Book Title: Jambuswami Acharya Ardrakumar
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 11
________________ આચાર્ય શ્રી જંબુસ્વામી . . . . . . જ્યાં તેઓ ગાંસડીઓ લઈ બહાર જવા જાય છે ત્યાં એકાએક થંભી ગયા. પ્રભવ ચારે તરફ જોવા લાગ્યો. આ શું? ત્યાં તેણે જંબુકુમારને જાગતો જોયો. તે ભારે વિચારમાં પડ્યો : અરે આને ઊંઘ કેમ નહિ ચડી હોય ! શું મારી વિદ્યા એળે ગઈ ! જંબુકુમારનું મન ઘણું મજબૂત હતું તેથી વિદ્યાની અસર ન થઈ. લૂંટારાઓ લૂંટ કરતા હતા ત્યારે તેઓ વિચારતા હતા : “મને ધન પર કાંઈ મમતા નથી, પણ જો આજે મોટી ચોરી થશે ને કાલે દીક્ષા લઈશ તો લોકો શું કહેશે ? ધન બધું ઊપડી ગયું એટલે લીધી દીક્ષા.' માટે આ લોકોને આમ ને આમ જવા તો ન જ દેવા. એથી એમણે પવિત્ર મંત્રનો જાપ કર્યો. લૂંટારા બધા થંભી ગયા. પ્રભવ ગભરાયો, હાથ જોડીને બોલ્યો : “શેઠજી, મને જીવતદાન દ્યો. મને અહીંથી પકડીને રાજદરબારમાં મોકલશો તો કોણિકરાજા ગરદન મારશે. લ્યો આપને હું બે વિદ્યા આપું, બદલામાં તમે મને જીવતદાન આપો ને એક સ્તંભના વિદ્યા (બધા અટકાવી રાખે તેવી) આપો.' જંબુ કહે, “અરે ભાઈ ! ગભરાઈશ નહિ. તને જીવતદાન છે. મારી પાસે વિદ્યા કાંઈ નથી. એક ધર્મરૂપી વિદ્યા છે, તે તને આપું.” એમ કહી પ્રભવને તેમણે ધર્મ સમજાવ્યો. પ્રભવને જિંદગીમાં આવી વાતો સાંભળવાનો પહેલો જ પ્રસંગ હતો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36