________________
આર્દ્રકુમાર
કાંતવા લાગી. આ જોઈ તેના નાનુડા બાળકે પૂછ્યું : “બા ! બા ! આ રેંટિયો કેમ ?'
તેણે જવાબ આપ્યો : “બેટા ! તારા પિતા ઘર છોડી ચાલ્યા જવાના છે. એટલે આજથી મારે રેંટિયે જ બેસવાનું છે.”
આ સાંભળી બાળક કાલીઘેલી વાણીમાં બોલ્યો પણ એમને હું બાંધી રાખીશ. પછી શી રીતે જશે?’ એમ કહી પાસે પડેલું કાચું સૂતર લીધું ને આર્દ્રકુમાર બેઠા હતા ત્યાં આવ્યો. તેમને તે સૂતર વીંટવા લાગ્યો. પછી શ્રીમતીને કહેવા લાગ્યોઃ “બા ! હવે મારા બાપાને બાંધી લીધા છે. જાઉં કેવી રીતે જાય છે?” આદ્રકુમાર પોતાના બાળકનું આ વર્તન જોઈ સ્નેહથી ભીંજાયા.
તેમણે સૂતરના આંટા ગણ્યા તો બાર થયા, એટલે બીજા બાર વર્ષ સુધી સંસારમાં રહેવા વિચાર કર્યો. સ્નેહના તાંતણે આદ્રકુમાર બીજા બાર વરસ બંધાઈ ગયા. ખરેખર! સ્નેહના તાંતણામાં અજબ શક્તિ છે.
બાર વરસ જોતજોતામાં વીતી ગયાં. આદ્રકુમારે શ્રીમતીને સમજાવી દીક્ષા લીધી. વાદળું દૂર જતાં જેમ સૂરજ ફરી પ્રકાશે તેમ તેમનો વૈરાગ્ય ફરી પ્રકાશવા લાગ્યો. તે તપ, ત્યાગ ને સંયમની મૂર્તિ બન્યા.
એક વખત તેઓ તાપસીના આશ્રમે ગયા. ત્યાં સહુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org