Book Title: Jain Satyaprakash 1940 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવિધતીર્થકલ્પ તર્ગત ચંપાપરીકલ્પ અનુવાદકશ્રીયુત્ અંબાલાલ પ્રેમચંદ શાહઃ વ્યાકરણતીર્થ દુનીતિને નાશ કરનાર, અંગોના (અંગ દેશના મનુષ્યોના) દેશને અલંકાર સમાન અને તીર્થોમાં શ્રેષ્ઠ એવી ચંપાપુરીને કલ્પ અમે કહીએ છીએ. ૧. આ (ચંપાપુરી)માં બારમા જિનેશ્વર પ્રભુ શ્રી વાસુપૂજ્યનાં ત્રણભુવનને પૂજ્ય એવા દભવતાર, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ(મેક્ષ)પ્રાપ્તિ સ્વરૂપ પાંચે કલ્યાણક થયાં હતાં. આ (ચંપાપુરી) માં જ શ્રી વાસુપૂજ્ય જિનેશ્વરના પુત્ર મધવરાજાની પુત્રી લક્ષ્મીની કુક્ષીથી ઉત્પન્ન થયેલ રહિણી નામની કન્યા, આઠ પુત્રો ઉપર જન્મી તે સ્વયંવરમાં અશોક રાજના કંઠમાં વરમાલા નાખી, તેને પરણીને પટ્ટરાણી થઈ. (તેને) અનુક્રમે આઠ પુત્રો અને ચાર પુત્રીઓ ઉત્પન્ન થઈ. એક વખતે વાસુપૂજ્ય સ્વામીના શિષ્ય રૂકુંભ અને સુવર્ણકુંભના મુખથી અદષ્ટ દુખમાં હેતુરૂપ પૂર્વ જન્મમાં કરેલું રહિણી તપ સાંભળીને તેણે તેનું) વિધિપૂર્વક ઉજમણું કર્યું અને પિતાના કુટુંબ સાથે મુક્તિમાં ગઈ. આ (ચંપાપુરી)માં પહેલાં ભૂમિમાં ઇન્દ્ર સમાન એ કરકંડ નામને (રાજા) હતા; જેણે કાદંબરી (નામના) વનમાં કલિગિરિની નીચેની ભૂમિમાં રહેલા કુંડ નામના સરોવરમાં છદ્મસ્થ અવસ્થામાં વિહાર કરતા શ્રી પાર્શ્વનાથ ભુની, હાથી સ્વરૂપવાળા વ્યંતર (દેવ)ના પ્રભાવથી કલિકુંડ તીર્થ વડે, સ્થાપના કરી. વળી આ (નગરી)માં સુભદ્રા મહાતીએ પથ્થરનાં બે ભયંકર કમાડે વડે વાસેલા ત્રણે દરવાજાને શીલના મહિમાથી કાચા સૂતરના તાંતણું યુક્ત ચારણી વડે કુવામાંથી પાછું ખેંચીને, તે (પાણી) વડે તે (દરવાજા)ના ઉપર છાંટી પ્રભાવપૂર્વક ઉઘાડયાં હતાં. એક ચોથા દરવાજાને “જે કોઈ મારા જેવી સુચરિત્ર હેય તેણે ઉઘાડવો” એમ રાજા આગળ કહીને તે જ પ્રકારે (દરવાજાને) બંધ રાખ્યો. તે પણ તે દિવસથી લઈને લાંબા કાળ સુધી જનતાએ તે જ પ્રકારે (બંધ) જે. અનુક્રમે વિક્રમના ૧૩૬૦ વર્ષ વ્યતીત થતાં લક્ષણાવતી (નગરી)ને રાજા મુસલમાન નામે સમસદીન શંકરપુરના કિલ્લાના ઉપયોગ અર્થે પથ્થર લાવવા માટે તે દરવાજાને પાડી નાંખી બે કમાડે લઈ ગયો. આ (નગરી)માં દધિવાહન (નામ) રાજા રાણી પદ્માવતી સાથે તેના દેહદને પૂરવા માટે હાથી ઉપર સવાર થઈને જતા હતા તેટલામાં, જંગલનું ભ્રમણ જેને સાંભરી આવ્યું છે એ હાથી તે (વન માં જતાં દેડવા લાગ્યો (રાજા) પતે ઝાડની ડાળી પકડીને રહ્યો. હાથી આગળ ચાલતાં તિ રાજા) પાછો વળીને પિતાની નગરીમાં આવ્યો. રાણી અશક્ત હોવાથી તેના ઉપર બેસીને જ મોટા અરણ્યમાં ગઈ. તેના પરથી ઉતરીને પુત્રને જન્મ આપો. તે કરકંડ નામને રાજા થશે. કલિંગ દેિશમાં પિતાની સાથે યુદ્ધ કરતાં આર્યા [સાવી થયેલી એવી પિતાની માતાએ વાય. અનુક્રમે મોટા બળદની વૃદ્ધ અવસ્થા જેવાથી પ્રત્યેકબુદ્ધ થઈને તેણે મોક્ષ પ્રાપ્ત કર્યું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54