________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭ ]
વંદિત્તસૂત્ર
[૨૭]
સતુલન-વંદિત્તસૂત્ર” ગત સમ્યકત્વ, બારવ્રત અને સંલેખનાના અતિચારોને તેમજ પંદર કાંદાનને લગતા ઉલ્લેખની, ઉપાસક દશાંગનાં સૂત્રે, આવશ્યક સૂત્ર તેમજ તત્ત્વાર્થાધિગમ શાસ્ત્રના સાતમા અધ્યાયના ૧૮ મા તેમજ ૨૦ થી ૩૨ મા સુધીનાં સૂત્રો સાથે સરખામણ થઈ શકે તેમ છે. વિશેષમાં “વંદિત્તસૂત્રની ૪૪ મી અને ૪૫ મી ગાથા “જાવંતિ ચેઈઆઈ” અને “જાવંત કે વિ સાહૂ” એ બે તો પૃથફ સૂત્ર રૂપે પણ જોવાય છે. એની છેલ્લી બે ગાથા દિગંબરીય બૃહસ્પ્રતિક્રમણમાં પાઠભેદ પૂર્વક ઉપલબ્ધ થાય છે.
વિવરણાત્મક સાહિત્ય–વંદિત્તસૂત્ર” ઉપર વિ. સં. ૧૧૮૩ માં શ્રીજિનસિંહસૂરિજીએ ચૂર્ણિ રચી છે અને શ્રોજિનદેવસૂરિજીએ એ જ વર્ષમાં એના ઉપર ભાસ (ભાષ્ય રચ્યું છે એ અર્થદીપિકામાં ઉલ્લેખ છે. આ પૈકી ચૂર્ણિની બે હસ્તલિખિત પ્રતિઓ “ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિર” (પૂના) માં મારા જેવામાં અને વાંચવામાં આવી છે, અને એની ને “જન હસ્તલિખિત પ્રતિનું વર્ણનાત્મક સૂચીપત્ર ” (પુ. ૧૭ના ત્રીજા ભાગ) માં ટુંક સમયમાં મુદ્રિત થવા સંભવ છે. ભાષ્યની કે પ્રતિ હજુ સુધી મારા જેવામાં આવી નથી. જો ઉપર્યુકત ચૂર્ણિ તેમજ આ ભાષ્ય હજુ કોઈ સ્થળેથી પ્રકાશિત ન થયા હોય તો તે તરફ હું જૈન ગ્રંથોનું પ્રકાશન કરનારા મહાનુભાવાનું અને સંસ્થાનું સાદર ધ્યાન ખેંચું છું.
શ્રી. વર્ધમાનસૂરિજીએ આચાર દિનકરના ૩૮ મા ઉદયમાં જે આવશ્યક વિધિ આપી છે તેમાં ૩૦૫ થી ૩૧૧ અ. પત્રમાં “વંદિત્તસૂત્ર” વિવરણ સહિત આપેલું છે. વિશેષમાં “જાવંતિ ચેઈયાઈ ” અને “ જાવંત કે વિ સાહૂ ' નું વિવરણ પણ ૨૭૧ અ થી ૨૧ બ પત્રમાં તેમણે આપ્યું છે.
શ્રી દેવેન્દ્રસૂરિજી કૃત “શ્રાવકાનુષ્ઠાન વિધિ' યાને “વંદારવૃત્તિમાં જે અન્યાન સૂત્રોની વ્યાખ્યા છે તેમાં આ “વંદિત્તસૂત્ર”ની પણ વ્યાખ્યા છે.
‘વંદનુસૂત્ર ઉપર શ્રી. રત્નશેખરસૂરિએ રચેલી અર્થદીપિકા શેઠ દે. લા. જે. પુ. સંસ્થા તરફથી ૪૮મા ગ્રંથાક તરીકે ઇ. સ. ૧૯૧૯માં પ્રસિદ્ધ થયેલી છે. એના સંપાદક શ્રી. આનંદસાગરસૂરિજીએ એની સંસ્કૃતમાં પ્રસ્તાવના લખી છે. વળી વિષયાનુક્રમ, અવતરણોની અનુક્રમણિકા, વિશેષનાગેની સૂચી અને ઉપયુકત પધે અને વા તેમજ લૌકિક ન્યાયને નિર્દેશ કરી એ કૃતિને સંગોપાંગ બનાવવા તેમણે ઉત્તમ પ્રયાસ સે છે.
અર્થદીપિકાની પ્રસ્તાવનાના પ્રથમ પત્રમાં અíકે “વંદિત્તસૂત્રની વૃત્તિ રચાને ઉલ્લેખ છે, તે આ અકલંક તે કોણ અને તેમણે રચેલી વૃત્તિ ક્યાં ઉપલબ્ધ છે તે જાણવું બાકી રહે છે.
શ્રી શિવપ્રભસૂરિજીના શિષ્ય શ્રી તિલકસૂરિજીએ “વંદિત્તસૂત્ર'નું વિવરણ રચ્યું છે. ષડાવશ્યકસૂત્રની વ્યાખ્યાવાળી કેટલીક પ્રતિઓમાં “વંદિતસૂત્રની ટીકે જોવાય છે.
શ્રી. ચંદ્રસૂરિજીએ પણ “વંદિત્તસૂત્ર” ઉપર ટીકા રચી છે અને એના આધારે કઇકે ગુજરાતી બાલાવબોધ ર છે એ ઉલેખ મેં ઉપર્યુક્ત સૂચીપત્રમાં કર્યાનું મને સ્કુરે છે.
૪ આમાં બ્રહવૃત્તિ અને અવચૂણિને ઉલેખ છે. એટલે એ બેમાં પણ વંદિત્તસૂત્રની વ્યાખ્યા હોવી જોઈએ.
For Private And Personal Use Only