Book Title: Jambuswami Acharya Ardrakumar
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 20
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૩ જોતાં સ૨લ સ્વભાવના આર્દ્રકુમારનું હૈયું મહેકી રહ્યું. અરે, ઠેઠ ભરતભૂમિથી મારે માટે ભેટ ! ચાલ, જાઉં એકાંતમાં, જોઉં તો ખરો કે કઈ અમૂલખ ચીજ એમાં છે. ૧૮ રાજમહેલના સુંદર ભાગમાં જઈને કુમારે પેટી ખોલી. નાની એવી ઘંટી મધુર સ્વરે રણઝણી રહી. કુમા૨ની સર્વ નસોમાં પણ કોઈ રણઝણાટ વ્યાપી રહ્યો. અંદરથી હળવે હાથે પ્રતિમાજીને બહાર કાઢ્યાં. અહાહા, કેવી સુંદર મુખમુદ્રા! હમણાં જાણે બોલી કે બોલશે ! કેવો શાંત ચહેરો, અરે, વેરીને પણ વહાલ આવે. દેહ પર કેવી કાન્તિ છે? નયનોમાં કેવી મીઠાશ છે ! અરે, આ કોણ હશે ને કોણ નહીં ! લાવ, તપાસ કરું. એણે વેપારીને કહેવરાવ્યું કે, ‘મારી પાસે એક મૂર્તિ છે. જે ઓળખતા હોય તે આવે, અને જે મને ઓળખાવશે એને ન્યાલ કરી દઈશ.' વેપારીઓએ માન્યું કે રાજાના કુંવરને વળી કેવી મૂર્તિ ને કેવી ઓળખાણ ? હશે કોઈ રાજકુંવરીની કે સુંદર કન્યાની છબી ! ઓળખાણ આપીશું, તો કહેશે, જાઓ લાવી દો ! અરે, વગર મફતની ઉપાધિ શા માટે માથે વહોરવી ! પણ એક વિવેકી વેપારી તૈયાર થયો. પહોંચ્યો રાજદરવાજે. કહો, ‘કુંવરજી, કોની ઓળખાણ પાળખાણ જોઈએ છે?” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36