________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧] ઘંટાકર્ણ એ જેન દેવ જણાતા નથી [૧૭] અતિશય સુંદર હેવાને લીધે તેના પૂજનથી સૌદર્ય પ્રાપ્ત થાય છે એવી ત્યાંના લોકોની માન્યતા છે. આ ગણના સૂચક તરીકે પાણીથી ભરેલા એક ઘડાની પૂજા કરવામાં આવે છે. તે જ મહિનામાં બૅટ નામના બીજા એક ગણુની પૂજા કરવામાં આવે છે અને ચામડીનું કોઈ પણ દર્દ ન થાય તે માટે તેની પ્રાર્થના કરવામાં આવે છે.”
આ સર્વ ઉલ્લેખેથી ઘંટાકર્ણ. સમ્યગદષ્ટિ જેન હોઈ શકે કે મિથાદષ્ટિ જેનેતર ? એ વિચારી શકાશે.
શિવ-ગણ ઘંટાકર્ણની પ્રતિકૃતિ અથવા તેના કલ્પની અનેક પ્રતિ મળી આવતી હોય, અથવા રેવ-વીરશૈવ-લિંગાયતના સંસર્ગ–અસરવાળા દક્ષિણના દિગંબર અજ્ઞાન ખેડૂત ‘બળદની ડોકે ઘંટાકર્ણની આકૃતિ કાતરેલું પતરું બાંધતા હેય-એથી ઘંટાકર્ણની મૂર્તિઓ અને ચિત્રોની પ્રવૃત્તિ જેન-સમાજમાં પ્રાચીન સમયથી માન્ય થયેલ છે.” એમ દર્શાવવું એ ભ્રમ કરાવવા જેવું છે. શાળંધર-પદ્ધતિ (લે. ૨૮૫૫, ૨૮૫૬)માં પણ આવા ધંટાકર્ણગણના મંત્રને ઘંટા પર લખી-રોગ-નિવારણાર્થે ગાય-બળદ-પશુઓની કે બાંધવાનું સૂચન છે.
જેવી રીતે ઢાંકલા પાર્શ્વનાથ, રાવણ પાર્શ્વનાથ, ગાડલિયા પાર્શ્વનાથ, ભીલરિયા પાશ્વનાથ, મૂછાળા મહાવીર જેવાં ઉપનામાંથી કેટલાક તીર્થકરે પ્રિતિમાઓ] ઓળખાય છે; તેવી રીતે “ઘંટાકર્ણ' એવું પણ મહાવીર તીર્થકરનું કેઈ ઉપનામ હશે, એવા આશયથી દેરાઈ “થરાળ મકવ:ના મંત્રાક્ષથી ૧૦૮ વાર મંત્રેલી ગોળપાપડી બાળકોને વહેંચવાને વિધિ, અષ્ટોત્તરી સ્નાત્ર ( શાંતિસ્નાત્ર) પ્રસંગમાં અહં. પીઠના પૂજન પછી અર્વાચીન વિધિમાં દાખલ થયે જણાય છે. પરંતુ તે, આ ઘંટાકર્ણ નામના વીર, યક્ષ, ક્ષેત્રપાલ (અથવા ખરી રીતે શિવના ગણ)ને ઉદ્દેશીને હોય છે, એમ છેડા સમજતા હશે. અને ગતાનુગતિક વિધિ-વિધાન કરાવનારા જતિ-ગરજી વગેરેની પ્રેરણાથી ઘંટાકર્ણની આકૃતિ અથવા મંત્રાક્ષવાળાં પતરાં અને ચાંદીની થાળીઓ પણ કેટલેક સ્થળ પાછળના જમાનામાં બનેલી જણાય છે. -
ઘરે-મિ. સારાભાઈ જણાવે છે તેમ ભિન્નમાલ (મારવાડ) કે સુરતના કેઈ જિનમંદિરમાં કઈ ઘંટ ઉપર ઘંટાકર્ણના મુવાક્ષર લખેલા હોય તે તે શું સુવિહત જૈનાચાર્યના ઉપદેશથી લખાયેલ યા પ્રતિષ્ઠિત થયેલ છે ? અને તે ઘર કઈ પ્રતિષ્ઠિત સુશ્રાવક અથવા જૈન સંઘ દ્વારા થયેલ છે તથા તેમાં ઘંટાકર્ણને જેનદેવ તરીકે સૂચવેલ છે ? જો તેમ હૈય તે તે જૈનાચાર્ય, સુશ્રાવક અને ઘંટ કરાવવા સંવત વગેરે નિર્દેશ
८ “मलदोषे समुत्पन्ने गवां कण्ठे विवन्धयेत् ।
घण्टां तत्र लिखेग्मन्त्रं यावकेनामयापहम् ॥
ॐ घण्टाको बटे शेते गणः प्रोक्तो महाबलः । मारीचिनाशनकरः स गाः पातु जगत्पतिः ॥"
For Private And Personal Use Only