Book Title: Jain Satyaprakash 1940 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અક ૧] ઘંટાકણ એ જૈન દેવ જણાતા નથી [૧૫] “હરિભદ્રસૂરિના શિષ્ય જૈનધર્મની અભિવૃદ્ધિ માટે ગુરુના ધથી ઘંટાકર્ણ મહાવીરની ઉપાસના કરી ; ત્યાર પછી તે(ઘંટાકર્ણી)ની પ્રવૃત્તિ, સમ્યક્ત્વધારી જનમાં થઈ. સકલે ગણુએ પ્રતિષ્ઠા-કલ્પમાં કથન કર્યું, ત્યાર પછી વિમલચંદ્રે આ કલ્પને પ્રખ્યાત કર્યાં.” પરંતુ કલ્પમાં સૂચવેલી તે ઘટનાને કાષ્ટ પ્રામાણિક ગ્રંથને કે ગીતા સુવિહિત જૈનાચાર્ય ના વિશ્વસનીય આધાર જોવામાં આવતા નથી. સકલચંદ્ર ગણના મળી આવતાં પ્રતિષ્ઠા-કલ્પ વાદરા-આત્મારામ જૈન જ્ઞાનમંદિરની હું. લિ. પ્રતિ ન. ૬૮૭)માં તેવી કાઈ હકીકત જોવા-વાંચવામાં આવતી નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir એ અજ્ઞાત કવિમલચંદ્ર સૂચવેલા હરિભદ્રસુરિ ક્યા ? તેના ક્યા શિષ્યે ઘંટાકર્ણ મહાવીરની ઉપાસના કરી? જૈનધર્મની અભિવૃદ્ધિ માટે જૈનધર્મના ઉપાસ્ય શાસનનાયક દેવાધિદેવ મહાવીરને બદલે ક્ષેત્રપાલ, યક્ષ કે શિવના ગણ અનુચર જેવા ઉપાસક સામાન્ય દેવની ઉપાસના કરવાની જરૂર તેને શાથી પડી ? હરિભદ્રસૂરિ જેવા સુવિહિત સુપ્રતિષ્ઠિત કાઈ જૈનાચાર્ય, પોતાના શિષ્યને તેવા દેવની ઉપાસના કરવા મેધ-ઉપદેશ આપી શકે એવા દેવની ઉપાસના કરવાથી જૈનધર્મીની અભિવૃદ્ધિ થાય કે રોવધર્મીની ? એ ઉપાસના કરનાર શિષ્યનું નામ શું ? તેણે જૈનધર્મની અભિવૃદ્ધિ શી કરી ? એ હકીક્ત અજ્ઞાત અર્વાચીન વિમલચંદ્ર સિવાય, બીજા કાષ્ઠ પ્રાચીન પ્રામાણિક ગીતા જૈનાચાર્યેસે કડા વર્ષોમાં કેમ જણાવી નથી ? હરિભદ્રસૂરિના નામ પર, કાઇ તાંત્રિકે જૈનેતર મેલી વિદ્યાનાં જે તે યંત્ર-મંત્ર તથા ચડાવી દીધાં છે, તેમ આ સંબંધમાં પણ બન્યું હશે. (હરિભદ્રસિર જેવા પવિત્ર મહાપુરુષના નામને અને જૈનધમ ને બદનામ કરાવનારા એ મંત્ર–સાહિત્યના નમૂના માટે ‘જૈન’ પત્રના તા. ૨૮મી એપ્રીલ, તથા ૧૨મી, ૧૯મી મે તથા ૧૭મી જુલાના અકામાં અમ્હારા લેખા જોવા ) ઘંટાકર્ણ સબંધમાં બીજા કયા ગ્રંથામાં કેવા ઉલ્લેખ છે ? ૧ મહાભારત ( શલ્યપ અ. ૪૬, શ્લો. ૨૪ ) માં, સેનાપતિ સ્કંદના મહાપારિષદોમાં ઘંટાકર્ણ વીરના ઉલ્લેખ છે. ૨ હરિવંશ ( ભવિષ્ય પુર્વ અ. ૮૦ થી ૮૩ ) માં, માંસ-ભક્ષક, રુધિર-પાન કરનાર અને કાનમાં વિષ્ણુનુ નામ ન પેસે તે માટે અને કાન પર ઘંટો બાંધનાર ઘટા કહ્યું તે વિસ્તારથી પરિચય છે. ત્યાં ઘંટા-ચિત્તસમાધિ, પિશાચ(ઘંટાક`)ને વિશુતા સાક્ષાત્કાર, ઘંટાકર્ણે કરેલી વિષ્ણુ-સ્તુતિ અને ધટાક...મુક્તિ-પ્રદાન એ નામના ખાસ ચાર અધ્યાયે શક્યા છૅ. , "हरिभद्रतरे : शिष्येा जैनधर्माभिवृद्धये । घण्टाकर्णमहात्रीरमुपास्त गुरुबोधतः : ॥ ६७ ॥ तन प्रवृत्तिस्तस्यासीत् सम्यकत्वधारिणा (णि) जने । प्रतिष्ठाकल्प आचख्ये मणिना सकलेन्दुना ॥ ६८ ॥ ततेो विमलचन्द्रेण कल्पोऽयं ख्यातिभाक् कृतः ॥” ૮ અહિં સૂચવેલ. ગ્રંથેનાં અવતરણા-આધાર-પાઠ માટે ‘જૈન માં આવેલી ઘંટાકર્ણ-લેખ માલા (૧-૧૦) જોવા, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54