________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“બરાબર પર્વત પરની જૈન ગુફાઓ લેખક –શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ.
(ગતાંકથી ચાલુ)
લેમ ઋષિ ગુફા. નાગાર્જુનની ટેકરીના નામે ઓળખાતી ગ્રેનાઈટ પરની ખીણમાં ત્રણ વધુ ગુફાઓ આવેલ છે. આ ગુફાઓ પર રાજા દશરથના નામથી શિલાલેખો કોતરાએલ છે. મહારાજા દશરથ, સમ્રાટ અશોકનો પત્ર અને તેની પછી ગાદીએ આવનાર મનાય છે. આ ગુફાઓ આજીવિકાને અર્પણ કરવામાં આવી હતી. આ ગુફાઓ માંહેની “ગોપિકા' નામની ગુફા સૌથી મહેદી છે. એ ગુફા એક ખંડ રૂપે છે, જેની લંબાઈ ૬ ફૂટ ૫ ઇંચ અને જેના ગળાકાર છેડાઓ ૧૮ ફૂટ ર ઈંચ પહોળા છે. તેની દક્ષિણની બાજુએ મધ્યમાં એક બારણું છે. દીવાલની ઉંચાઇ ફા! ફૂટ છે, અંદરને આખો ભાગ પોલીશ કરેલ હોવા છતાં તદન સાદે છે. ધર્મશાળા તરીકે તેને ઉપયોગ થાય તે માટે તે બનાવવામાં આવી હતી, એવું અનુમાન આપણે કરી શકીએ.
બીજી બે ગુફાઓ અનુક્રમે “વાહિયાકા’ અને ‘વાધીકાના નામથી ઓળખાય છે. તેઓ એટલી બધી નાની છે કે તેમને ભાગ્યે જ કંઈ મહત્ત્વ આપી શકાય. એ બને ગુફાઓ ટેકરીની ઉત્તર બાજુએ આવેલ છે. પહેલી ગુફામાં છેડેથી પ્રવેશ કરી શકાય છે, તેને એક જ ખડ છે. જેની લંબાઈ ૧૬રૂ ફૂટ અને પહેલાઈ ૧૧ ફૂટ છે, ઉંચાઈ સાડાદશ ફૂટ જેટલી છે. તેની દીવાલો સુંદર રીતે પોલીશ કરેલી છે ‘વડાથીકા'ની ગુફામાં પણ એક છેડાથી પ્રવેશ કરાય છે. તેની લંબાઈ પહોળાઈ અને ઉંચાઈ લગભગ “વાહિયાકા ગુફા’ના જેટલી જ છે.
આ ગુફાઓ ઉપરના શિલાલેખ ઉપર વિચાર કરતાં આખું ખોદકામ “સુદામ ગુફા”ના સમયકાળ અને “ગોપિકા' ગુફા'ના સમયકાળ વચ્ચે થયેલું હોવું જોઈએ, એટલે કે એ ગુફાઓને સમયકાળ ઈ. સ. પૂર્વે ૨૫૦ થી ૨૨૦ સુધીને સિદ્ધ થાય છે.
લોમશ ઋષિની ગુફા ઘણું કરીને સૌથી આધુનિક સમયની છે. તે સૌથી સુંદર રીતે સુશોભિત છે એમાં શક નથી. જે વસ્તુઓની આ ગુફાઓ બનેલી છે, તે વસ્તુઓ અત્યંત
(૨૫૨ મા પાનાનું અનુસંધાન.) આન્તરિક શોચની પ્રતિષ્ઠા પ્રાપ્ત થતાં કામ, ક્રોધ, લોભ, મેહ, આદિ મલ દૂર થઈ જાય છે અને સફેદ વસ્ત્રની માફક ચિત્ત અત્યંત નિર્મળ થઈ જાય છે, અને આ પ્રમાણે એકાગ્ર થઈને ઈદ્રિયોને પિતાને વશ કરીને આત્માનાં દર્શનની યોગ્યતાને પામે છે. સંતોષની પ્રતિષ્ઠાથી અત્યંત સુખનો લાભ થાય છે. સાંસારિક અને સ્વર્ગીય બને સુખે સતોષના સુખ આગળ કંઇ હિસાબમાં નથી. તૃષ્ણાને છોડવાવાળે બુદ્ધિમાન મનુષ્ય સદા સુખ સમુદ્રમાં નિમગ્ન થાય છે. આ પ્રમાણે સંતોષથી અત્યુત્તમ સુખને લાભ થાય છે. તપાસની સિદ્ધિ પ્રાપ્ત થતાં અશુદ્ધતા નષ્ટ થાય છે અને તેથી અણિમાદિ આઠ કાર્ય સિદ્ધિઓ અને બીજાને સાંભળવું, દેખવું વગેરે ઇંદ્રિય સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. સ્વાધ્યાયની પ્રતિષ્ઠાથી ઈશ્વરનાં દર્શન થાય છે અને ઈશ્વર પ્રણિધાનના સ્વૈર્યથી સમાધિની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જેથી સાધક પક્ષ દેશ, કાળ અને સ્થાનની સઘળી વાતે યથાર્થ સ્વરૂપે જાણી લે છે. (અપૂર્ણ)
For Private And Personal Use Only