________________
જજ જૈન પત્રકારત્વ અજ.
સાહિત્યોપાસક પત્રકાર, M ઉત્તમ શ્રાવક એમ. જે. દેસાઈ
– ડૉ. મધુબહેન બરવાળિયા
સ્વ. એમ. જે. દેસાઈ
(જૈન ધર્મનાં અભ્યાસુ ડૉ. મધુબહેને હિન્દી કાવ્ય સાહિત્ય પર શોધનિબંધ લખી Ph.D. કરેલ છે. ઉવસગ્ગહર ભક્તિ ગ્રુપ તથા “સોહમ' શ્રાવિકા મંડળ સાથે સંકળાયેલાં છે.)
રાષ્ટ્ર કે સમાજના નિર્માણ તથા લોકમત ઘડવામાં પત્રકારોનો સિંહફાળો હોય છે જિનશાસનની પ્રભાવના કરવામાં, જૈન અસ્મિતાને ઉજાગર કરવામાં જૈન પત્રકારોનું સ્થાન ઉત્કૃષ્ઠ કક્ષાનું રહ્યું છે. જૈન પત્રકારની દષ્ટિ સમાજમાં ભગવાન મહાવીરના સિદ્ધાંતોનું પ્રતિપાદન કરી તેની પ્રતિષ્ઠા કરવાની હોય છે.
સંખ્યાબંધ જૈન પત્ર-પત્રિકાઓ દ્વારા કેટલાય પત્રકારોએ જૈન શાસનની સેવા કરી છે અને વર્તમાને કરી રહ્યા છે. એવા જ એક સાધુચરિત, સમાજસેવક, સાહિત્યોપાસક, ઉત્તમ શ્રાવક અને આદર્શ પત્રકાર “દશા-શ્રીમાળી' અને જૈનપ્રકાશ'ના તંત્રી સ્વ. મહાસુખભાઈ જે. દેસાઈ હતા.
મહાસુખભાઈનો જન્મ ગોંડલનિવાસી સુશ્રાવક જેઠાલાલ લીલાધર દેસાઈનાં ધર્મપત્ની સંતોકબહેનની કૂખે ૧૯-૬-૧૦૧૪માં થયો હતો. મુંબઈની વિલ્સન કોલેજમાં એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કર્યા બાદ વકીલાત કરવાની ભાવના હતી, પરંતુ તેમના પિતાશ્રીએ સમજાવેલ કે વકીલાતના ધંધામાં મૃષાવાદના અતિચાર-દોષ લાગે, તેના કરતાં મા સરસ્વતીના ઉપાસક થવા શિક્ષણ ક્ષેત્રમાં જવું સારું. પિતાશ્રીની સલાહ માની એમ. જે. દેસાઈએ ગોંડલ ભગવતસિંહજી હાઈ સ્કૂલના શિક્ષક તરીકે જીવનની કારકિર્દી શરૂ કરેલ.
સને ૧૯૪૫માં અખિલ ભારતીય જૈન કોન્ફરન્સ, મુંબઈની સુઘડ વ્યવસ્થા માટે મેનેજર તરીકે તેમની નિમણુક થતાં મુંબઈ વસવાટ શરૂ કર્યો. હિન્દીભાષી જૈન ભાઈઓના આગ્રહને કારણે દિલ્હીમાં જૈન કોન્ફરન્સની
૧૨૪