Book Title: Jain Satyaprakash 1940 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘંટાકર્ણ એ જેન દેવ જણાતા નથી લેખક-શ્રીયુત પં. લાલચંદ્ર ભગવાન ગાંધી, વડોદરા. ‘જેન સત્ય પ્રકાશ' માસિકના પુ. ના અંક છ માં મહારા લેખની વિરુદ્ધમાં મિ. સારાભાઈ નવાબે ‘ઘંટાકર્ણ એ સર્વમાન્ય જૈન દેવ છે' એવા હેડીંગ નીચે જે લેખ પ્રકટ કરાવ્યો છે, તેથી ફેલાવાયેલી ભ્રાંતિને પ્રત્યુત્તર--પ્રતિકાર દ્વારા દૂર કરવાની મહોરી * અનિવાર્ય ફરજ સમજું છું. જૈન' પત્રના તા. રપમી ફેબ્રુઆરીના અંકમાં પ્રકટ થયેલ “ઘટાકર્ણ એ કયા દેવ છે? વાસ્તવિક રીતે એ ન જણાતા નથી એવા મહારા લેખની વિરુદ્ધમાં તે જ સાપ્તાહિકના તા. ૧૦મી માર્ચના અંકમાં તેમણે ‘ઘંટાકર્ણ એ સર્વમાન્ય દેવ છે અને વાસ્તવિક રીતે એ જેમ હોય તેમ લાગે છે ” એવો લેખ પ્રકટ કરાવ્યો હતો, તેના સવિસ્તર પ્રત્યુત્તર મારા તરફથી જૈન પત્રના તા. ૧૭મી માર્ચથી ના. ૧૯મી મે સુધીમાં (લેખાંક ૨ થી ૯ તરીકે) અને તા. ૭મી જુલાઇના અંકમાં (૧ન્મ લેખાંક તરીકે) અપાઈ ગયેલ હોવાથી અને સ્થળ-સ કોચ હેવાથી સંક્ષેપમાં સૂચવીશું. જે દેવને આપણે માનીએ-મનાવીએ. પૂજીએ-પૂજાવીએ; તે ઘંટાકર્ણ દેવ કયું છે ? તેનું સ્વરૂપ શું છે ? જૈન ગ્રંથમાં તેને શે પરિચય મળે છે? જેનધર્મમાં તેનું શું સ્થાન છે? સમ્યગદષ્ટિ જેન દેવ તરીકે તેને પરિચય ક્યાંય મળે છે કે કેમ? મળતા હોય તો કેટલે પ્રાચીન, પ્રામાણિક અને વજનદાર ? એ વગેરે વિચારણા કરવી જરૂરની છે. જૈનધર્મનાં માન્ય શાસ્ત્રોમાં કે પ્રામાણિક ગ્રંથમાં તે દેવને માન્ય તરીકે ગણેલ ન હોય અને જેનેરમાન્ય પ્રાચીન ગ્રંથોમાં તેને પિતાના ગણેલ હોય તે જૈન-સમાજમાં એ દેવ કયારથી મનાવા લાગ્યા છે જેનેતર અથવા મિથ્યાત્વી એ દેવને કાઈએ પાછળથી સમ્યગદષ્ટિ બનાવ્યા હોય તે કેણે કયારે ? અને તેના પ્રામાણિક ઉલ્લેખો ક્યા ક્યા છે ? જેતરના અથવા અન્યધમીઓના માન્ય કે સ્વીકૃત દેવાને જેનેના માનવા-મનાવવા એ જૈનધમની દષ્ટિએ ઉચિત લેખાય કે કેમ ? એમ કરવાથી જૈન સમાજને કાલાંતરે અનિષ્ટ આપત્તિઓ સંભવિત છે કે કેમ ? સમ્યગદૃષ્ટિ સાધર્મિક બંધુ દેવ હોય, તેને પણ કેટલું સન્માન આપવું ઉચિત ગણાય ? પૂજ્ય ઉપાસ્ય દેવાધિદેવનાં પૂજન-આરાધનની જેમ ઉપાસક દેવનાં પૂજન-આરાધન ગ ગણાય કે કેમ ? એવું કેટલુંય દીર્ધ દૃષ્ટિથી વિચારવું હિતાવહ છે. એવા ઉચ્ચ આશયથી લખાયેલા મહારા પૂર્વ લેખમાં, મિ. સારાભાઈ જણાવે છે તેમ માત્ર હિંદુ ધર્મના ગ્રંથમાં મળી આવતાં અવતરણે ” જ નથી, પરંતુ તેમાં વ્યાડિ અને જેનાચાર્ય હેમચંદ્ર જેવાના શબ્દકોશેનાં પ્રમાણ પણ છે, તેને તેમણે ઇસદાપૂર્વક ઉલ્લેખ કર્યો જણાતું નથી. ૧ ઘંટાકર્ણને બદલે ઘંટિક યક્ષ (બીના કુલદેવતા). પિતાને જેન મંત્ર-શાસ્ત્ર-સાહિત્ય ગ્રંથોના પારંગત માનતા અને બીજાઓને એ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54