Book Title: Jain Satyaprakash 1938 05 06 SrNo 34 35
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ શ્રી શ્રેણિકરાજાર વગેરેના છ પદ્મનાભ આદિ નામે તીર્થકર થશે. તેઓ પણ અહીં સમવસરશે (પધારશે). તેમજ વર્તમાન ચોવીશીના વીશ તીર્થકરો પૈકી શ્રી નેમિનાથ પ્રભુ સિવાયના તેવીસ તીર્થંકર અહીં પધાર્યા હતા. અહીંયા આ અવસર્પિણીમાં શ્રી ઋષભદેવ પ્રભુની કેવલિ અવસ્થામાં, આરીસા ભુવનમાં અનિત્ય ભાવના ભાવી કેવલી થનાર. નિત મવાનું વધારે મજે” એમ સુણી સાવચેત રહેનાર, ચોરાશી લાખ પૂર્વના આયુષ્યવાલા અને આઠમે ભવે મુક્તિપદ પામનારા, શ્રી ભરત ચક્રવર્તીએ અહીં એક જન પ્રમાણ રત્નમય વિશાલ મંદિર બંધાવ્યું હતું. તેમાં સોનાની તથા રૂપાની બાવીશ પ્રતિમાઓ હતી. મૂળ નાયક તરીકે રત્નમય શ્રી ઋષભદેવ ભગવતની પ્રતિમા હતી. અને તે મદિરને ફરતી બાવીશ દેવકુલિકા (દેવડીઓ ) હતી. પહેલાં અહીં બીજાં પણ તેવાં ઘણું દહેરાં હતાં, જેમાં બાવીશ તીર્થંકર દેવોની લેપ્યમય પ્રતિમાઓ અને પાદુકાઓ હતી. મહારાજા શ્રી ભરતની જેમ અહીં શ્રી બાહુબલિજીએ પણ સમવસરણના દેખાવમહિત “શ્રી મરૂદેવી પ્રાસાદ” નામનું દહેરાસર બંધાવ્યું હતું. તેમ કરવામાં છેટેથી શ્રી મરૂદેવી માતાજી હાથીની અંબાડી ઉપર બેઠા બેઠા સમવસરણની ઋદ્ધિ જઈને ત્યાં જ કઈ રીતે ઉત્તમ ભાવના ભાવી કેવલી થઈ મુક્તિપદ પામ્યા ? -આ હકીકત જણાવવાને મુદ્દો હતા. આત્મિક વર્ષોલ્લાસ વધારનાર, પરમ પ્રભાવક આ તીર્થની ભૂમિમાં બે કરોડ મુનિવરોની સાથે વિધાધર રાજર્ષિ–શ્રી નમિ અને વિનમિ મુનિરાજ તથા દ્રવિડ અને વારિખિલો (લ) મુનિવરે દશ કરોડ મુનિરાજના પરિવારથી પરિવરીને સિદ્ધિપદ પામ્યા. શ્રી નારદ મુનિરાજ અહીં ૮૧ લાખ મુનિવરેની સાથે અને સાડી ત્રણ કરોડ મુનિવરેના પરિવાર સાથે શ્રી. શાંબ અને પ્રધુમ્ન મુનિરાજ વગેરે ભવ્ય છે અહીં સિદ્ધિપદ પામ્યા. આ જ ગિરિરાજની આરાધના કરીને શ્રી ઝડપભદેવ પ્રભુના, સૂર્યયશાથી માંડીને સગર ચક્રવર્તિ સુધીના, ઘણાએ રાજા વગેરે અતરે આંતરે સર્વાર્થસિદ્ધિમાં જાય, એ ક્રમે સિદ્ધિપદ પામ્યા હતા. તેમજ શુકરાજા વગેરે અસંખ્યાતી કોડાકે ડી કમાણ ભવ્ય છે પણ આ જ તીર્થની સાધનાથી, પરમપદ પામ્યા હતા. શ્રી. અજિતનાથ અને શ્રી શાંતિનાથ પ્રભુ–અહીં ચોમાસુ રહ્યા હતા. પ્રભુ શ્રી નેમિનાથના વચનથી શ્રી નંદિષેણ નામના મુનીશ્વર યાત્રા કરવા અહીં આવ્યા હતા. તેમણે મહાભયંકર રોગની પીડા હરનાર શ્રી અજિતનાથ નામનું પ્રાકૃત સ્તોત્ર બનાવ્યું છે. અહીં શ્રી ભરત મહારાજાએ નાના તળાવના સ્થલે અને ગુફાઓમાં પધરાવેલી મહાપ્રભાવશાલી પ્રતિમાઓને નમરકાર કરનારા ભવ્ય છે એકાવતારી બને છે. –રાજા શ્રેણિક પ્રભુ શ્રી મહાવીર દેવના પરમ ભકત હતા. ક્ષાયિકસમ્યકત્વ પામ્યા પહેલાં, ગર્ભિણી હરિણીને શિકાર કરવાથી રાજા શ્રેણિકે નરકાયુષ્યને બંધ પાડય; જેથી, હાલ તે પહેલી નરમાં છે. ૮૪ હજાર વર્ષનું જીવન પૂરું કરી તે તીથ'કર થશે. વિસ્તાર માટે શ્રી તીર્થકર નામ કમ આ લેખ જે, જે આ માસિકમાં છપાય છે. ૩-રામાયણમાં કહ્યું છે કે રાવણ આ મુનિ ઉપર દ્વેષ રાખતા હતા. “અષ્ટાપદની નીચે પસી પર્વત સહિત આ મુનિને સમુદ્રમાં ફેંકુ,” આ ઈરાદાથી રાવણ નીચે ગયો. મુનિને ખબર પડતાં ચમત્કાર બતાવ્યા ત્યારે રાડ પાડી તેથી તેનું રાવણું નામ પ્રસિદ્ધ થયું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46