Book Title: Jambuswami Acharya Ardrakumar
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 27
________________ ت ن .ن.ت.ث. શ્રીમતી ઊંડા વિચામાં પડી. તેણે મનમાં નિશ્ચય કર્યો, પરણું તો આ મુનિને જ પરણું. - શ્રીમતી પરણવાને યોગ્ય થઈ છે. તેના માટે ઘણાં ઘણાં મામાં આવે છે. તેના પિતાએ શ્રીમતીને પૂછયું, “શ્રીમતી ! આમાંથી તને કોણ પસંદ છે ?” શ્રીમતીએ જવાબ દીધો: “પિતાજી ! હું તો થોડા દિવસ પહેલાં અહીં આવેલા મુનિને મનથી વરી ચૂકી છું.' આ સાંભળી તેના પિતાએ કહ્યું: “બેટા ! તને આવો વિચાર ક્યાંથી સૂઝયો? શ્રીમતીએ કહ્યું : “પિતાજી! મેં જે વિચાર કર્યો છે તે બરાબર છે. એ મારા પરભવનો પ્રેમી લાગે છે. બીજી વાત ન બોલશો. મને દાનશાળા ખોલી દો, જેથી જતા-આવતા સાધુઓને જોઈ શકું.' તેના પિતાએ કહ્યું: “અહીંયાં જે કોઈ મુનિ આવે તેને તારા હાથે જ દાન દેવું.' - શ્રીમતી હવે પોતાના હાથે જ મુનિઓને દાન આપે છે. એમ કરતાં બાર વરસ વીતી ગયાં. આદ્રમુનિ ફરતાં ફરતાં વસંતપુર આવ્યા. ફરતાં ફરતાં તેઓ શ્રીમતીને ઘેર આવ્યા. એટલે શ્રીમતીએ ઓળખ્યા. “મારા હૃદયના નાથ આ જ મુનિરાજ.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36