Book Title: Jambuswami Acharya Ardrakumar
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 25
________________ આર્દ્રકુમાર જવાનો !’ પણ પિતા માને ? એણે પુત્ર પર ચોકીપહેરો મૂક્યો. આર્દ્રકુમારે ખાવું-પીવું મૂકી દીધું. ખેલન કે સવારી છાંડી દીધી. એને તો એક જ રઢ લાગી. એક દિવસે આર્દ્રકુમારે રાજપાટ છોડી ધનદોલત મૂકી, પહેરેલે કપડે પ્રસ્થાન કર્યું. ભયંકર મુસીબતો વેઠતો, આખરે એ ભરતભૂમિ પર આવ્યો, આવીને એને પ્રણામ કર્યા. વાહ ભૂમિ વાહ ! ૨૩ તેનું હૈયું ભક્તિ ને વેરાગ્યથી ઊભરાવા લાગ્યું. તે બોલી ઊઠ્યો. અનેક મહાપુરુષોને જન્મ દેનારી હે ભૂમિ! તને મારા હજારો વંદન હો. હા ! આ ભૂમિ કેટલી પવિત્ર છે ! સંયમ ને તપથી પવિત્ર થયેલા અનેક મુનિરાજો અહીંયાં વિચરે છે. ધન્ય ઓ ભૂમિ! ધન્ય ઓ મહાત્માઓ ! પોતે ગુરુની શોધમાં નીકળ્યા, પણ એમ ગુરુ મળે ? આખરે પોતાના હાથે જ મુનિનો વેશ પહેરી લીધો. આર્દ્રકુમાર તપ સંયમનું આરાધન કરે છે. દુ:ખિયાંના દુઃખ હરે છે. મન, વચન, કાય પારકા કલ્યાણ માટે વાપરે છે. તેમના લાંબા વખતના દુઃખી મનને શાંતિ થઈ છે. તેઓ ફરતાં ફરતાં મગધ દેશના વસંતપુરમાં આવ્યા. ત્યાં એક મંદિરમાં ધ્યાન ધરી ઊભા. જોગાનુજોગની વાત ભારે છે. થોડી વારે શ્રીમતી નામે એક કન્યા દર્શને આવી. સાથે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36