Book Title: Jambuswami Acharya Ardrakumar Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 6
________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણી ૧૩ પધરામણીથી કોને આનંદ ન થાય? જંબુકુમારનું હૈયું હરખે ઊભરાયું. હિંડોળો બંધ રાખ્યો. ગુરુ આવ્યાની વધામણી બદલ ગળામાંથી મોતીની કંઠી કાઢી વનપાળને આપી. વનપાળ રાજી થઈ ચાલ્યો ગયો. જંબુકુમાર બોલ્યા : “સારથિ ! સારથિ ! રથ જોડ. વૈભારગિરિ પર ગુરુરાજ પધાર્યા છે. તેમનાં દર્શને જવું છે.” સુંદર રથ જોડાયો. ધોળા ઈંડા જેવા બે બળદ જોડ્યા. જંબુકુમાર વૈભારગિરિ તરફ ચાલ્યા. તે રાજગૃહીની તદ્દન નજીક એટલે થોડા વખતમાં ત્યાં પહોંચ્યા. સુધર્માસ્વામી પ્રભુ મહાવીરના ગણધર. આખા જૈન સંઘના તે વખતના નેતા. એમના ઉપદેશમાં અમૃતના વરસાદ સિવાય બીજું શું હોય? મોહમાયાના ત્યાગ સિવાય બીજું શું હોય? દેહનું સાર્થક કરવાની વાતો વિના શું હોય? જંબુકુમાર એમને વંદન કરી ઉપદેશ સાંભળવા લાગ્યા. જેમ જેમ ઉપદેશ સાંભળતા ગયા તેમ તેમ મન પલટાવા લાગ્યું. ઉપદેશ પૂરો થતાં તો જંબુકુમારનું હૈયું વૈરાગ્યથી ભરાઈ ગયુ. તે હાથ જોડીને બોલ્યા : “પ્રભુ ! મારે દીક્ષા લેવી છે. માતાપિતાની રજા લઈને આવું ત્યાં સુધી રોકાવા કૃપા કરો સુધર્માસ્વામીએ તે સ્વીકાર્યું. રથમાં બેસી જંબુકુમાર પાછા ફર્યા. જ્યાં નગરના દરવાજા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36