Book Title: Jain Satyaprakash 1940 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૪] જૈનધર્મ વિશેનાં પરાક્રમ જાગીર તરીકે સુપરત કરવામાં આવ્યો. આ જીત ચિતોડગઢના લેખમાં વિ. સં. ૧૨૦૦ઈ. સન ૧૧૫માં નોંધાઈ છે. કુમારપાળનાં કેટલાંક બિરૂમાં એક અવંતીનાથનું બિરૂદ ગણાય છે જેને અર્થ માળવાને સ્વામી એ થાય છે તે ઉપરના બનાવને આભારી છે. આ દરમ્યાન સંપાદલક્ષમાં ફરી સળવળાટ ઉદ્દભવ્યો એટલે આમાંથી પરવારતાં જ કુમારપાળને પિતાની નજર એ તરફ વાળવી પડી. ખુદ ચાહડની સરદારી હેઠળ મેટું સન્સ મેકલવામાં આવ્યું. સપાદલક્ષના બભેરે નામના શહેર પર હુમલો કરી એમાં શત્રુને સખ્ત પરાજય પમાડ્યા અને ચૌલુકય રાજવીની મહત્તા સ્થાપી. આ યુદ્ધમાં પુષ્કળ દ્રવ્ય સામગ્રી હાથ આવી. - ઈ. સ. ન ૧૧૫૦ લગભગ કુમારપાળને પિતાના બનેવી એવા અણરાજ સાથે કલહ એ. રાજાએ પાસાબાની રમતાં કુમારપાળની ભગિની એવી રાણી દેવળદેવીનું અપમાન કર્યું. રાણી રીસાઈને પિતાના ભાઈને ઘેર ચાલી આવી. કુમારપાળે આ અપમાનને બદલે સખ્ત હાથે લીધે અને અરાજને, રમતમાં એણે કર્યું હતું એવું ધાર્મિક ઉદ્દેશને લગતું અપમાન પુનઃ કરે નહીં એ સારૂ શિકસ્ત આપી બેધપાઠ શિખવ્યા. પછી તેને રાજ્ય પાછું આપી પોતાના ખંડીયા રાજા તરીકે કામ કર્યો. ઈ. સ. ૧૧૫૬ના અરસામાં એણે પિતાનું ધ્યાન ઉત્તર કોંકણ જીતવા તરફ દેવું. આંબડને મોટું સૈન્ય આપી તે તરફ મોકલ્યો. ત્યારે લશ્કર ‘કાલવીની ઓળંગતું હતું ત્યારે પાછળથી આવી ઉત્તર કેકણના સ્વામી મલ્લિકાર્જુને સખ્ત છાપે માર્યો અને એને ઘેરી વળે. આમ હારના સમાચાર મળ્યા છતાં રાજા કુમારપાળે ગભરાયા સિવાય સખ્ત તૈયારી આદરી અને થોડા જ સમયમાં પુનઃ અબડની સરદારી હેઠળ જબરું સંન્યા કહ્યું. આ વળા ચૌલુકને વિજય થશે. હાથોહાથની લડાઈમાં મલ્લિકા અર્જુનને કેદી બનાવવામાં આવ્યા. આમ ઉત્તર કાંકણને ખંડિયા રાજ્ય તરીકે અણહિલવાડ સાથે જોડવામાં આવ્યું. આમ કુમારપાળને રાજ્ય ગાદી ઉપર આવ્યાને શરૂઆતને કાળ, લડાઈ એ જાવામાં અને પોતાનામાં રહેલ ક્ષાત્રતેજના અને વીરતાને પરચો બતાવવામાં વ્યતીત થયો છે. એ વખતે સ્થંભતીર્થમાં શ્રીમદ્દ હેમચંદ્રસૂરિ પાસે ઉચ્ચારેલ વચને યાદ સરખા આવ્યાં નથી ! અલબત એટલું સાચું છે કે રાજ્ય મળતાં પૂર્વની સ્થિતિ યાદ કરી એ વળાના ઉપગારીઓને તેણે નવાજ્યા. એ વેળા શ્રી ઉદયન મંત્રીને અને તેમના પુત્ર આંબડને એ નથી જ ભૂલ્યા. એક રીતે કહીએ તે પ્રસંગ જ એવા બની રહ્યા હતા કે જે વેળા રાજવીને શ્રી હેમચંદ્રસૂરિ સાથે ધર્મચર્ચા કરવાને યોગ જ ન મળે ! આમ છતાં એના હદયમાં દયાએ જે સ્થાન પ્રાપ્ત કર્યું હતું તે છુપું નથી રહી શક્યું. વિજય પ્રાપ્તિ પછી એ જે જાતનું વર્તન ચલાવતા હતા અને છતાયેલી પ્રજા સાથે જે રીતે વર્તતા હતા એ પરથી સહજ પુરવાર થાય છે કે એ ઉદારદિલ રાજ હતું. રાજાને બાપીકા ધર્મ શૈવ હતા એ વાત પ્રબંધકારને ચરિત્રલેખક જૈન આચાર્યો પણ પિતાના હાથે લખે છે, પણ પાછળથી રાજ્યમાં નોંધ લેવા લાયક શાંતિ પથરાય છે અને શ્રીમદ્દ હેમચંદ્રસૂર સાથેને પરિચય વધે છે. તેમના ઉપદેશામૃતથી કુમારપાળના જીવનમાં પલટો થાય છે અને કારણગે ( જુઓ પૃષ્ઠ ૧૦) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54