________________
આદ્રકુમાર
ચારે બાજુ સાગર ગરજે. વચ્ચે લીલુડો બેટ. તેનું નામ આદન. ત્યાં અનાર્ય લોકો વાસ કરે. નહીં તેમને ધર્મની ખબર. નહીં તેમને પ્રભુની ખબર, એ તો દિવસભર દરિયામાં ડુબકી મારે ને મોતી કાઢે. પરદેશના વેપારીઓ મોટાં વહાણો લઈને ત્યાં આવે. તેઓ આ મોતી લઈને બીજી વસ્તુઓ બદલામાં આપી જાય. આમ ત્યાં મોટો વેપાર ચાલે.
આ દેશના રાજાનું નામ આદન. તેમને સાત ખોટનો એક દીકરો. તેનું નામ આર્ટ. રાજાને એ કુંવર જીવથી પણ વહાલો.
એક વખત હિંદના કિનારેથી વહાણ આવ્યાં. મહામોંઘા માલ લાવ્યાં. શાલ ને દુશાલા, કશબી પીતાંબર ને અનેક જાતનાં કરિયાણાં. તેમાંથી સુંદર વસ્તુઓ રાજાને ભેટ મોકલી, રાજા કહે, “કયો તમારો દેશ? શું તમારા રાજાનું નામ ?”
વેપારીઓ કહે, “હિંદુસ્તાનમાં મગધ નામનો અમારો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org