________________
* * * * * * યાદ આવ્યો. તેની સાથે ફરી સંસારની વાંછા જાગી. તેણે તેના મનની આ વાત એક સાધુને કહી. તેણે એક સાધ્વીને કહી ને તે સાધ્વીએ બંધુમતીને કહી. આથી બંધુમતી ખેદ પામી, તે વિચારવા લાગી. જો મુનિ મારા પર મોહ પામી મર્યાદા તોડે તો જગતમાં ઊભા રહેવાનું ઠેકાણું ક્યાં ? હવે જો અહીંથી હું ચાલી જઈશ તો મારામાં મોહ પામીને એ મારી પાછળ આવશે. અહીં રહીશ તો વ્રત ભાંગશે. એટલે અણશણ કરીને પ્રાણ છોડી દેવા તે જ ઉત્તમ છે આમ વિચારી તેણે અણશણ કર્યું ને થોડા વખતમાં મરણ પામી. - “આથી સામાયિકને વિચાર થયો,” હા ! હું કેવો દુષ્ટ ! મારી સ્ત્રી મને બચાવવા મરણ પામી, ને હું જીવતો રહ્યો. તેણે પણ અણશણ કર્યું ને મરીને અનાર્ય દેશમાં ઉત્પન્ન થયો. તે જ હું આદ્રકુમાર.'
‘ભાઈ, તમે ભારે પુણ્યશાળી છો. અરે, ભગવાન ઋષભદેવ પછી તો તેવીસ તીર્થકર થઈ ગયા. સહુએ ભરતભૂમિને ધર્મ-કર્મથી પાવન કરી. આજે ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી પોતાની અમૃત વાણીથી પૃથ્વીને પવિત્ર કરતા વિચરી રહ્યા છે.'
અરે, હું જરૂર એ પવિત્ર ભૂમિમાં આવીશ. અભયકુમાર, ધન્ય તારી ભેટ ! તેં મારો ભવ સુધાર્યો.'
કુમાર રોજ પ્રતિમાજીને પૂજે છે. પૂજે છે તેમ ભરતભૂમિ
Jain Education International
For Personal & Private Use Only
FOT
www.jainelibrary.org