________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૩ વળી સમાજ કે ધર્મમાં અશાન્તિ ફેલાવનાર નિકૂવ તરીકેની ખ્યાતિ મેળવનાર કે પિતાને જુદો ધર્મને અખાડે જમાવનાર પણ પુરૂ પજાતિ જ છે સ્ત્રીએ માનવ સમાજમાં પુરૂષ જાતિની પેઠે અશાન્તિ મચાવી હોય એવાં પ્રમાણ મળવા મુશ્કેલ છે.
તે પછી સ્ત્રી આત્મવિકાસમાં પુરૂવથી ઉતરતી છે એમ કેમ મનાય ?
ઉપર દર્શાવેલ ધર્મસ્થાન અને કેરિટનાં ઉત્તમ તથા નીચ કાર્ય કરનારાઓના આંકડાઓ તપાસ્યા પછી કોઈ મનુષ્ય કદાચ એ પણ મત બાંધે કે “ પુરુષે દરેક કાર્યોમાં છેલ્લી સીમાએ પહોંચે છે અને સ્ત્રીઓ ઉત્તમ કાર્યોમાં જ છેલ્લી સીમાએ પહોંચે છે અર્થાત્ સ્ત્રીનું સાહસ પ્રશસ્ય કાર્યમાં જ વ્યક્ત થાય છે. “ તે તેમાં અતિકિત જેવું કશુંય નથી. શ્રી જિનામ પણ આ મતને એક અપેક્ષાએ પુષ્ટ જ કરે છે.
જિનાગમમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ છે કે-પાપી મત્સ્ય મરીને નીચામાં નીચે જાય તે સાતમી નારક એ જાય છે અને પુણ્યશાળી મચ્છ મરીને ઉપરમાં ઉપર જાય તે આઠમા દેવલોકથી આગળ જઈ શકતું જ નથી–તે શૈવેયક, અનુત્તર વિમાન કે મેક્ષમાં જઈ શકતા જ નથી.
સ્ત્રી માટે આથી ઉલટું છે. પાપીણી સ્ત્રી મરીને નીચેમાં નીચે જાય તે છઠ્ઠી નરકે જાય છે; સાતમી નારકીએ જઈ શકતી જ નથી અને પવિત્ર સ્ત્રી મરીને ઉપરમાં ઉપર જાય તે નિષ્કર્મા બનીને સિદ્ધશિલામાં- “મોક્ષમાં જઈ શકે છે.
સ્ત્રી પરમાધામી બની શકતી નથી, પણ કેવળજ્ઞાની બની શકે છે. ઉચે અમુક સ્થળે જનાર જીવને નીચે અમુક સ્થાને જવાનું સામર્થ્ય હોવું જ જોઇએ, અથવા નીચે અમુક સ્થાને જનાર જીવને ઉંચે અમુક સ્થાને જવાનું સામર્થ્ય હોવું જ જોઈએ; પુનર્ગતિમાટે આ એકાતિક નિયમ નથી.
આ દરેક વસ્તુને વિવેકપૂર્વક વિચારીએ અને સ્ત્રી જાતિ માટે ગતિ આગતિ તપાસીએ તે, “સ્ત્રી માત્ર અધમતાની અંતિમ સીમાએ કદાપિ જઈ શકતી નથી” એ વસ્તુ બરાબર સ્પષ્ટ થઈ જાય છે.
વાસ્તવમાં સ્ત્રીનું શરીર ધર્મસેવન કે મોક્ષપ્રાપ્તિ માટે કઈ પણ રીતે અગ્ય નથી.
આજને વિજ્ઞાની મનુષ્ય તે સ્ત્રીમાં નમ્રતા, શાંતિને પક્ષપાત, સહનશીલતા, સાહસ અને માનસિક વીરતાનાં ત પરિપૂર્ણ રીતે હોવાનું માને છે.
છે. કૃષ્ણ પ્રસન્ન ભુરખાએ સને ૧૯૭૮ ના જાન્યુઆરીના મેડન રિવ્યુમાં (પૃ. ૨૧ ) પુરુષ અને સ્ત્રીના ભેદ પર એક લેખ લખે છે. અને અનેક વિદ્વાનોના અભિપ્રાય આપી આ વસ્તુ ઉપર સુંદર પ્રકાશ પાડે છે. તેને સાર આ પ્રમાણે છેઃ કેમ્પબેલ સાહેબ લખે છે કે– સ્ત્રી બાલકને જન્મ આપે છે સમય સમય પર
# જુઓ, વાચક્વર્ય શ્રી. શ્યામાચાયૅકૃત પન્નવણા સૂત્ર, વા૦ શ્રી. દેવવાચક કૃત નદીસૂત્ર, દિ આ૦ શાકટાયનાચાર્ય દૂત સ્ત્રીમુકિતપ્રકરણ.
For Private And Personal Use Only