________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૯]
શ્રી જન સત્ય પ્રકાશ
સમર્થ છે, છતાં પણ આપે અપરાધી સંગમ દેવ પર ક્ષમા કેમ કરી ?” એ પ્રમાણે ચતવીને જ જાણે રેપ પામ્યો હોય તેમ વિમુખ મન કરીને તમારે રેપ ચાલ્યા ગયા.
કેટલાક નગરના સ્વામી (રાજા) જેઓ પરિમિત દ્રવ્ય આપનારા હોય છે, તેઓની અત્યાર સુધી મેં મહિને વશ થઈ જે શરીરના ભોગે પણ સાધી ન શકાય, એવી ધણી સેવા કરી. હવે આજે બુદ્ધિ માત્રથી આરાધિ શકાય એવા આપ ત્રિભુવનપતિ એવા હે ભગવન, ભક્તિપૂર્વક આપની આરાધના કરવી છે. આપને પ્રાપ્ત કરી દરેક ઈષ્ટ પ્રાપ્ત કરી શકું તેવી શક્તિવાળા થયો છું. પણ પૂર્વે જે દિવસે વ્યતીત થયા? કાળ વ્યર્થ ગમે તે હૃદયમાં સાલે છે.”
(અપૂર્ણ) ૧. આનું આખું વર્ણન પરમાર્હત કવિ સ્વયં તિલકમંજરીના મંગલાચરણમાં છઠ્ઠી લેકની અંદર પ્રતિપાદન કરે છે. જુઓ--
रक्षन्तु स्खलितोपसर्गगलितप्रौढप्रतिज्ञाविधौ, याति स्वाश्रयमर्जितांहसि सुरे निश्वस्य सञ्चारिताः ॥ आजानुक्षितिमध्यमग्नवपुषश्चक्राभिघातव्यथामृच्छन्तेि करुणाभराश्चितपुटा वीरस्य वो दृष्टयः ॥६॥ तिलकमञ्जरी॥
ભાવાર્થ ચમતીર્થકર શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માને સંગમ નામના અધમ દેવે અસહ્ય દુ:ખી દીધાં, કે જે સાંભળતાં દરેક પ્રાણીના અંતમાં અનહદ દુઃખ ઉદ્ભવે છે, ધન્ય છે એ મહર્ષિને કે જેણે અજબ ધ્યાનની ધારા લગાવી એ દુઃખો સહન કર્યા, એટલું જ નહીં પણ શત્રુ પ્રત્યે ક્ષમાની નદીઓ વહેતી મૂકી.
સંગમદેવે પ્રભુપર ચારે દિશાઓમાં ઘુમાવીને, પ્રભુને ધ્યાનથી ચલિત કરવાને માટે, કાલચક્ર ફેકયું હતું. એ વજનું સહસ્ત્ર ભાર પ્રમાણ વજન હતું. તેને હજાર તીર્ણ ધારાઓ હતી. અને તે સૂર્યના તેજની જેમ ઝગમગી રહ્યું હતું. તે જે કદાચ સુવર્ણ મય મેરૂ પર્વતની ચુલીકા ઉપર મુકવામાં આવે તે પણ તેના ચૂરેચૂરા કરી નાખે, તો પછી માનવના પ્રાણને સંહાર કરે એમાં તો પૂછવું જ છું? ગગન મંડલમાં ચારે તરફ તે કાલચક્રને ઘુમાવી ઘુમાવીને ધ્યાનસ્થ રહેલા શ્રમણ ભગવાન મહાવીર ઉપર ફેકયું. પ્રભુના પુણ્યબલને લઈને, તે કાલચક્ર પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈને ભૂમલમાં પેસી ગયું. પ્રભુ મહાવીર પણ અભિઘાતથી ઢીચણ સુધી જમીનમાં ખેંચી ગયા. આથી પ્રભુને અત્યંત વેદના થઈ, એટલું જ નહિં પણ મૂછનાં ઝોલાઓ આવી ગયાં. પ્રભુનું વજઋષભ સંઘયણું શરીર હોવાથી એટલાથી જ સર્યું. આ જગ્યાએ જે અન્ય કોઈ હોત તો જરૂર યમના ધામમાં વિદાયગીરી લઈ લીધી હતી. વાચકવર્ગને કદાચ પ્રશ્ન થાય કે પ્રભુ મહાવીરને સંગમ નામના અધમ શત્રુએ ઘનઘોર ઉપસર્ગો કર્યા, છતાં પણ લેશ માત્ર શિક્ષા ન કરી, તેથી શું પ્રભુ સામર્થ્યહીન હતા તેના પ્રત્યુત્તરમાં કવિ ધનપાલ તિલકમંજરીના મંગલાચરણમાં સ્વયં જણાવે છે “જે દેવે ઇન્દ્રસભામાં ભીષ્મ પ્રતિજ્ઞા કરી હતી કે ગમે તે ભોગે હમણાં જ હું જઈને પ્રભુને ચલાયમાન કરીને પાછો આવું છું. આવી પ્રતિજ્ઞાથી નિષ્કલ નિવડી, તેમજ ઘણાં પાપ ઉપાર્જન કરી પોતાના સ્થાનમાં તે ચાલ્યો ગયો. એવા ઉપર પણ જે ભગવાન મહાવીરને મૂચ્છ દૂર થયે દયાની લાગણીઓ થઈ તે મહાવીર દેવનાં કરૂણપૂર્ણ નેત્રે તમારું રક્ષણ કરો !
For Private And Personal Use Only