________________
આચાર્ય શ્રી જંબુસ્વામી
આ સાંભળી જંબુકુમારે જવાબ આપ્યો : “હું પર્વતના વાનર જેવો નથી કે ભૂલ કરીને બંધનમાં સપડાઉં.'
પ્રભવ કહે, “પર્વતના વાનરની શી વાત છે?”
જંબુકુમાર કહે, “એ તો એક પર્વતમાં ઘરડો વાનર હતો. તે ઘણી વાનરીઓ સાથે રહેતો ને આનંદ કરતો, પણ એક દિવસ ત્યાં કોઈ જુવાન વાનર આવ્યો ને બંનેને લડાઈ થઈ. તેમાં ઘરડો વાનર હાર્યો ને નાઠો.”
“બિચારાને જંગલમાં ફરતાં ખૂબ તરસ લાગી. એવામાં તેણે શીલારસ ઝરતો જોયો. તે સમજ્યો કે એ પાણી છે, એટલે તેમાં મોં નાખ્યું, પણ તે તો મોં સાથે ચોંટી ગયું. હવે શું કરવું ? પોતાનું મોટું ઉખાડવા બે હાથ પેલા રસ પર દાવ્યા અને મોં ખેંચવા લાગ્યો. એટલે મોં તો ઊખડ્યું નહિ, પણ હાથ ચોંટી ગયા. એ પ્રમાણે પગ મૂક્યો ને પગ પણ ચોંટી ગયા. એથી તે બિચારો દુઃખ ભોગવતો મરણ પામ્યો. આ પ્રમાણે બધા મોજશોખ શીલારસ જેવા છે. એટલે તેમાં ચોંટી જનાર જરૂર નાશ પામે છે.”
આ વાત સાંભળી એક સ્ત્રીએ કહ્યું : “સ્વામીનાથ ! આપ આપનો લીધેલો વિચાર છોડતા નથી. પછી ગદ્ધાપૂંછ પકડનારની માફક દુઃખી થશો.'
પ્રભવ કહે, “વળી ગદ્ધાપૂછ પકડનારની શી વાત છે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org