Book Title: Jambuswami Acharya Ardrakumar
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 21
________________ આર્દ્રકુમાર આ મૂર્તિની ! અરે, એને નીરખું છું, ને મને કાંઈનું કાંઈ થઈ જાય છે. કોની છે એ મૂર્તિ ! કયા ગામનો એ રાજા છે ? શી છે એની ધનદોલત !' વિવેકી વેપા૨ી કહે : ‘વાહ કુંવરજી વાહ ! ધન્ય ભાગ્ય, ધન્ય ઘડી. તમારા દેશમાં કોઈ ધર્મ નહીં, કોઈ વ્રત નહીં, કોઈ ભગવાન નહીં : એટલે તમે શું જાણો ? તમને આ પૃથ્વી સિવાય બીજાની ખબર નથી. આ દેહ સિવાય બીજા દેહની ખબર નથી. તમારે ત્યાં પાપ-પુણ્યની વાતો કરીએ, તો લોક ગાંડામાં ગણે. ધર્મ અને ભગવાનમાં તો કોઈ ન સમજે !’ ૧૯ મને એ સમજાવો. ધર્મ એટલે શું ?’ પુણ્ય એટલે શું ? ભગવાન એટલે શું ?’ વેપારી કહે, “ભાઈ, એ તો ગોળ ખાવ તો જ ગળ્યો લાગે. ભરતભૂમિમાં આવો તો સમજાય. અરે, આ મૂર્તિ તો ભગવાન ઋષભદેવની છે. એમણે સહુ પહેલાં લોકોને ખેતી કરતાં શીખવ્યાં, ને માંસ ખાતાં બંધ કર્યાં. એમણે જ પહેલું લોકોમાં રાજતંત્ર પ્રસાર્યું. એમણે લગ્નપ્રથા સ્થાપી. આ બધું કરીને તેમણે લોકોને કહ્યું કે સાચું બોલો, કોઈની ચોરી ન કરો, કોઈ જીવને દુઃખ ન દો. સુખે જીવો ને કોઈના સુખમાં વિઘ્ન ન કરો. અને એટલું પણ નહીં, આ દેહમાં રહેલા આત્માને પિછાણો. તમારો દેહ મરે છે. આત્મા મરતો નથી, માટે દુઃખ સહન કરો, તો તમને આપોઆપ બીજાના સુખ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36