Book Title: Jain Satyaprakash 1938 02 SrNo 31
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉવસગ્ગહરે તેત્ર [૨૭] - ૪ શ્રીજિનપ્રભસૂરિ–જેવી રીતે, વિક્રમની સત્તરમી સદીમાં મુગલ સમ્રાટ અકબર બાદશાહના દરબારમાં તપાગચ્છાધિપતિ જગદગુરૂ શ્રી હીરવિજ્યસૂરિએ બાદશાહ તરફથી સન્માન પ્રાપ્ત કર્યું હતું, તેવી જ રીતે શ્રીજિ પ્રભસૂરિએ પણ વિક્રમની ચઉદમી સદીમાં તુઘલક સુલતાન મહમદશાહને દરબારમાં ભારે માન પ્રાપ્ત કર્યું હતું. ભારતીય મુસલમાન બાદશાહના દરબારમાં, જૈનધર્મનું મહત્વ સાબીત કરવાવાલા અને તેનું ગૌરવ વધારવાલા ઘણું કરીને, સવથી પ્રથમ આ આચાર્ય થવી. તેઓએ “ઉવસગ્ગહર સ્તોત્ર'ની “ અર્થક૯૫લતા’ નામની ટીકા સંવત્ ૧૩૬૫ના પિષ સુદી ૮ ને સોમવારના રોજ સ પૂર્ણ કરી હતી. તે સંબધી છપાએલી ટીકાના પ્રાંત ભાગમાં આ પ્રમાણે ઉલ્લેખ મલી આવે છે:– “ उपसर्गहरस्तोत्रे, व्याख्या किश्चिन्मयाऽरचि । याऽत्र चानौचिती वाच्ये, सा शोध्या कृपया बुधैः ॥१॥ वृत्तिः सैषा विशेषोक्ति-रोचिष्णुः चारुचेतनेः ।। અર્થાત”નામ, વિજાત્રાય વાર્થતામ્ રા સંafમત્તે વિકૃમિતા. पौषस्यासितपक्षभाजि शशिना युक्ते नवम्यां तिथौ । शिष्य श्री जिनसिंहमूरिसुगुरोर्वत्तिं व्यधात्तामिमां । श्री साकेतपुरे जिनप्रभ इति ख्यातो मुनीनां प्रभुः ॥३॥ વળી છેલ્લા એકમાં તેઓશ્રીએ પિતાના પૂજ્ય ગુરૂદેવ શ્રી જિનસિંહસૂરિના નામને તથા ટીકાની રચના સાકેતપુર નગરમાં કરી, તેવો ઉલ્લેખ પણ કર્યો છે. આ આચાર્યવયને પ્રતિદિન નવું તેત્ર રચી નિરવધ આહાર ગ્રહણનો અભિગ્રહ હતો. તેઓશ્રીએ યમક-શ્રેષ-ચિત્ર-છદો વિશેષમાં ભિન્ન ભિન્ન પ્રકારના ૭૦૦ સ્તવન૧૨ની રચના કરી, પતે ખરતરગચ્છાનુયાયી હોવા છતાં પણ તપાગચ્છાધિપતિ શ્રી સંમતિલકસુરિને૧૩ [ શિષ્ય પરિવારાદિના પઠન પાઠને માટે ] અર્પણ કર્યા હતાં. આ મહાપુરૂષની કેટલીક ચમત્કારિક તેત્ર કૃતિઓ માટે જુઓ મારા તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલ “જૈન સ્તોત્ર સદેહ ભાગ. ર અને શ્રી ભૈરવપદ્માવતી કલ્પ' નામને તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ ગ્રંથ. તેઓશ્રી લઘુખરતર શાખા પ્રવર્તાવનાર શ્રીજિનસિંહસૂરિના શિષ્ય હતા, અને ચઉ.મી સદીના મહાપાભાવિક આચાર્ય હતા. તેઓશ્રીએ તે સિવાયની રચેલી કૃતિઓની વિગત અને તેઓશ્રીના જીવન ચરિત્રની ટુક સામગ્રી, મળી શકી તેટલી, મારા તરફથી પ્રસિદ્ધ થએલ “મંત્ર ધિરાજ ચિંતામણિ” નામના ગ્રન્થની પ્રસ્તાવનામાં આપવામાં આવેલ છે. વળી ૧૨ તેઓશ્રોએ રચેલાં ઉપલબ્ધ સ્તોત્રો માટે જુઓ જન સ્તોત્ર સંદેહ ભાગ ૧ લાવી પ્રસ્તાવના, પૃષ્ઠ ૬૫. ૧૩ તેઓશ્રીના વિશેષ પરિચય માટે જુઓ જે. સ્ત. સંદેર ભાગ.૧લાની પ્રસ્તાવના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44