કરતાં રાજગૃહી આવ્યા. ભગવાન મહાવીર ત્યાં બિરાજતા હતા. વર્ષોનાં દર્શનના મનોરથ એ દિવસે સફળ થયા. એ પરિષદામાં મગધના રાજવી શ્રેણિક અને મહામંત્રી અભયકુમાર પધાર્યા. ઉપદેશના અંતે તેઓએ આર્દ્રમુનિને જોયા. ગાંડા હાથીને નાથ્યાની વાત તેમણે સાંભળી હતી, તેઓએ મુનિને વંદ્યા ને પૂછ્યું કે ‘મુનિરાજ, લોઢાની સાંકળો તોડી નાખનાર હાથીને આપે શી રીતે નાથ્યો ?’ મહાનુભાવો, લોઢાની સાંકળો તોડવી સહેલ છે : પણ સ્નેહના કાચા સૂતરના તાંતણાને તોડવો મુશ્કેલ છે. પ્રેમ એક ભારે શક્તિશાળી વસ્તુ છે, સાચો પ્રેમ જોઈએ.' એ કેવી રીતે?” મુનિરાજે પોતાની વાત વિસ્તારીને કહી. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ આર્દ્રકુમાર પછી આર્દ્રમુનિએ અભયકુમારને કહ્યું: ‘હે મહાનુભાવ ! તમે જ મારા ગુરુ છો. તમે મારા પર મોટો ઉપકાર કર્યો છે. તમે મોકલેલી તીર્થંકરની પ્રતિમાથી જ મને જ્ઞાન થયું અને આર્યભૂમિમાં આવવાની પ્રબળ ઇચ્છા થઈ. એટલે એક વખત સહુથી છાનોમાનો અહીં નાસી આવ્યો. એ વખતે આપણે મળવાનું ઘણું મન હતું, પણ આ ભૂમિનો પ્રતાપ જ કાંઈ એવો કે મને વૈરાગ્ય થયો ને દીક્ષા લીધી. પછી શું બન્યું તે બધું આપને મેં કહ્યું છે.' અભયકુમા૨ને આ સાંભળી ખૂબ આનંદ થયો. છેવટે આર્દ્રકુમાર પોતાના જીવનને પૂરેપૂરું પવિત્ર બનાવી નિર્વાણ પામ્યા. For Personal & Private Use Only ૨૯ Page #32 -------------------------------------------------------------------------- ________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણી:૧.૩ * * જૈન ધર્મ વિશે મહાનુભાવો પહેલાં હું માનતો હતો કે મારા વિરોધીઓમાં અજ્ઞાન છે હવે આજે હું વિરોધીઓની નજરે પણ જોઈ શકું છું. મારો અનેકાંતવાદ – સત્ય અને અહિંસા – આ દ્ધિ-સિદ્ધાંતોનું પરિણામ છે. મહાત્મા ગાંધીજી ભગવાન મહાવીરની અહિંસાની છાપ બ્રાહ્મણ ધર્મ પર પડી. આજકાલ યજ્ઞોમાં પશુબલિ નથી ધરાવાતા. બ્રાહ્મણ ધર્મમાં માંસ-મદિરાનું સેવન બંધ થઈ ગયું. આ જૈન ધર્મનો જ પ્રભાવ છે. લોકમાન્ય ટિળક જૈન ધર્મનું ક્ષેત્ર વિશાળ છે, પ્રાણીમાત્રને સમાન હક્ક છે, એવી તેમાં વિરલ ભાવના છે. રાજા-મહારાજાથી માંડીને એક સામાન્ય વ્યક્તિ પણ જૈન ધર્મ અંગીકાર કરી શકે છે. ભગવાન મહાવીરે વિશ્વને અહિંસાનો અમૂલ્ય સિદ્ધાંત આપ્યો છે. અહિંસામાં અપ્રતિમ શક્તિ રહેલી છે. આજના સમયમાં માનવતાની રક્ષાને માટે ભગવાન મહાવીરના ઉપદેશોનું પાલન કરવું અત્યંત હિતાવહ છે.. - જવાહરલાલ નહેરુ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ વિશે મહાનુભાવો ૩૧ .ت .ت.ت. .ت. ભગવાન મહાવીરે બુલંદ અવાજે એવો સંદેશો ફેલાવ્યો કે ધર્મ માત્ર સામાજિક રૂઢિઓનું પાલન કરવાથી નહીં, પરંતુ સત્યમાર્ગનો આશ્રય લેવાથી પ્રાપ્ત થાય છે. ધર્મમાં મનુષ્ય-મનુષ્ય વચ્ચે કોઈ સ્થાયી ભેદભાવ ન રાખી શકાય. જોતાં આશ્ચર્ય થાય છે કે ભગવાન મહાવીરના આ ઉપદેશે સમાજમાં ઘર કરી ગયેલી આ ભેદરેખાને ઘણી જ ત્વરિતતાથી નષ્ટ કરી નાખી; અને સમગ્ર દેશને પોતાને વશ કરી લીધો, જીતી લીધો. કવિવર રવીન્દ્રનાથ ટાગોર ભગવાન મહાવીરને “જિન” અર્થાત્ વિજેતાનું પદ પ્રાપ્ત થયું હતું. એ માટે તેઓએ ન તો કોઈ દેશ જીત્યો હતો કે ન તો કોઈ યુદ્ધ લડ્યા હતા, પરંતુ તેઓએ પોતાની આંતરવૃત્તિઓ સાથે સંગ્રામ ખેલી પોતાની જાત ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. ભગવાન મહાવીર આપણી સામે એક એવા આદર્શરૂપે છે, જેમણે સંસારના બધા પદાર્થોનો પરિત્યાગ કરી ભૌતિક બંધનોથી છુટકારો મેળવ્યો. આ રીતે, તેઓ આત્મતત્ત્વના ઉત્કર્ષ માટેનો અનુભવ મેળવવામાં વિજયી બન્યા હતા. For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૨ આ દેશ, તેમના ઇતિહાસના પ્રારંભથી આજ સુધી આ આદર્શ પર ખડો છે. જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૩ સર્વપલ્લી ડૉ. રાધાકૃષ્ણન્ લાંચ-રુશ્વત, અપ્રામાણિકતા અને અત્યાચાર જરૂર દૂર થઈ શકે, જો આપણે ભગવાન મહાવીરના મહાન અને પ્રભાવશાળી સિદ્ધાંતોનું પાલન કરીએ. ભગવાન મહાવીરે કહ્યું છે તેમ આપણા બધા દોષો અને નબળાઈઓને દૂર કરીએ, તો સમસ્ત જગત આપોઆપ સુધરી જાય. લાલબહાદુર શાસ્ત્રી આજથી અઢી હજાર વર્ષ પૂર્વે અનેકાંતવાદનો જે ઉપદેશ ભગવાન મહાવીરે આપ્યો હતો, તેનો સ્વીકાર આજના રાજકીય નેતાઓ કરે તો દુનિયામાં અવશ્ય શાંતિ સ્થાપી શકાય તેમ છે. આપણે પોતાના માટે એક વાત વિચારીએ અને અન્યના માટે બીજી વિચારીએ તો તેમાં પાપ છે. ભગવાન મહાવીરને લોકો સમજે, તેઓનો દૃષ્ટિકોણ સ્વીકારી પ્રચાર કરે તો વિશ્વમાં સદ્ભાવના વધે, શાંતિ પ્રવર્તે એમ હું માનું છું. રાષ્ટ્રકવિ દિનકરજી For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Jumpse જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ [કુલ પુસ્તક ૧૦] ૧. તીર્થંકર શ્રી શાંતિનાથ, તીર્થંકર શ્રી મલ્લિનાથ ૨. શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી સિદ્ધસેન દિવાકર ૩. રાજર્ષિ પ્રસન્નચંદ્ર, મહામંત્રી અભયકુમા૨ ૪. મહાસતી સીતા, સતી મૃગાવતી ૫. શ્રેણિક બિંબિસાર, જ્ઞાનપંચમી ૬. ખેમો દેદરાણી, વીર ભામાશા ૭. શ્રી નંદિષણ, જૈન સાહિત્યની ડાયરી ૮. મયણરેખા, ઇલાચીકુમાર, ધન્ય અહિંસા ૯. ચક્રવર્તી સનતકુમા૨, વી૨ ધન્નો ૧૦. મંત્રી વિમળશાહ, મહામંત્રી ઉદયન ** જે For Personal & Private Use Only ક Page #36 -------------------------------------------------------------------------- ________________ પછી જ अमोसिद्धा णमोआयरिया नारयाण Tનો વV//> ચરિત્ર ચારિત્ર્યને ધડ છે. એને લક્ષમાં રાખીને જૈન ધર્મના મહાન તીર્થકરો, પ્રતાપી વીરપુરુષો અને દાનવીરોના ચરિત્રોનું અહીં સંક્ષિપ્તમાં પ્રેરક આલેખન કરવામાં આવ્યું છે. એક આખી પેઢીના ધર્મસંસ્કારોનું ઘડતર કરનારી જૈન બાલગ્રંથાવલિ આજે પણ એટલી જ પ્રેરક અને પ્રભાવક લાગે છે. સતી સ્ત્રીઓ અને પાવન પર્વોનો પણ આમાંથી પરિચય મળે છે. એમાંથી મળતો નીતિ, સદાચાર અને સંસ્કારનો બોધ બાદળ દ્રોના જીવનમાં piz Serving Jinshasan