________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૩
તેમને ભક્તિભાવથી વંદન કરવા લાગ્યા. એટલામા હાય બાપ રે, ગાંડો હાથી ! સાંકળેથી છૂટ્યો છે. નક્કી સત્યાનાશ વળી જશે' એમ બૂમ પડી. બધા તો નાઠા. ભયંકર ભૈરવશો હાથી આર્દ્રમુનિ તરફ ધસ્યો. મુનિ તો શાંત ઊભા હતા, ન હલ્યા કે ચલ્યા. હાથ લાંબો કરી ઊલટો હાથીને પ્રેમથી બોલાવ્યો. તરત આગ જેવો હાથી શાંત બની ગયો. લોકો તો મહામુનિ આર્દ્રની જય બોલાવવા લાગ્યા.
૨૮
મુનિરાજ વિહાર કરતાં રાજગૃહી આવ્યા. ભગવાન મહાવીર ત્યાં બિરાજતા હતા. વર્ષોનાં દર્શનના મનોરથ એ દિવસે સફળ થયા.
એ પરિષદામાં મગધના રાજવી શ્રેણિક અને મહામંત્રી અભયકુમાર પધાર્યા. ઉપદેશના અંતે તેઓએ આર્દ્રમુનિને જોયા. ગાંડા હાથીને નાથ્યાની વાત તેમણે સાંભળી હતી, તેઓએ મુનિને વંદ્યા ને પૂછ્યું કે ‘મુનિરાજ, લોઢાની સાંકળો તોડી નાખનાર હાથીને આપે શી રીતે નાથ્યો ?’
મહાનુભાવો, લોઢાની સાંકળો તોડવી સહેલ છે : પણ સ્નેહના કાચા સૂતરના તાંતણાને તોડવો મુશ્કેલ છે. પ્રેમ એક ભારે શક્તિશાળી વસ્તુ છે, સાચો પ્રેમ જોઈએ.'
એ કેવી રીતે?”
મુનિરાજે પોતાની વાત વિસ્તારીને કહી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org