Book Title: Jain Satyaprakash 1938 05 06 SrNo 34 35
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અક ૧૦-૧૧] દુ ́શ પચક [3$&] આ શ્રી શત્રુંજય તીર્થના તીર્થોનુરાગથી શ્રી સંપ્રતિ, વિક્રમાદિત્ય, સાતવાહન રાજા, વાગ્ભટ મંત્રી, પાદલિપ્ત, આમરાજા વગેરે ધણા પુણ્યશાલી જીવાએ ઉદ્દાર કર્યો છે. શક્રેન્દ્ર શ્રી કાલિકાચાર્ય મહારાજની આગળ કહ્યું હતું કે-શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં પણ સમ્યગ્દષ્ટિ જીવા આ શ્રી શત્રુંજયનું સ્મરણ કરે છે. તેમજ કલ્કિરાજાને પ્રપાત્ર મેઘાષ નામના રાજા ભવિષ્યમાં અહીં રહેલા શ્રી મરૂદેવા પ્રાસાદતા અને શ્રી શાંતિનાથના પ્રાસાદના ઉદ્ધાર કરાવશે, અને છેલ્લો ઉદ્ઘાર શ્રી. દુપ્પસહ સુરિજીના ઉપદેશથી રાજા વિમલ વાહન કરાવશે અને તીથ ના વિચ્છેદકાલમાં પણ ભાવિ શ્રી પદ્મનાથ પ્રભુના તીર્થ સુધી દેવતા, આની પૂજા કરશે. આ તીર્થના પ્રભાવે પુણ્યશાલિ એવાં તિર્યંચે પણ સદ્ગતિ પામ્યા છે, પામે છે અને પામશે. તેમજ ચિત્તની એકાગ્રતાથી આ તીર્થનું ધ્યાન કરવાથી સિંહ, અગ્નિ, સમુદ્ર, સર્પ, વાધ, રાજા, ઝેર, યુદ્ધ, ચેર, શત્રુ, મરકી આદિને ભય જરૂર નાશ પામે છે. વળી બીજા સ્થલે કરેલ, ઉગ્ર તપ અને ઉગ્ર બ્રહ્મચર્યથી જે લાભ થાય, તે લાભ અહીં વિધિપૂર્વક ચેમાસુ, નવાણું યાત્રા વગેરે નિમિત્તે રહેવાથી મલી શકે એવા આ તીર્થના અલૌકિક પ્રભાવ છે. એક માણસ કડો રૂપિયાના ખરચે બીજા લે ઇચ્છિત સુંદર આવારનું દાન કરવાથી જે લાભ પામે તે લાભ અહીં વિધિપૂર્વક એક ઉપવાસ કરવાથી મેળવી શકે છે. આ શ્રં વિમલગિરિને દેખવાથી, ત્રણે લોકના તીના દર્શનનો લાભ મલે છે. અને આ તીર્થભૂમિમાં ભોજનશાલા દાનશાલાદિની હયાતી છતાં ( તેવા ઉપદ્રવ સિવાયના કાળમાં ) કાગડાનો ઉપદ્રવ પ્રકટતા નથી. અને સિદ્ધગિરિના યાત્રા કર્યા પહેલાં યાત્રાળુઓને ભોજનદાન કરાવવાથી ( ભાતુ દેવાથી ) કરોડ ગુણા લાભ થાય, અને જ્યારે યાત્રા કરીને નીચે ઉતરે ત્યારે ભાતુ આપવાથી અનંતગુણુ કુલ મળી શકે છે. વળી આ તીર્થની યત્રાને લાભ લેવા માટે સંઘપતિ વગેરે ચતુર્વિધ સધ સાથે અહીં આવે, તેમાં ગિરિરાજને જોવા પહેલાં સંધને જમાડવાથી કરાડગુ ફલ અને જોયા બાદ જમાડવાશ્રી અનન્તગણું ક્લ મલે એમ કહ્યુ છે. તેમજ અપેક્ષાએ કલ્યાણક ભૂમિના વંદનનું કુલ પશુ, આ તીર્થની વદનાથી મલી શકે છે. અયોધ્યા, મિથિલા, ચંપાનગરી, શ્રાવસ્તિનગરી, હસ્તિનાગપુર, કૈશાખી, કાશ, કાંકદી, કાંપિલ્યપુર, ભદ્રિલાનગરી, રત્નવાહ નગર, શૌર્યપુર, કુંડગ્રામ, અપાપાપુરી, ચંદ્રાનનાપુરી, સિ ંહપુર, રાજગૃહ, શ્રી ગિરનાર, સમેતશિખર, વૈભારગિરિ, અષ્ટાપદ પર્વતની યાત્રા કરવાથી જે કુલ મળે તેથી સગણું કુલ આ શ્રી તીર્થાધિરાજની યાત્રા કરવાથી મળે છે. તેમજ અહી રહેલા પ્રભુ બિબના પૂજનથી જે કમનિર્જરાદિ લાભ થાય, તેથી સા ગુણા લાભ આ તીર્થમાં બિબ ભરાવી (પ્રતિષ્ઠા)-અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવીને પધરાવવાથી મળે છે. અને મંદિર બંધાવવાથી હજાર્ ગુણો અને તેના રક્ષણને પ્રબંધ કરવાથી અનંત ગુણા લાખ મલે છે. જે ભવ્ય પુરૂષો આ ગિરિરાજના શિખર ઉપર પ્રતિમા પધરાવે અથવા મંદિર બંધાવે તે અહી ત્રિશિષ્ટ ઋદ્ધિઆદિના સુખ ભોગવીને જરૂર ઉત્તમ દેવલોકની ઋદ્ધિ પામે છે. તથા આ શ્રી પુંડરીકગિરિનું સ્મરણ કરી નવકારશી આદિ પચ્ચકખાણુ કરનાર પુણ્યશાત્રિ વેને અનુક્રમે કરેલ તપથી આગળના અધિક મેટા તતુ' ફલ મલે છે. આ પ્રમાણે આ ગિરિરાજના અલોકિક પ્રભાવ કહેવામાં આવે છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46