Book Title: Jain Satyaprakash 1940 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૬] શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ ૬ નિવૃત્તિથી જ થાય છે. પરંતુ ઈન્દ્રિયવિષયના ભાગ પર્વતે થનારી ચૌસૂકય નિવૃત્તિ સ્વલ્પ કાલ માત્ર રહેવાવાલી છે, એટલું જ નહિ પણ એક નિવૃત્તિ અન્ય વિષયની અભિલાષા અને ઉત્સુક્તા ઉભી કરીને જ જાય છે અને તે ઉત્સુક્તાની પરમ્પરાઓ જ્યાં સુધી નિવૃત્તિ થતી નથી ત્યાં સુધી દુઃખ કાયમ રહે છે. સિદ્ધના ને તે નિવૃત્તિ સાર્વકાલિકી હોય છે. સર્વ કાલ માટે સર્વ અભિલાષની નિવૃત્તિ એ જ સિદ્ધપણું છે. તેથી તેમનું સુખ સર્વ સંસારી જીનાં સર્વ સુખ કરતાં પણ અનન્તગણું અધિક બને છે. સિદ્ધોનું અનન્ત સુખ આ રીતે અનુભવ, યુક્તિ અને આગમ આદિ સર્વ પ્રમાણોથી સિદ્ધ છે. પરંતુ ત્રણે ભુવનમાં તે સુખની કઈ જોડી નહિ હોવાથી તેનું યથાર્થ ક્યન કેઈ પણ ઉપમા વડે થઈ શકતું નથી. સર્વજ્ઞ ભગવાન પણ વાણી દ્વારા એ સુખનું કિંચિત્ માત્ર પણ કથન કરી શકતા નથી. તેટલા માત્રથી સુખને આ જગતમાં અભાવ છે, એમ કોઈ કહે છે તે સાચું નથી. સર્વ જીવોને અનુભવગમ્ય એવું વૈષયિક સુખ પણ અન્યની આગળ કથન કરી શકતું નથી, તે પછી સિદ્ધાત્માઓનું પક્ષ આત્મિક સુખ વાણીના વિષયમાં ન ઉતરે એ સર્વથા સંભવિત છે. અન્ય દર્શનીઓએ પણ કહ્યું છે કે-- મેક્ષસુખનું વર્ણન અશકય કુમારી જેમ સ્ત્રીસુખને ન જાણે અથવા અંધ પુરુષ જેમ ઘટરૂપને ન જાણે તેમ બ્રહ્મ (મેક્ષ) જે સ્વસંવેદ્ય છે, જેને અબ્રહ્મ (મેક્ષ નહિ પામેલા આત્મા) કદી પણ ન જાણી શકે.' એ વાત વધુ સ્પષ્ટ સમજવા માટે બે કન્યાઓનું દૃષ્ટાંત છે. (પુરુષથી અસંયુક્ત અભિન્નરજસ્ક સ્ત્રીને કન્યા કહેવામાં આવે છે.) એવી બે કન્યાઓને પરસ્પર અત્યંત પ્રીતિ હતી. બંનેને પરસ્પર સંકેત થયો કે પુરુષના ભેગથી થનારું સુખ પરસ્પર એક બીજીએ એક બીજીને કહેવું. બેમાંથી એક કન્યાનું પાણિગ્રહણ થયું. બીજીએ તેણીને પૂછ્યું કે કેવું સુખ છે? તેણીએ કહ્યું કે હે સખી ! એ સુખને હું કહેવા માંગું તે પણ કહી શકુ તેમ નથી. એ સુખની કોઈ ઉપમા નથી. સખી ચીડાણું અને કહેવા લાગી કે તું ધૂર્ત છે. કરેલી પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થાય છે. કાલાન્તરે તે પણ પરણી. સ્વપતિ સાથે રહી. પતિનું સુખ સ્વાનુભવથી જાણ્યું. ઉપમાતીત સુખ છે એમ સાક્ષાત જાણીને પિતાની મેળે જ તે પિતાની સખી પાસે ગઈ અને કહ્યું કે-હે સખી ! જેવું તેં કહ્યું તેમ જ છે. બીજાને આ સુખ કહી શકાય તેવું નથી. એ પ્રમાણે સિદ્ધિનું સુખ પણ સિદ્ધ જ જાણે છે. કારણ કે તેને અનુભવ તેમને જ છે. તે સુખને નહિ પામેલા આત્માઓને તેને અનુભવ નથી, તેથી તેઓ કેવી રીતે જાણી શકે ? આવા પરમસુખનિધાન મેક્ષની પ્રાપ્તિ એ જ સાચી આત્મસાધના છે. સૌ છે એ પરમ સુખની સાધના માટે પ્રયત્નશીલ બને એ જ ભાવના ! For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54