Book Title: Jain Satyaprakash 1940 09 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir = =મંગલ કામના ' [ તંત્રી સ્થાનેથી ] == આ અંકે “શ્રી જૈન સત્ય પ્રકાશ” છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરે છે. ગયાં પાંચ વર્ષ દરમ્યાન જે સખી ગૃહસ્થોએ સમિતિને સહાયત આપી છે, જે પૂજ્ય મુનિરાજે તેમજ અન્ય વિદ્વાનોએ “શ્રી જૈન સત્ય પ્રકાશ અને સમૃદ્ધ બનાવવા માટે લેખો મોકલ્યા છે તેમજ જેઓએ સમિતિ તેમજ માસિકને પોતાનાં ગણને અપનાવ્યાં છે તે સૌને અમે અંત:કરણ પૂર્વક આભાર માનીએ છીએ. અમારા ગ્રાહકોનું પણ અમે ત્રણ સ્વીકારીએ છીએ. અત્યાર સુધી જે સહાયતા મળતી રહી છે તે પાંચ વર્ષ માટે હતી, તેની અવધિ પૂરી થઈ છે. સમિતિનું કામકાજ આગળ ચાલુ રહે તે માટે જે સહાયતા મળતી હતી તે મેળવવા તેમજ તેવી જ નવી સહાયતા મેળવવા અમે પ્રયત્ન કરીએ છીએ. સમિતિ અને માસિકના ચાહકે આગળ એ પ્રયત્ન સફળ થશે એવી અમારી ઉમેદ છે. ગ્રાહક બંધુઓને અમે વિનવીએ છીએ કે તેઓ પિતાના મિત્રો-સ્નેહીઓમાં માસિકનો પ્રચાર કરી અમને મદદ કરે ! આ માસિક શ્રી મુનિસમેલને સ્થાપેલ સમિતિનું એટલે સમસ્ત પૂજ્ય મુનિસમુદાયનું છે, એ દવે અમે અતિ નમ્રભાવે એ પૂને વિનવીએ છીએ કે જ્યારે જ્યારે યોગ્ય અવસર જણાય ત્યારે ત્યારે સમિતિને સહાયતા કરવાને તેમજ માસિકના ગ્રાહક થવાને ઉપદેશ આપવાની કૃપા કરે. તે પૂની સહાયતા મળે તે જ અમારું કામ ચાલી શકે એમ છે. પાંચ વર્ષ દરમ્યાન અમે જે કંઈ કરી શક્યા છીએ તે કરતાં વધુ કાર્ય કરવાની અમારી મનોકામના છે. પૂજ્ય મુનિસમુદાય તેમજ સમસ્ત શ્રીસંઘના સહકારથી અમારી એ મંગલ કામના સફળ થાય ' એ જ ભાવના ! For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 54