Book Title: Jain Satyaprakash 1938 05 06 SrNo 34 35
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦-૧૧] જૈનધર્મમાં સમાજનું સ્થાન ઇત્યાદિ કારણે કાન આદિમાં ભેદ માની મનુષ્યત્વમાં ભેદ સવીકાર પડે. આટલે વિચાર કર્યા પછી એ નિર્ણય પર આપવું અનિવાર્ય છે કે પુરૂષ અને સ્ત્રીના મનુષ્યમાં વાસ્તવિક રીતે કઇ ભેદ નથી. અને એમ હોવાથી નામકર્મ માં તદષયક સ્વતંત્ર ઉત્તર પ્રકૃતિઓ પણ નથી. આ રીતે પુરુષ અને સ્ત્રીમાં નામકર્મની અપેક્ષાએ ખાસ ભેદ પડતો નથી, તે પછી તેમનાં તપ, જપ, ધ્યાન કે માનસિક શકિતમાં વાસ્તવિક ભેદ હોવાનું મનાય જ કેમ ? આ તે આપણે માત્ર કર્મની અપેક્ષાએ વિચાર કર્યો, હવે આપણે પરમ તારક શ્રીતીર્થંકરદેવની વાણી તરફ વળીએ. પરમ તારક શ્રી તીર્થંકરદેવ, કેવલજ્ઞાન પ્રાપ્ત થતાં જ તીર્થની સ્થાપના કરે છે. અને ઉપદેશના પ્રારંભમાં જ ના તત્થરસ શબ્દ વડે તીર્થને નમસ્કાર કરે છે. જે આ તીથ' શબ્દથી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સંધ લેવાય છે. જેમાં બે પુરુષ સંઘે છે અને બે સ્ત્રી સંઘે છે જે વંદનીય-માન્ય છે. શ્રી તીર્થંકરદેવે કેવળ આત્મવિકાસ માટે જ નહી કિન્તુ મેક્ષને માટે પણ પુરૂષ કે સ્ત્રી દરેકને સમાન અધિકારી ઉપદેશ્યા છે. પુરુષ અને સ્ત્રી સમાન કક્ષામાં છે એનાં આ સકળ પ્રમાણે છે. પૂ આ. શ્રી વિજ્યાલક્ષ્મી સૂરિ મહારાજાએ પર્યુષણ અષ્ટાન્ડિકા વ્યાખનમાં પ્રતર આપી પુરૂષ તથા સ્ત્રીની સમાનતા સિદ્ધ કરી છે તેઓશ્રી ફરમાવે છે કે – ગુણ તથા દેપની અપેક્ષાએ પુરૂષ તથા સ્ત્રી સરખાં છે. ભરતેશ્વર બાહુબલિ વગેરે ઉત્તમ પુરૂષ છે. અખઈ રાઠોડ, કાલિકાસૂર કસાઈ વગેરે અધમ પુરૂષ છે. રામતી, ચંદનબાલા વગેરે ઉત્તમ સ્ત્રીઓ છે અને નપુર પંડિતા, સુરીકાંતા વગેરે અધમ સ્ત્રીઓ છે. એટલે પુરુષ જાતિ જ શ્રેષ્ઠ છે અને સ્ત્રી જાતિ જ અધમ છે એમ માનવું એ ભૂલ છે. વસ્તુતઃ પુરૂષ જાતિમાં ઉત્તમ, મધ્યમ અને અધમ જીવે છે અને સ્ત્રી જાતિમાં પણ એ ત્રણે પ્રકારના જ છે. માટે સ્ત્રી ઉત્તમતાની દૃષ્ટિએ કોઈ પણ રીતે પુરપથી ઉતરતી નથી. આ રીતે ચતુર્વિધ સંધમાં પુરૂષના જેટલું જ સ્ત્રીનું સ્થાન છે અને એ ચારે સો વદનિક, પુજનિક તથા આરાધ છે. - સ્ત્રી સમાજનું ધર્મમાં શું સ્થાન છે તેને માટે પૂ આ શ્રી. વિજયલક્ષ્મી સરિ મહારાજના ઉપયુક્ત શબ્દથી ઘણો પ્રકાશ પડે છે. વર્તમાન કાળમાં પણ પુરૂષ કરતાં સ્ત્રી જાતિમાં વિશેષ સહૃદયતા હોય એમ માનવાને અનેક પ્રત્યક્ષ પુરાવાઓ મળી શકે છે, દેવદર્શન સામાયિક, તપસ્યા, વગેરેમાં સેંકડે કેટલા પુરૂષ હોય છે અને કેટલી સ્ત્રીઓ હોય છે? તે તપાસીએ તે આ કાર્યમાં સ્ત્રીઓની સંખ્યા મોટા આંકડામાં આવશે. કતલ, ચોરી, લૂંટફાટ, દગાબેરી વગેરે નિકૃષ્ટકાર્યો કરનારામાં સેંકડે કેટલા પુરૂષ હોય છે અને કેટલી સ્ત્રીઓ હોય છે, તે માટે કોર્ટના દફતર તપાસીએ તે માલુમ પડશે કે આવાં નીચ કાર્યોમાં પુરૂષોની સંખ્યા વિશેષ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46