________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦-૧૧] દુલભ પંચક
[૩૭૧] શ્રી પુંડરીક ગણધરની અને કપર્દિયક્ષની મૂર્તિઓ સ્થાપન કરી, ન્યાયપાર્જિત લક્ષ્મીને સદુપયોગ કરી, નિર્મલ ધર્મારાધન કરી સ્વર્ગની સંપદા મેળવી. આ શ્રીગિરિરાજની ઉપર ઈક્વાકુવંશના તથા વૃષ્ણિવંશના અસંખ્યાતી કડાકેડી પ્રમાણ ભવ્ય
છે સિદ્ધિપદ પામ્યા, તેથી આનું નામ “કોટાકોટી તિલક” કહેવાય છે. અહીં સિદ્ધિપદ પામેલા પાંચે પાંડવોની અને કુંતીમાતાની લેખ્યમય મૂર્તિઓ તથા રાયણ વૃક્ષ દીપી રહ્યાં છે. અહીં રહેલી શ્રી ઋષભદેવની પાદુકાઓને મેર-વાઘણ આદિ ઘણાં તિર્થ પણ નમીને અણુસણુ કરીને દેવઋદ્ધિ પામ્યાં છે. અહીં મૂલ પ્રાસાદની ડાબી બાજુએ સત્યપુરાવતાર નામના પ્રાસાદ અને જમણી બાજુએ એટલે શનિ ચૈત્યની પાછળના ભાગમાં અષ્ટાપદ નામનો પ્રાસાદ આવ્યું છે. શ્રીનંદીશ્વરાદિ અવતાર નામના ભવ્ય પ્રાસાદ પણ દર્શક ભવ્ય જીવોને અપૂર્વ આનંદ આપે છે. અહીં શ્રીસ્વર્ગારોહણ નામના ચિત્યમાં, આજુબાજુ નમિ-વિનમિ જેની સેવા કરી રહ્યા હોય, એવી શ્રી ઋષભદેવ પ્રભુની દિવ્ય પ્રતિમા ઝગમગી રહી છે. આ ગિરિરાજના બીજા ઉંચા શિખરની ઉપરના ભાગમાં શ્રેયાંસ કુમાર, શ્રી શાંતિનાથ તથા નેમિનાથ અને બીજા પણ શ્રી ઋષભદેવ ભરૂદેવી અને શ્રી મહાવીર સ્વામી આદિનાં સુંદર બિબે રહેલાં છે. અહીં યક્ષરાજ કપર્દિની પ્રતિમા છે. તે નમનાર ભવ્ય જીવોના અને યાત્રિકસંઘનાં વિવિધ વિદ્ગોને જરૂર દૂર કરે છે. શ્રીનેમિનાથ પ્રભુના કહેવા પ્રમાણે કૃણવાસુદેવે અહીં રહીને આઠ ઉપવાસ કરી કાદિયક્ષની આરાધના કરી, જેથી યક્ષાધિરાજે પર્વતની ગુફાની અંદર રહેલી શકેન્દ્રથી પૂજાયેલી ત્રણ પ્રતિમાઓ બતાવી, તે ગુપ્ત રાખી. સંભળાય છે કે હાલ પણ તે સ્થળે શકેન્દ્ર ઘણીવાર આવે છે. પાંડવોએ થાપેલ શ્રીઋષભદેવના બિંબની ઉત્તર દિશામાં ઠેઠ સુલ તલાવડી સુધી લાંબી તે ગુફા આવેલી છે.
આ યક્ષની આરાધના કરનાર ભવ્ય જીવો પ્રતિમાનાં દર્શન પામે છે. ત્યાં શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ ચેમાસું રહ્યા હતા. અહીં મરૂદેવી પ્રાસાદની નજીકમાં શ્રી શાંતિનાથને ભવ્ય પ્રાસાદ આવ્યો છે. તે દર્શક જીવોને અપૂર્વ આનંદદાયક-સંસારના તાપને ઠારનારે માલુમ પડે છે. શ્રી શાંતિનાથના ચયની આગળ ડોક . સોનાની અને રૂપાની બે ખાણ આવેલ છે, ત્યાંથી સો હાથ દૂર જતાં પૂર્વ દિશાએ આઠ હાથ નીચે સિદ્ધરસથી ભરેલી રસકૂપિકા (કુઈ) રહેલી છે. અને શ્રી ઋષભદેવની પ્રતિમાની નીચે ઋષભકૂટથી આગળ ત્રીશ ધનુષ પ્રમાણ ભૂમિ વલટીએ ત્યારે એક (બારણાં જેવી) શિલા આવે છે, ત્યાં જે ભવ્ય જીવ ત્રણ ઉપવાસ કરવા પૂર્વક બલિ વિધાન કરે, તેને વરેટાદેવી દર્શન દે છે. તે દેવીના કહેવા પ્રમાણે શિલાને ઉઘાડી, રાતે જે પુણ્યશાલિ પુરૂષે અંદર દાખલ થાય, અને એક ઉપવાસથી આરાધના કરે તેમને વિશિષ્ટ-વિવિધ પ્રકારની ઘણી સિદ્ધિઓ મળે છે. તે સ્થલે પ્રભુશ્રી આદિદેવના બિંબને ભાવથી વિધિ પૂર્વક નમસ્કાર કરનારા ઉત્તમ છે ચતુર્વિધ સંસારની કમંજનિત ઘણી રખડપટ્ટી ટાલીને એક છેલ્લે મનુષ્ય ભવ પામી જરૂર મુક્તિના સુખ પામે છે. ત્યાંથી આગળ પાંચસો ધનુષ્ય (પ્રમાણ ભૂમિ) વળોટીએ ત્યારે એક ભવ્ય પાષાણુ (મય) કંડિકા (કુંડી) આવે છે. તેથી આગળ સાત ડગલા જઇને જે પુણ્યશાલિ સમજુ ભવ્ય જીવો બલિ (બલિ બાકળા)નો વિધિ જાળવી શિલા ઉપાડી અંદર જઈ બે ઉપવાસથી આરાધના કરે, તેમને હાથમાં રહેલા આમળાની માફક રસકૂપિકાનું દર્શન થાય છે. (અપૂર્ણ)
For Private And Personal Use Only