Book Title: Jambuswami Acharya Ardrakumar
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 9
________________ અન્ય આચાર્ય શ્રી જંબુસ્વામી અને વરધે લગ્ન છપાયાં. જંબુકુમારના વિવાહમાં શી મણા હોય ? વિશાળ મંડપ બંધાયો. તેને અનેક જાતનાં ચિત્રો ને તોરણ વગેરેથી શણગાર્યો. સાતમે દિવસ જંબુકુમાર ત્યાં ખૂબ ધામધૂમથી આઠે કન્યાઓને પરણ્યા. રાજગૃહી નગરીમાં આટલા ઠાઠથી બીજાં લગ્ન બહુ ઓછાં થયાં હશે. પરણ્યાની પહેલી જ રાત. જંબુકુમાર પોતાની સ્ત્રીઓ સાથે રંગશાળામાં બેઠા છે. રંગશાળનો ભપકો કીધો કહેવાય નહિ. ભલભલાનાં તે ચિત્ત ચળાવી દે. શું ત્યાંનાં ચિત્રો ! શું ત્યાંની મોજશોખની સામગ્રી ! જુવાન વય, રાત્રિનો એકાંત ને પોતાની પરણેલી જુવાન સ્ત્રીઓ પાસે પણ જંબુકુમારનું ચિત્ત ચળતું નથી. પાણીમાં કમળ રહે એમ રહે છે. * - રાજગૃહીથી થોડે છેટે એક મોટો વડલો છે. ઘનઘોર તેની છાયા છે. વડવાઈનો ત્યાં પાર નથી. તેની છાયામાં બરાબર સાંજ પડતાં એક પછી એક માણસો આવવા લાગ્યા. બધાએ બુકાનીઓ બાંધેલી. શરીર પર રાખોડી રંગનાં કપડાં ઓઢેલાં. આ બધામાં કદાવર કાયાનો એક જુવાન. કરડી તેની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36