________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧. ૩
તે સ્ત્રી બોલી: “એક ગામમાં એક બ્રાહ્મણનો પુત્ર હતો. તે ઘણો મૂર્ખ. તેને તેની માએ કહ્યું કે પકડેલું છોડી દેવું નહિ, એ પંડિતનું લક્ષણ છે. મૂર્નાએ પોતાની માનું વચન મનમાં પકડી રાખ્યું. એક દિવસ કોઈ કુંભારનો ગધેડો તેના ઘરમાંથી ભાગ્યો. કુંભાર તેની પછવાડે દોડ્યો. કુંભારે પેલા બ્રાહ્મણના છોકરાને કહ્યું કે અરે ! આ ગધેડાને પકડજો ! તે મૂર્માએ ગધેડાનું પૂછડું પકડ્યું. ગધેડો પગની લાતો મારવા લાગ્યો તો પણ તેણે પૂછડું મૂક્યું નહિ. એ જોઈ લોકો કહેવા લાગ્યા : અરે મૂર્ખ ! પૂછડું છોડી દે.' ત્યારે પેલા છોકરાએ કહ્યું : મારી માએ મને એવી શિખામણ આપી છે કે પકડેલું છોડવું નહિ.' આ પ્રમાણે તે મૂર્મો ખૂબ દુઃખ પામ્યો.'
જંબુકુમાર આ સાંભળી બોલ્યા: “બરાબર, તમે બધી તે ગધેડા સમાન છો. તમને પકડી રાખવી એ ગદ્ધાપૂછ પકડી રાખવા બરાબર છે, પણ તમે કુળવાન થઈને આવું બોલો છો તે ઠીક નથી.'
આ પ્રમાણે પોતાની સ્ત્રીઓ સાથે ઘણી વાતો થઈ. તેમાં જંબુકુમાર સફળ થયા. બધી સ્ત્રીઓ પણ તેમની સાથે દીક્ષા લેવા તૈયાર થઈ.
વહાણું વાયું. જંબુકુમારે માબાપની આગળ રજા માગી. માબાપે વચન આપ્યું હતું એટલે તેમણે રજા આપી. પોતે પણ દીક્ષા લેવાને તૈયાર થયાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org