________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૭] શ્રી જન સત્ય પ્રકાશ
[વર્ષ ૩ આ તે આ ગાથાના નામકરણની ચર્ચા થઈ. હવે આ ગાથાઓના કર્તૃત વિષે વિચાર કરીશું.
સામાન્ય રીતે જોવાય છે તેમ અનેક કૃતિઓની પડે આના કર્તૃત્વ પરત્વે કરશે જ સ્પષ્ટ ઉલ્લેખ જણાતું નથી દેવસિક અને રાત્રિક પ્રત્રિક્રમણમાં આ ગાથાઓ એકવાર બોલાય છે તે બાકીનાં પાક્ષિકાદિ ત્રણ પ્રતિક્રમણોમાં એ બે વાર બોલાય છે તેમ છતાં આ પ્રમાણે આને પ્રત્રિક્રમણમાં કોણે કયારથી સ્થાન આપ્યું તેને નિર્દેશ કરાયેલ જોવાતો નથી.
વિશેષમાં આની બીજીથી માંડીને આઠમી ગાથા દયાલિય નિજજુત્તિની ૧૮૪ મી, ૧૮૨ મી, ૧૮૫ મી, ૧૮૬ મી, ૪૭૨ મી, ૪૮ મી અને ૧૮૭ મી ગાથા સાથે અક્ષરશ : મળતી આવે છે. વળી પહેલી ગાથાને આશય ૧૮૧ મી ગાથામાં જોવાય છે. આ પ્રમાણે અતિચ રની લગભગ બધી ગાથાઓ નિર્યુકિતમાં નજરે પડે છે. આ ઉપરાંત આની ત્રીજી ગાથા ઉત્તરઝયણસુર (અ. ૨૮) ગા. ૩૧ તરીકે નહિ જેવા પઠભેદપૂર્વક દષ્ટિગોચર થાય છે, એવી રીતે આની છઠ્ઠી અને સાતમી ગાથા ઉત્તરઝયણસુત્ત (અ. ૩૦) ની આઠમી અને ૩૦ મી ગાથા તરીકે કંઈક ફેરફાર સાથેજ ઉપલબ્ધ થાય છે. વળી આની પહેલી ગાથાનું પહેલું ચરણ નંદીસુત્તની ૨૯ મી ગાથામાં નજરે પડે છે. અને એની ત્રીજી ગાથાને પૂર્વાર્ધ આવસય નિષુત્તિની ૧૫૬૧ મી ગાથાના પૂર્વાર્ધ સાથે મળતો આવે છે.
આથી એ પ્રશ્ન ઉભવે છે કે શું અતિચારની સાત ગાથાએ નિયતકારની પૂર્વે થઈ ગયેલા કોઈ મહાનુભાવે રચી છે કે નિર્યુક્તિકારે સ્વતંત્ર રીતે રચેલી સાત ગાથાઓને આગળ જતાં એમણે કે અન્ય કેઈએ અતિચારની ગાથા તરીકે સ્થાન આપ્યું છે? વળી એમ પણ પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે તેમ છે કે ઉત્તરઝયણસુર (અ. ૩૦)ની આઠમી ગાથા રચાયા બાદ નિયુક્તિકારે એ ઉપરથી ૪૭ મી ગાથા રચી હશે કે એ ૪૭ મી ગાથા ઉપરથી ઉત્તરઝયણસુત્તમાં ૩૦ મા અધ્યયનમાં એને સ્થાન મળ્યું હશે? એવી રીતે બીજી બે ગાથાઓ માટે પણ પ્રશ્ન ઉઠે છે. આવી પરિસ્થિતિમાં આના કતૃત્વના પ્રશ્ન વિષે અંતિમ નિર્ણય આપવાનું કામ હાલ તુરત હું મોકુફ રાખું છું અને એ દરમ્યાન હું તજજ્ઞોને આ પ્રશ્નનો સંપ્રાણુ ઉત્તર ગુચવવા વિનવતા વિરમું છું.
સાંકડીશેરી, ગોપીપુરા-સુરત. તા. ૨૭-૧૨-૩૭
૨ આ ગાથામાં અને તાર્યાધિગમસત્રના ભાષ્ય (પૃ. ૨૪)માં જે તફાવત છે તેના સંબંધમાં જુઓ આહંતદર્શનદીપિકા (પૃ. ૧૧૦૭)
૩ “પ્રમાણે કટ્ટ' ને બદલે “કમોતે' એ પાઠ છે. જ “
વિવેવ જાગો” ને બદલે “fમારિકા ૨ સfજા” એ પાઠ છે. અને “ઘાળ ૩રો વિ ” બદલે “પ્રાળ જ વિરાજ’ એવો પાઠ છે. ૫ જુઓ ચતુર્થભાગનું પત્ર ૮૦૫ અ. અહીં ઉત્તરાર્ધ નીચે મુજબ આપેલું છે –
“થરાળમિ પૂ વર્ષ સારા મળિયા ! ૨૯૬૬”
For Private And Personal Use Only