Book Title: Jambuswami Acharya Ardrakumar
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 28
________________ ૨૬ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૩ તેણે કહ્યું: “કૃપાળુ ! આપનાં દર્શનની આશાએ આજ સુધી જીવી છું. બાર બાર વરસનાં તપ આજે ફળ્યાં. ઘણી મહેનત આપ ફરીથી મળ્યા. શું હવે આપ મને છોડીને જશો ! જો આપ જશો તો હું આપઘાત કરીશ.' આદ્રમુનિ વિચારમાં પડી ગયા કેવું આશ્ચર્ય, કેવો નિર્મળ સ્નેહ ! બાર બાર વરસ મારા નામનો જપ કરતી આ બાળા બેસી રહી છે ! તેના અથાગ સ્નેહથી તેમનું હૃદય ખેંચાવા લાગ્યું. એવામાં શ્રીમતીના પિતા આવ્યા. તેણે બધી હકીકત જાણી એટલે મુનિને ખૂબ આગ્રહ કર્યો. આદ્રકુમારે વિચાર્યું : મારે ભોગ ભોગવવાના બાકી લાગે છે. નહીંતર આવો બનાવ ક્યાંથી બને ! આ શ્રીમતી એ જ મારી પૂર્વજન્મની પત્ની બંધુમતી ! આદ્રકુમાર ને શ્રીમતીનાં ઘડિયાં લગન લેવાયાં. સુખના દિવસો ઝટ ઝટ સરી જાય છે. શ્રીમતીને એક પુત્ર થયો છે. તે કાલુ કાલું બોલે છે. આદ્રકુમારે શ્રીમતીને કહ્યું: ‘પ્રિયા ! આ પુત્ર મોટો થયે તને મદદ કરશે. હું હવે દીક્ષા લઈશ.” શ્રીમતીએ તેનો જવાબ ન આપ્યો, પણ પોતાના પુત્રને તે હકીકત જણાવવા રેંટિયો લઈને બેઠી. રૂની પૂણી લઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36