Book Title: Jambuswami Acharya Ardrakumar
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 19
________________ આર્દ્રકુમાર ભેટ સ્વીકારશો.’ વેપારીઓ વિદાય થયા. * અભયકુમારને ભેટ પહોંચી છે. સંદેશો મળ્યો છે. તે વિચાર કરે છેઃ કયાં આદન ! ક્યાં ભરતભૂમિ! ક્યાં તે ! ક્યાં હું ! છતાં મારું નામ સાંભળીને તેણે આટલી કીમતી વસ્તુઓ ભેટ મોકલી ! ખરેખર ! તેને મારા પર પૂર્વભવનો સ્નેહ હોવો જોઈએ. આવા સાચા સ્નેહી માટે મારે શી ભેટ મોકલવી ? ધન અને અન્નની એને ત્યાં કમી નથી. કમી એક વાતની છે, ધર્મની. મારે તો કાંઈ એવી વસ્તુ મોકલવી કે જેથી તેના આત્માનું કલ્યાણ થાય. ૧૭ આમ વિચાર કરી તેણે એક અદ્ભુત કોતરણીવાળી સુખડની પેટી લીધી. તેની અંદર ભગવાન શ્રી રિખવદેવની મનોહારી મૂર્તિ મૂકી. ઘંટ, ધૂપદાન ને ઓરસિયો મૂક્યાં. સુખડ અને પૂજાનાં સાધન મૂક્યાં. પછી વેપારીઓને બોલાવ્યા. કહ્યું, ભાઈઓ. મારા તરફની પ્રેમ-ભેટ તરીકે આ પેટી આર્દ્રકુમારને આપજો અને કહેજો કે એકાંતમાં જઈને ઉઘાડે. તેમાંથી જે વસ્તુઓ નીકળે તે પોતે એકલા જ ધારી ધારીને જુએ.’ ‘જેવી આજ્ઞા’ કહી વેપા૨ીઓ વહાણ ભરી આદન બેટના રસ્તે પડ્યા. Jain Education International આદ્રકુમારને વેપારીઓએ જઈને પેટી આપી. ચંદનની સુવાસ ને ધૂપની ખુશબો મહેકી રહી હતી. એમ જ એ બધું For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36